સુપરહિરો ફિલ્મ ‘એવેન્જર્સઃ એન્ડગેમ’ની સાથે માર્વલ યુનિવર્સના 10 વર્ષ પૂર્ણ થયા.‘આયરન મેન’, ‘બ્લેક વિડો’, ‘કેપ્ટન અમેરિકા’, ‘ધ હલ્ક’, ‘થોર’ જેવી અનેક ફિલ્મો માર્વલ યુનિવર્સનો ત્રીજો ફૅઝ પૂરો થયો અને ‘સ્પાઈડર મેન ફાર ફ્રોમ હોમ’ પછીથી મારવેલનો ચોથો ફૅઝ શરૂ થવા જઈ રહ્યો છે. આ નવા ફૅઝમાં જૂના સુપરહિરોની સાથે સાથે નવો સુપરહિરો પણ જોવા મળશે. માર્વલે 11 નવા મૂવીની જાહેરાત કરી છે કે જે વર્ષ 2020થી 2021 સુધીમાં રિલીઝ થશે.
1.‘ધ એટરનલ્સ’
માર્વલે સૌપ્રથમ ‘ધ એટરનલ્સ’નું એલાન કર્યું છે. આ ફિલ્મમાં હોલિવૂડ એક્ટર રિચર્ડ મૈડેન, એન્જેલિના જોલી, કુમૈલ, લૉરેન રિડલોફ, બ્રાયન હૈનરી, સલમા હાયેક સહિતના કલાકારો જોવા મળશે. આ ફિલ્મ નવેમ્બર, 2020માં રિલીઝ થશે.
2.‘બ્લેડ’
માર્વલની પહેલી હિટ સુપરહિરો ફિલ્મ ‘બ્લેડ’ને ફરીવાર બનાવવામાં આવશે. 1998માં આવેલી આ ફિલ્મને ચાહકોએ ઘણી જ પસંદ કરી હતી. ત્યારબાદ આ ફિલ્મમાં લીડ એક્ટર વેસ્લીએ ‘બ્લેડ 2’ (2002), ‘બ્લેડ ટ્રિનિટ’ (2004)માં કામ કર્યું હતું. હવે, માર્વલ હોલિવૂડ એક્ટર મહરશાલા અલી સાથે આ ફિલ્મને બનાવશે.
3.‘બ્લેક વિડો’
‘એવેન્જર્સ એન્ડગેમ’માં બ્લેક વિડોના પાત્રના નિધન બાદ હવે માર્વલે આની સોલો ફિલ્મની જાહેરાત કરી છે. ફરી એકવાર સ્કારલેટ જોહાનસન આ ફિલ્મમાં જોવા મળશે. આ ઉપરાંત હોલિવૂડ સ્ટાર્સ ફ્લોરેન્સ, રેચલ વેઈસ તથા ડેવિડ હાર્બર હશે. આ ફિલ્મ મે, 2020માં રિલીઝ થશે.
4.‘વાંડા વિઝન’
‘એવેન્જર્સ ઈન્ફિનિટી વોર’માં વિઝનના મોત બાદ માર્વલ વાંડા તથા વિઝનની ઓરિજનલ સીરિઝ લઈને આવી રહ્યું છે. આનું નામ ‘વાંડા વિઝન’છે. આ સીરિઝમાં એલિઝાબેથ ઓલ્સન, પોલ બેથની તથા તેયોના પેરિસ હશે. આ સીરિઝ વર્ષ 2021માં આવશે.
5.‘થોરઃ લવ એન્ડ થન્ડર’
માર્વલે થોરની ચોથી ફિલ્મ ‘થોરઃ લવ એન્ડ થન્ડર’ની પણ જાહેરાત કરી છે. આ ફિલ્મમાં ક્રિસ હેમસ્વોર્થ, ટેસા થોમ્પસન તથા નતાલી પોર્ટમેન છે. આટલું જ નહીં આ ફિલ્મમાં માર્વલનો સુપરહિરો લેસ્બિયન હશે. ટેસા ફિલ્મમાં વેલકરીનો રોલ પ્લે કરશે, તે લેસ્બિયનનું હશે. ફિલ્મમાં નતાલી પોર્ટમેન ફિમેલ થોરનું પાત્ર ભજવશે. આ ફિલ્મ નવેમ્બર, 2021માં રિલીઝ થશે.
6.‘હૉકઆઈ’
‘બ્લેડ વિડો’ તથા ‘થોર’ ઉપરાંત ‘હૉકઆઈ’ પણ કમબેક કરશે. જોકે, આ ફિલ્મને બદલે વેબસીરિઝમાં આવશે. માર્વલ હૉકઆઈ પર ઓરિજિનલ વેબસીરિઝ બનાવવા જઈ રહ્યું છે. જેમાં હોલિવૂડ એક્ટર જેરેમી રેનર, કેટ બિશપ હશે. આ સીરિઝ વર્ષ 2021માં આવશે.
7.‘વ્હોટ ઈફ’
માર્વલ પહેલી એનિમેટેડ સીરિઝ પણ બનાવશે. જેનું નામ ‘વ્હોટ ઈફ’ છે. આ સીરિઝમાં જેરેમી રાઈટ પાત્ર ધ વિચરને પોતાનો અવાજ આપશે. આ સિવાય પણ અનેક કલાકારો એનિમેટેડ પાત્રોને અવાજ આપતા જોવા મળશે. આ સીરિઝ વર્ષ 2021માં આવશે.
8.‘ડોક્ટર સ્ટ્રેન્જ’ની સીક્વલ
‘ડોક્ટર સ્ટ્રેન્જ’ની બીજી ફિલ્મ આવવા માટે તૈયાર છે. માર્વલે ફિલ્મ ‘ડોક્ટર સ્ટ્રેન્જ’ની સીક્વલ ‘ડોક્ટર સ્ટ્રેન્જ ઈન ધ મલ્ટીવર્સ ઓફ મેડનેસ’ની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં એક્ટર બેનેડિક્ટ તથા એલિઝાબેથ ઓલ્સન હશે. ફિલ્મ મે, 2021માં રિલીઝ થશે.
9.‘ધ ફેલકોન’ તથા ‘ધ વિન્ટર સોલ્જર’
‘કેપ્ટન અમેરિકા’ રિટાયર થયા બાદ હવે ફેલકોન તથા વિન્ટર સોલ્જરના પત્રોને આગળ વધારવામાં આવશે. માર્વલ ‘ધ ફેલકોન’ તથા ‘ધ વિન્ટર સોલ્જર’ નામની ઓરિજિનલ વેબ સીરિઝ લઈને આવશે. આ સીરિઝમાં એન્થની મેકી, સ્ટેન જેવા કલાકારો હશે. આ સીરિઝ વર્ષ 2020માં આવશે.
10.શેન્ગ ચી નામક નવો સુપરહિરો સામેલ થશે
માર્વલ સિનેમેટિક યુનિવર્સનામાં એક નવો સુપરહિરો આવશે. માર્વલ સ્ટુડિયો ‘શેન્ગ ચી એન્ડ ધ લિજેન્ડ ઓફ ધ ટેન રિંગ્સ’ નામની ફિલ્મ બનાવશે. આ ફિલ્મ દ્વારા માર્વલ પોતાનો પહેલો એશિયન સુપરહિરો બતાવશે, જે માર્શલ આર્ટ્સ કરતો હશે. આ ફિલ્મમાં સિમુ લી, ઔક્વાફિના તથા ટોની લેઉંગ જેવા કલાકારો હશે. આ ફિલ્મ ફેબ્રુઆરી, 2021માં રિલીઝ થશે.
11.‘લોકી’
‘થોર’ની સાથે સાથે ‘લોકી’ પણ પુનઃઆગમન કરશે. માર્વલ પોતાની ઓરિજિનલ વેબ સીરિઝ બનાવશે. જેમાં એક્ટર ટોમ હિડલસ્ટન ફરીથી લોકીનું પાત્ર ભજવશે. આ સીરિઝ વર્ષ 2021માં આવશે.