100 મીટર એથ્લેટીકસ, લોંગ જમ્પ, કરાટે સ્પર્ધામાં સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવ્યા
હાલ માં પૂર્ણ થયેલ ખેલ મહાકુમ્ભ 2022 માં મારવાડી યુનિવર્સિટીના વિધાર્થીઓ ઝળહળ્યાં છે. પ્રથમ વર્ષ ના બી.સી.એ. ના વિધાર્થીની , રાબિયા બસથીયા એ 100 મીટર એથ્લેટીકસ અને લોન્ગ જમ્પમા સિલ્વર મેડલ , જયારે રૂચિતા સાગઠીયા અને સુષ્ટિ મેહતા એ કરાટે ની વિવિધ શ્રેણીઓમાં ગોલ્ડ મેડલ હાસિલ કર્યો છે.
શૈક્ષણિક, પ્લેસમેન્ટ , સંશોધન અને નવપરિવર્તન ક્ષેત્રે જયારે ઉત્તમ કામગીરી કરી રહ્યું છે ત્યારે સક્રિય જીવનરશૈલી ને પ્રોત્સાહન આપતા , રમત – ગમત અને શારીર્રિક તાલીમ દ્વારા આ ક્ષેત્રે પણ આગેકૂચ કરી રહી છે . રમત – ગમત ક્ષેત્ર શિક્ષણવિદો નું પૂરક બને તે માટે એક ઇકોસિસ્ટમ બનાવવા આજ સુધીમાં 8 કરોડ નું રોકાણ કરવામાં આવ્યું છે . ઇન્ડોર સ્પોર્ટ્સ સુવિધાઓ , ઉપરાંત એક વધારાનું ફૂટબોલ ગ્રાઉન્ડ કે જેમાં નાઇટ લાઇટિંગ તથા સ્ટેડિયમ શૈલીની બેઠક હોય , અને 4 એકરનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લેકસાઇડ અથેલેટિકસ ટ્રેક સાથે બનાવા માટે અર્થપૂર્ણ રોકાણ ચાલી રહ્યું છે. મારવાડી યુનિવર્સિટી ના પ્રોવોસ્ટ પ્રોફ . ( ડો ) સંદીપ સંચેતી ઉમેરતા કહે છે કે , ” વિધાર્થીઓને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ
પહોંચાડવા માટે રમત ગમત એ મારવાડી યુનિવર્સિટી ના સર્વગ્રાહી શિક્ષણનો મહત્વપૂર્ણ ભાગ છે . વિધાર્થીઓ દ્વારા રમત ગમત ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન થાય તે માટે અમે યુનિવર્સિટીના ઉત્થાપન થીજ નોંધપાત્ર રોકાણ કર્યું છે અને કરતા રહીશું . બધીજ વ્યવસ્થાઓ વિધાર્થી ઓને આ ક્ષેત્રે પોતાની રુચિને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરે છે અને તેમને તેમની સાચી ક્ષમતા ને ઓળખવાની નજીક લાવે છે.
સક્રિય જીવનશૈલી નું પ્રોત્સાહન આપવા અને આજના યુવાઓ સાથે જોડાવા યુનિવર્સિટી એ તાજેતરમાં જ સૌરાષ્ટ્ર ના ચહીતા ક્રિકેટર , રવિન્દ્ર જાડેજા સાથે સાઇન અપ કર્યું છે સંશોધનો સૂચવે છે કે કસરત અને શૈક્ષણિક સફ્ળતાનો સીધો સંબંધ છે . ફક્ત 10 મિનિટ ની શારીરિક પ્રવૃત્તિ મગજ ની શક્તિઓ ને જગાડે છે . હજી એક સંશોધને નિયમિત વ્યાયામ અને હિપ્પોકેમ્પસ , મગજનો મૌખિક યાદશક્તિ માટે જવાબદાર ભાગ વચ્ચે સકારાત્મક સંબંધ નોંધ્યો છે . આ ધાતારણો એમયુ ના વિધાર્થીઓ માટે સર્વગ્રાહી વિકાસ ના સર્જન નો પાયો છે.