વેચાણની દૃષ્ટિએ દેશની સૌથી મોટી કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા ગુજરાતમાં આક્રમક રીતે ઉત્પાદન વિસ્તારી રહી છે. સુઝુકી મોટર ગુજરાતમાં સ્વિફ્ટનું ઉત્પાદન વધારવાની છે. નવી જનરેશનની સ્વિફ્ટ હેચબેક તેની પેરેન્ટ કંપની સુઝુકી મોટર પ્લાન્ટ ખાતે પહેલી ડિસેમ્બરથી ઉત્પાદન શરૂ કરશે અને તે જાન્યુઆરીથી ફેબ્રુઆરી ૨૦૧૮ દરમિયાન વેગ પકડશે. તેની ઉત્પાદન ક્ષમતા હાલમાં દૈનિક ૯૦૦થી ૧,૦૦૦ એકમની છે.

સુઝુકી વર્તમાન પ્લાન્ટમાંથી ૨,૫૦,૦૦૦ એકમથી વધારે ઉત્પાદન કરી શકે તેમ ન હોવાથી સ્વિફ્ટનું સમગ્ર ઉત્પાદન ગુજરાત ખાતે શિફ્ટ કરશે એવું માનવામાં આવે છે. હાલમાં સ્વિફ્ટ હરિયાણામાં માનેસર ખાતે બનાવવામાં આવે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે નવા વિકલ્પની સમીક્ષા થઈ રહી છે.નવા મોડલની માંગ બજારમાં વધી રહી હોવાથી તે પૂરી કરવા વધારાની ક્ષમતા જરૂરી છે, આથી ૨૦૨૦ સુધીનું આયોજન કરવું પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ મારુતિ સુઝુકી ૨૦૨૫ સુધીમાં ૩૦ લાખ એકમનું ઉત્પાદન કરવાનું આયોજન ધરાવે છે,

૨૦૨૦માં જ તે ૨૦ લાખ એકમની ક્ષમતા વટાવી જશે. તેની પ્રથમ દસ લાખ કારને વેચાતાં ૧૫ વર્ષ લાગ્યાં હતાં, આ અંગે ચેરમેન આરસી ભાર્ગવનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ૩૦ લાખ કારના લક્ષ્યાંકને હજી સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી.મારુતિ સુઝુકી હાલમાં જે રીતે વૃદ્ધિ પામી રહી છે તે જોતાં ૩૦ લાખ કારના વેચાણનો લક્ષ્યાંક સર કરી શકાય છે. પરંતુ લાંબા ગાળે બજારમાં અવરોધ આવશે અને ૨૦૨૦ પછી અવરોધ આવે તેમ લાગે છે. તેનું કારણ સીએએફનાં ધારાધોરણ, સલામતીનાં ધારાધોરણ અને નવી કંપનીઓ હશે એમ આઇએચએસ માર્કિટ્સના સિનિયર ઓટોમોટિવ વિશ્લેષક ગૌરવ વાંગલે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.