રોબોકોન-૨૦૧૭માં દેશની પ્રખ્યાત કોલેજો વચ્ચે મારવાડી કોલેજએ સ્થાન મેળવ્યું: ટીમ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે.
https://www.youtube.com/watch?v=1fQ4jcoInCI
રોબોકોન-૨૦૧૭માં મારવાડી કોલેજનાં વિદ્યાર્થીઓને ઝળહળતી સફળતા મળી છે. મારવાડી કોલેજના મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓમાં છુપાયેલી શકિતઓને બહાર લાવવા માટે તમામ પ્રયત્ન કરવામાં આવે છે અને તે માટે જ‚રી માર્ગદર્શન તેમજ નાણાકીય સહાય પુરી પાડવામાં આવે છે. મારવાડી કોલેજ ખાતે અભ્યાસ કરતા મિકેનીકલ, ઓટોમોબાઈલ એન્જીનીયરીંગ, ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગ, ઈ.સી.ડીપાર્ટમેન્ટ, કોમ્પ્યુટર અને આઈ.ટી.ના ૩૨ વિદ્યાર્થીઓએ ભેગા થઈ એક ટીમ બનાવી કોલેજમાંજ રોબોટનું સર્જન કર્યું. મિકેનીકલ ડીપાર્ટમેન્ટના એચ.ઓ.ડી. પ્રો.નિકુંજ રાચ્છ અને પ્રો.નિકુંજ વૈષ્ણવની લીડરશીપ નીચે પ્રો.નિખીલ ચોટાઈ, પ્રો.રવિ બુટાણી અને પ્રો.ચિરાગ ગોહિલે આ વિદ્યાર્થીઓને સુંદર માર્ગદર્શન પુ‚ પાડેલ.
રોબોકોનમાં દર વર્ષે દેશભરની તમામ એન્જીનીયરીંગ કોલેજો ભાગ લે છે. રોબોટીકસ અંગેનું વિદ્યાર્થીઓમાં એક્ષસપ્લોઝર મળે તે માટે ટીમ બેઈઝ હરીફાઈનું આયોજન રાષ્ટ્રીય કક્ષાએ કરવામાં આવે છે અને દરેક ટીમોને મર્યાદિત સમયમાં સ્પર્ધા પુરી કરવાની હોય છે. મારવાડી કોલેજ ખાતે ઉપલબ્ધ અદ્યતન બોસ લેબોરેટરી અને રાસબેરી પાઈ નામના સોફટવેરનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓએ રોબોટનું સર્જન કરેલ અને હરીફાઈમાં ભાગ લીધો હતો. રોબોકોનમાં દર વર્ષે દેશની પ્રતિષ્ઠિત આઈ.આઈ.ટી., એમ.આઈ.ટી., એસ.વી.એન.આઈ.ટી., એસ.આર.એમ. અને વી.આઈ.ટી. જેવી ખ્યાતનામ કોલેજો ભાગ લે છે. ગત વર્ષે રોબોકોનમાં ૭૦ ટીમે પ્રથમ વખત ભાગ લીધેલ હતો અને તે તમામ ટીમોમાં બેસ્ટ ટીમનો એવોર્ડ મારવાડી કોલેજને ફાળે આવ્યો હતો. આજ સફળતાને ચાલુ રાખી આ વર્ષે ભાગ લીધેલ ૧૧૨ ટીમોમાંથી મારવાડી કોલેજને પ્રથમ ૧૫માં સ્થાન પ્રાપ્ત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાંથી ૧૭થી વધારે ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો. જેમાં મારવાડી કોલેજને ગુજરાતમાં ત્રીજુ અને સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયેલ.
કો-ફાઉન્ડર અને વાઈસ ચેરમેન જીતુભાઈ ચંદારાણાએ સમગ્ર ટીમને અભિનંદન આપ્યા અને ભવિષ્યમાં આ પ્રકારની કોઈપણ સ્પર્ધામાં સંપૂર્ણ માર્ગદર્શન અને મદદની ખાતરી આપી હતી. હાલમાં જાહેર થયેલ કોલેજ રેન્કીંગ અનુસાર ભારતની પ્રખ્યાત કોલેજોમાં કોપ (પુના), નિરમા યુનિ, આઈઆઈટી, એસ.આર.એમ, એલ.જે.ઈન્સ્ટીટયૂટ જીટીયુ, આઈઆઈટી ઈન્દોર, એલડી, અદીત, વીટ ચેન્નઈની નામાંકિત કોલેજોએ ભાગ લીધો હતો. જેમાં મારવાડી કોલેજએ સર્વશ્રેષ્ઠ સફળતા મેળવી છે. ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે દિગ્વીજય કાપડી, મૃણાલ સોમપુરા, વિશાલ પટણી, વિરલ ચાંદરીયા, દિગ્વીજયસિંહ ઝાલા, પ્રસાદ મેનન, જયમીન ભદાણી, કશ્યપ રાવલ, પ્રશાંત ચાંદગરા, અબ્બાસ ગાંધી, મંયક બજાનીયા, હર્ષ પરમાર, અબ્દુલ પાનવાલા, મથુરેશ રૂપાપરા, પોલરા મીત, તીર્થ ચોવટીયા, શૈલ જોશી, ધાર્મિક ભવાની, સાગર પરમાર, પ્રતિક, અંકિત જાગાણી, જતીન પરમાર, હર્ષ મણવર, રાજન સરવૈયા, મીત સાવલીયા, વૈભવ સાવજડીયા તથા ઉર્વીશ વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા.