બે દિવસીય ‘એમ યુ ફેસ્ટ’માં રોબોટીકસ, ઈ-ટ્રેઝરહન્ટ, લોગો ડિઝાઈન તેમજ નોન ટેકનીકલ ઈવેન્ટનો પણ શે સમાવેશ
મારવાડી કોલેજ દ્વારા “એમ યુ ફેસ્ટ નામક ઈવેન્ટનું આયોજન બે દિવસ માટે કરવામાં આવ્યું છે. જેમાં મારવાડી કોલેજના વિર્દ્યાીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. એમ યુ ફેસ્ટ વિશે વાત કરીએ તો આ ઈવેન્ટ બે ભાગમાં વેંચાયેલી છે એક ટેકનીકલ ઈવેન્ટ અને બીજી નોન ટેકનીકલ ઈવેન્ટ. ઈવેન્ટ કરવા પાછળ કરવાનો મુખ્ય હેતુ એ છે કે, વિર્દ્યાથીઓ વચ્ચે એક મિત્રતા અને મૈત્રી પ્રસપિત થાય અને તેઓ એકબીજાની લાગણીને સમજી શકે. જેમાં ટેકનીકલ ઈવેન્ટસની વાત કરીએ તો રોબોટીકસ, ઈ-ટ્રેઝરહન્ટ, લોકો ડિઝાઈન વગેરે અને નોન ટેકનીકલ ઈવેન્ટસમાં સીંગીંગ, ગેમઝાને વગેરે કરવામાં આવ્યું હતું.
‘અબતક’ સોની વાતચીત દરમિયાન ગૌરવ વિઠ્ઠલાણી કહે છે જે મિકેનીકલ એન્જીનીયરીંગ સેમ-૬માં અભ્યાસ તેમણે જણાવ્યું કે એમ યુ ફેસ્ટમાં અમારા મિકેનીકલ ડિપાર્ટમેન્ટની ઘણી બધી ઈવેન્ટસ છે. એમાંથી અમે લોકો રોબોટીસ ઈવેન્ટ રાખેલ છે. જેમાં ટોટલ બે રાઉન્ડસ છે. અમારા બે દિવસના એમ યુ ફેસ્ટમાં આજે બેઝીક રાઉન્ડ છે જેમાં ટોટલ ૪૨ રોબોટસની એન્ટ્રી છે અને કાલે ફાઈનલ રાઉન્ડ છે. અમે છેલ્લા ૧૫ દિવસી આ ટ્રેક પર કામ કરી રહ્યાં હતા. આટલા દિવસની અમારી મહેનતનું સારું પરિણામ આવ્યું છે. લોકોનો પણ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેથી અમે લોકો ખુશ છીએ.‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ઉમંગ હિરપરા ઓટોમોબાઈલ એન્જીનીયરીંગ સેમ-૬માં અભ્યાસ કરે છે તેમણે જણાવ્યું કે અમે એમયુ ફેસ્ટમાં મેગા બ્લોકની ઈવેન્ટ કરી છે. એમાં રોબોટ આપણે જાતે બનાવવાનો હોય અને તેને આ ટ્રેક ઉપર ઉતારવાનો હોય અને ટ્રેક એવો છે કે, જેમાં તમારી કાબેલીયત દર્શાવે છે. રોબોટ તમારો કેટલો કેપેબલ તમે કેવી રીતે બનાવેલ છે. આમાં ડિફિકલ ટાસ્ક ઉપર ઓપરેટ ઉપર બધુ હોય અને ટ્રેકમાં અમે ઘણી બધી ખાસિયતો નાખી છે જેવી કે સ્લોપ, ડેર્સ્ટ વગેરે અમે છેલ્લા એક અઠવાડિયાી રાત-દિવસ મહેનત કરીને ટ્રેક તૈયાર કર્યો છે. અને ખુબ જ આનંદ થાય છે કે અમો ટ્રેક પૂરો ઈ ગયો.‘અબતક’ સોની વાતચીત દરમિયાન મારવાડી યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ઈર્ન્ફોમેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં વર્ક કરતા કિતીરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે એમ યુ ફેસ્ટમાં અમે એક ઈવેન્ટ ઓર્ગેનાઈઝ કરી છે જેનું નામ છે લોકો ડિઝાઈન ટોટલ રજીસ્ટ્રેશન ૧૨૫નું યું છે. અમે તેને બે પાર્ટમાં વિભાજીત કરેલ છે. ૪૦ થી ૪૦ની બેચ પાડેલ છે અને તે ૪૦ વિર્દ્યાીઓ એક બેચના લોકો ડિઝાઈન કરશે અને તેમને મિ આપેલ છે. ધારો કે હાઈવે છે. અને હોટેલની થીમ આપેલ છે. હોટલની થીમ પ્રમાણે તેમણે લોગો ડિઝાઈન કરવાની રહેશે. લોકો ડિઝાઈન માટે જે કાંઈ સોફટવેરની જરૂરિયાત હોય તો તેને અમે પીસીમાં ઈન્સ્ટોલ કરેલ છે. જેમાં ફોટોસોપ, કોરલ શેડ આપેલ છે.
