ખાદીથી લઈને ઈન્ડિયન વેડિંગ સુધીની વિવિધ થીમ જોઈ દર્શકો દંગ
આજના યુવાનો માટે ફેશન એ ખુબ ઝડપથી બદલાતો અને વિકસતો વિષય છે. ફેશનને લઈને યુવાન-યુવતી ખુબ સજાગ બન્યા છે ત્યારે વસ્ત્રોમાં વૈવિધ્ય યુવા વર્ગ ખુબ નિખાલસતાથી સ્વિકારે છે. મારવાડી કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેશન ભૂખ સંતોષવા સાથે વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શકિતને બહાર લાવવાના ઉદેશ સાથે મારવાડી કોલેજ કેમ્પસમાં એક ફેશન શોનું આયોજન થયું હતું. આ ફેશન શોમાં વિદ્યાર્થીઓએ જાતે ડિઝાઈન કરેલા વિવિધ સ્ટાઈલમાં વસ્ત્રોનું લાઈવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય બાબત એ છેકે કેમ ફેશન શો માટેના વસ્ત્રોની વિવિધ ડિઝાઈન થીમ બેઝ તૈયાર કરવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓએ પોતાની જાતે તૈયાર કરાવી હતી. સમગ્ર કાર્યક્રમની કોરિયોગ્રાફી પણ વિદ્યાર્થીઓએ જાતે જ તૈયાર કરી હતી. આ કાર્યક્રમ માણવા મારવાડી કોલેજ કેમ્પસ હકડેઠઠ મેદનીથી ભરાઈ ગયું હતું. કુલ સાત ગ્રુપોએ આ સ્પર્ધાત્મક ફેશન શોમાં ભાગ લીધો હતો. જેમાંથી બે ગ્રુપોએ એમના પર્ફોમન્સને આધારે પહેલો, બીજો નંબર આપવામાં આવ્યો હતો.
આ સાત ગ્રુપોએ પોતાની અલગ-અલગ થીમ રાખી હતી. જેમાં ૧. ઈનક્રેડીબલ ઈન્ડિયા (ઈન્ડીયન થીમ) ૨. એકસ્પેન્ડેબલ્સ (કમાન્ડો થીમ) ૩. મોડાકાલ (સ્ટ્રીટ સ્ટાઈલ થીમ) ૪. ખાદીનો મિકસ (ખાદીની થીમ) ૫. ધ ક્રાઉન (પ્રોપ ઓફ ડિફરન્ટ ક્રાઉન થીમ) ૬. નથીંગ બટ સેવેજ (સેવેજ થીમ) અને ૭. કેસીનો શઈવલ (કેસીનો થીમ) ટીમોમાંથી રૂ.૨૦ હજારનું પ્રથમ ઈનામ એકસ્પેન્ડેબલ્સ ગ્રુપની કમાન્ડો ગ્રુપને મળ્યું હતું. જયારે ૧૫ હજાર રૂપિયાનું બીજું ઈનામ ખાદીના મિકસ ગ્રુપને ખાદીની થીમ ઉપર મળ્યું હતું. અલગ-અલગ ગ્રુપના સપોટરો પોત-પોતાના ગ્રુપના પરફોર્મન્સ સમયે ચિયર-અપ કરી કેમ્પસના વાતાવરણમાં ઉર્જા ભરી ઉત્સાહ વધારતા હતા.
સ્પર્ધકો સાથેની અબતકની વાતચીત દરમ્યાન દરેક ગ્રુપની મહેનત, તૈયારીમાં લાગતો સમય, પ્રથમ વખત સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરતા સમયની લાગણી વિશે ઉત્સાહભેર માહિતી આપી હતી. આવા આયોજન દ્વારા અભ્યાસ માટે અનુભવાતા તણાવગ્રસ્ત વાતાવરણમાં રીલેક્ષ મળતું હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે મારવાડી કોલેજના વિરલ ટોલીયા, ડો.અનુપમ દવે, ક્રિષ્ના ઉનડકટ, જીતેન્દ્ર પટોડીયા, ડો.મહિપાલ ગઢવી તેમજ પ્રિયાગ વંડે સહિતનાએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર ફેશન શોનું સફળ સંચાલન હેની કામાણી, પ્રિયાંક ‚પારેલીયા તથા તુમિન શેઠ દ્વારા કરવામાં આવ્યું હતું.