વુમન બોકસરો માટે ‘સુવર્ણકાળ’

શનિવારે મેરી કોમ ફાઈનલમાં યુક્રેનની હેના ઓખોતા સામે ટકારાશે.

ભારતમાં યોજાયેલી વુમન વર્લ્ડ બોક્સિગં ચેમ્પીયનશીપમાં યુવા બોકસરો સહિત અનુભવી બોકસર મેરી કોમ ફાઈનલમાં પહોંચી ચૂકી છે. ત્યારે કહીં શકાય કે આ વર્ષ વુમન બોકસરો માટે સુવર્ણકાળ સમાન છે. મેરી કોમે ૪૮ કિ.ગ્રા. વજન વર્ગની કેટેગરીમાં ઉત્તર કોરીયાની બોકસર કિમ હેંગ મીને ૫-૦થી હરાવીને ફાઈનલમાં ધમાકેદાર પ્રવેશ કર્યો છે. ફાઈનલમાં અનુભવી ભારતીય બોકસર મેરી કોમનો સામનો યુક્રેનની બોકસર હેના ઓખોતા સામે થશે.

મેરી કોમે અત્યાર સુધીમાં પાંચ સુવર્ણ તેમજ એક રજત હાંસલ કર્યો છે. જો ફાઈનલમાં મેરી કોમ જીત હાંસલ કરે તો આંતરરાષ્ટ્રીય બોક્સિગં ચેમ્પીયનશીપમાં ૭મી વખત મેડલ જીતનારી સફળ બોકસર બનશે. મણીપુરની મેગ્નીફીશન્ટ મેરીના નામે પ્રખ્યાત થયેલી બોકસર જો શનિવારની ફાઈનલ મેચમાં વિજય મેળવશે તો તે કયુબાના ફેલીકસની બરાબરી કરશે. કયુબાનો બોકસર વર્લ્ડ ચેમ્પીયનશીપના ઈતિહાસમાં સૌથી સફળ પૂરુષ બોકસર છે. ત્યારે ભારતીય ચેમ્પીયન મેરી કોમ તેની બરાબરી કરશે.

ભારતની યુવા બોકસર લવલીનાએ પણ આ વર્ષે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યું હતું. લવલીના બોર્ગોહેનને ૬૯ કિ.ગ્રા.વજન વર્ગની સેમીફાઈનલમાં ચાઈનીઝ તાઈપેનની ચેન નીએન ચીન સામે પરાજય મેળવતા તેને બ્રોન્ઝ મેડલથી જ સંતોષ માનવો પડયો હતો. હવે ભારતની અન્ય બે બોકસર સોનિયા ચહલ અને સીમરનજીત કૌર આજે સેમીફાઈનલમાં ઉતરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.