મારવાડી લાઇન ના ૧૦ પરિવારો ને પોતાના ઘર બાર આવવવા માટે ગટર ના પાણી માંથી પસાર થઈ ને નીકળવું પડી રહ્યું છે..
સુરેન્દ્રનગર જિલ્લા માં ભૂગર્ભ ગટર ની યોજના અત્યંત ફેલ હાલત માં છે.ભગર્ભ ગટર પાછળ જિલ્લા ની નગરપાલિકા અને લીમભ એ કરોડો રૂપિયા ના કામો બતાવ્યા છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના શહેરી વિસ્તારોમાં ભૂગર્ભ ગટર અત્યંત ફેઈલ છે.ત્યારે ઘર વપરાશ નું પાણી તો આ ભૂગર્ભ ગટર માં જતું નથી તો વરસાદ નું પાણી તો ક્યાં થી જશે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં ઠેક ઠેકાણે ગટરો ના પાણી રોડ ઉપર ભરાઈ રહા છે.અને જિલ્લા ની જનતા ને આ ગટર ના પાણી માંથી પસાર થવું પાડી રહ્યું છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ની મેઈન રોડ ઉપર આવેલી અને શહેર ના માધ્યમ માં આવેલી મારવાડી લાઇન માં વિકાસ ના કામો બાકી છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના નેતાઓ દવારા વિકાસ ના નામે મોટા મોટા બણગા ફૂંકાવા માં આવે છે.અને પેપર પર જિલ્લા ની તમામ ભૂગર્ભ ગટરો ના કામ પૂર્ણ બતાવવા માં આવીયા છે.ત્યારે જિલ્લા ના મારવાડી લાઇન ના રહેવસીઓ ને ભૂગર્ભ ગટર શુ છે તેની પણ પ્રથમીક વિગત નથી.
ત્યારે ભૂગર્ભ ગટર નાખ્યા પહેલા તો ખુલ્લી ગટરો બુરી દેવા માં આવતા ઘર વપરાશ ના પાણી નો ભરાવો રોડ પર થઈ રહો છે.ત્યારે મારવાડી લાઇન ના ૧૦ પરિવારો ને પોતાના ઘર બાર નીકળતા પહેલા ગટર ના પાણી માંથી પાસર થઈ ને ઘર બાર નીકળવું પડી રહ્યું છે.ત્યારે અનેક નગરપાલિકા માં રજુઆત બાદ પણ આ વિસ્તાર ની પરિસ્થિતિ તેની તેજ છે. જિલ્લા ની મારવાડી લાઇન માં ઘેર ઘેર માંદગી ના બીચણા. સુરેન્દ્રનગર જિલ્લા ના મારવાડી લાઇન માં ગટર ના પાણી લોકો ના ફળીયા માં ઘુસી ગયા છે.અને નીચા ઘરો માં છેક રૂમ માં પહોંચ્યા છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ની મધ્ય માં આવેલ મારવાડી લાઇન ના ૧૦ ઘરો માં માંદગી ના ખાટલાઓ છે.આ વિસ્તારમાં અત્યંત માધ્યમ વર્ગ વસવાટ કરે છે.અને રોજ નું લાવી ને રોજ નું ખાઈ છે.ત્યારે આ વિસ્તારમાં ઘર ઘર માં રોગ ચાળો ફેલાયો છે.અને માંદગી ના ખાટલાઓ છે. ત્યારે આગામી સમય માં આ ગટર ના પાણી ના નિકાલ માટે પાલિકા દવારા યોગ્ય વેવસ્થા કરાય તેવી માંગ રહેવાસીઓ દવારા ઉઠી છે.