આજે ફસ્ટ રાઉન્ડ રાખવામાં આવ્યો છે જે કલીયર કરશે તો તેને ફાઈનલ રાઉન્ડમાં ભાગ લઈ શકશે અને તેમાં ત્રણ વિનર અને રનરઅપ સિલેકટ કરવામાં આવશે. લોગો ડિઝાઈનમાં સ્ટુડન્ટસની ક્રિએટીવીટી અને તેમની ઈમેજીનેશનને કઈ રીતે એકસ્પલોટ કરી શકીએ તે માટે અમે એમ યુ ફેસ્ટનું આયાજેન કરેલ છે. ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ડો.દિપક મશરુએ કહ્યું હતું કે, એમ યુ ફેસ્ટ ૨૦૧૮નું આયોજન મારવાડી દ્વારા કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૧૨૫ થી વધારે કાર્યક્રમો અમોએ કહ્યાં છે. જેમાં ટેકનીકલ અને નોનટેકનીકલ કાર્યક્રમો અને ફની કાર્યક્રમોનું આયોજન કરેલુ છે. અત્યારે સવાર સુધીનો આકડો કહુ તો ૬૫૦૦ી વધુ વિર્દ્યાથીઓએ ભાગ લીધો છે અને અમારી આશા છે કે આ આંકડો ૮૦૦૦ સુધી પહોંચે અને આ ૨ દિવસ દરમિયાન ૫૭ ક્ષ વધુ જગ્યાઓ પર આ કાર્યક્રમો ચાલુ રહેવાના છે અને તેમાં વાલીઓ પણ આવવાના છે. આ એમયુ ફેસ્ટ જે છે તેને ચાલુ કરવાનો હેતુ છે જે તે એ છે કે જે મારવાડી યુનિવર્સિટીના જે પ્રેસિડેન્ટ છે કેતનભાઈ મારવાડી અને વાઈસ પ્રેસિડેન્ટ છે.
જીતુભાઈ ચંદારાણા એમનું માનવું એવું છે કે દરેક વિર્દ્યાથી જે છે તે ખાલી ભણતર જ મહત્વનું ની પણ તેની સો સો આવી એકટીવીટીઓ પણ કરે જેનાી તે શીખી શકે. અમે ૫૦૦ થી વધારે ફેકલટીસ છીએ અને બે હજારી વધુ વિર્દ્યાીઓ છે. આ કાર્યક્રમ સવારના ૯ વાગ્યાી લઈને રાત્રીના ૧૧ વાગ્યા સુધી ચાલુ રહેવાના છે. આજનો કાર્યક્રમ જે છે તે અલગ અલગ થીમ ઉપર ડાન્સ અને ડ્રામા રજુ કરવાના છે તે શીખવાડયું છે. અમારા મારવાડીના મારૂ અને ડાન્સ ટીચર જે છે તેના માર્ગદર્શન ઉપર આખો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો છે. આવતીકાલે જે કાર્યક્રમ છે તે ફેશન શો છે.
‘અબતક’ સોની વાતચીત દરમિયાન હિતેષવરી જાડેજાએ કહ્યું કે, અમે લોકો અત્યંત આતુર છીએ આયોજનને લઈને જે રીતે ઘણા સમયી બધા વિર્દ્યાીઓ અને ફેકલ્ટીઓ અને મેનેજમેન્ટ જે રીતે તૈયારીઓ કરી રહ્યાં છે તે અમારી ખૂબ જ આશાઓ જોડાયેલી છે અને જે રીતે વિર્દ્યાથીઓ સવારી આતુર છે અને રાહ જોઈ રહ્યાં હતા કે, ક્યારે આયોજનનો પ્રારંભ થાય અને અમે લોકો ખૂબ જ ખુશ છીએ અને વિર્દ્યાથીઓ ભાગ પણ લે છે જે નવું શીખી પણ શકે અને સો સો પોતાની આવડતને પણ બાર લાવી શકે. ઘનશ્યામ ગોવિંદરામ ઢોલીયાએ કહ્યું હતું કે, એક દમ જોઈએ આપણા વડાપ્રધાન છે તેની ઈચ્છા છે કે, સાઈનીંગ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા, ન્યુ ઈન્ડિયા કાઈ પણ કરે ત્યારે તેનો ગોલ હોવો જોઈએ. આપણે હરીશચંદ્ર ન બની શકીએ પણ આપણે તેના રસ્તે તો જરૂર ચાલી શકીએ જો આપણે આવું કરશું તો આપણો દેશ નંબર વન બની જાશે.
યુવા વર્ગ છે તેના પર નિર્ભર કરે છે ત્યારે મારવાડીએ બહુ સારૂ આયોજન કહ્યું છે અને ધન્ય છે કેતનભાઈ મારવાડીને અમે તેમની ટીમને અને મારી કર્મભૂમિ છે. વાંકાનેર ફેકટરી અને ઈન્ડસ્ટ્રીનો બીઝનેસને ૩૬ વર્ષ પુરા થયા છે અને અત્યારે રહેવાનું રાજકોટમાં છે મને અહીં આવીને ખુબજ આનંદ થયો છે. હું અત્યારે આ યુનિવર્સિટીમાં પહેલીવાર આવ્યો છું બીજી બધી યુનિવર્સિટી કરતા ઘણુ બધુ સારું છે જે આપણા દેશ માટે દેશભાવી અને નામના મળે એટલે નંબર વન થવાનું છે ત્યારે આવી યુનિવર્સિટી હોય તો જ શકય છે બાકી નથી.