FSLએ જાહેર કર્યા નમૂનાના રીપોર્ટ, અજાણ્યા શખ્સ સામે નોન્ધાયો ગુન્હો
૧૩ એપ્રિલના રોજ મારવાડી યુનીવર્સીટી ચર્ચાનો વિષય બની હતી, જ્યાં મારવાડી યુનીવર્સીટી કેમ્પસના સી વિંગના પાછળના ભાગમાં ગાંજાના છોડવાનું વાવેતર કાર્યની શંકાઓ ઉપજતા તપાસ હાથ ધરવામાં આવી હતી. જે સંદર્ભે કુવાડવા પોલીસની સાથે FSLની ટીમ પણ જોડાઈ હતી અને ઉખાડેલા છોડવા, માટી અને વાવેલા છોડવા સહિતના નમુના તપાસ માટે લઇ ગયા હતા.
FSL દ્વારા સોમવારે લીધેલા નમૂનાના રીપોર્ટ રજુ કરાતા ચકચાર મચી હતી. જે શિક્ષાનું ધામ કહેવાય તે ગાંજાનું વાવેતર કરી નશાનું ધામ બન્યું છે. રીપોર્ટમાં એ ગાંજો હોવાનું સામે આવ્યું છે, રીપોર્ટ અનુસાર મારવાડી કોલેજમાંથી મળેલા ૨૩ છોડવા માદાપુષ્પ ગાંજાના છે તેમજ કેનાબીસના સક્ર્કીય ઘટકો પણ સક્રિય રીતે મળી આવ્યા હતા. આઉપરાંત તેનું વજન ૮.૩૩૦ગ્રામનું હોત તેની કિંમત ૮૩,૩૦૦ જેટલી અંકાઈ હતી.
આ રીપોર્ટ સામે આવતા પોલીસે NDPS એક્ટ હેઠળ ગુન્હો નોંધી અજણ્યા શખ્સ સામે ગુન્હો દાખલ કર્યો છે. પોલીસ કમિશ્નરે આ કેસ બાબતે વધુ તપાસ માટે સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશનની રચના કરી હતી. જેને ૧૦૦થી વધુ લોકોના નિવેદનો નોંધ્ય હતા. પરંતુ અત્રે નોંધનીય બાબત એ છે કે આ વિષે મારવાડી યુનીવર્સીટીના તંત્ર દ્વારા મૌન સેવ્યું છે અને પોલીસ પણ એ બાબતે નિષ્ક્રિયતા દાખવી રહી છે.