• મારુતિ સુઝુકી Q1 નફો

મારુતિ સુઝુકીનો પ્રથમ ક્વાર્ટરનો નફો 47% થી વધીને રૂ. 3,650 કરોડ થયો, 5,21,868 વાહનોનું થયું વેચાણ.

મારુતિ સુઝુકી ઈન્ડિયાએ બુધવારે FY25 માં જૂન ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 47% થી વધીને રૂ. 3,650 કરોડ નો જોવા મળ્યો છે, જે ખર્ચ ઘટાડવાના પ્રયાસો, સાનુકૂળ કોમોડિટીના ભાવ અને નફાને કારણે થયું હતું. ઓટો કંપનીએ એપ્રિલ-જૂન FY24માં રૂ. 2,485 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.

મારુતિ સુઝુકીનો પ્રથમ ક્વાર્ટરનો નફો 47% થી વધીને રૂ. 3,650 કરોડ થયો, 5,21,868 વાહનોનું થયું વેચાણ.

જૂન ક્વાર્ટરમાં ચોખ્ખું વેચાણ વધીને રૂ. 33,875 કરોડ થયું હતું, જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં રૂ. 30,845 કરોડ હતું, એમ એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર. કંપનીએ જણાવ્યું હતું કે ખર્ચ ઘટાડવાના પ્રયાસો, સાનુકૂળ કોમોડિટીના ભાવ અને વિદેશી હૂંડિયામણના લાભને કારણે વધ્યો નફો છે.

મારુતિ સુઝુકીનો પ્રથમ ક્વાર્ટરનો નફો 47% થી વધીને રૂ. 3,650 કરોડ થયો, 5,21,868 વાહનોનું થયું વેચાણ.

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપનીએ જણાવ્યું હતું કે તેણે પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન 5,21,868 વાહનોનું વેચાણ કર્યું છે. જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળા કરતાં 5% વધુ હતું. કંપનીએ જણાવ્યું હતું કે તેણે પ્રથમ ત્રિમાસિક ગાળામાં સ્થાનિક બજારમાં 4,51,308 એકમોનું વેચાણ કર્યું હતું, જે FY24 ના સમાન સમયગાળાની તુલનામાં 4% વધુ હતું. એપ્રિલ-જૂન FY25માં નિકાસ વેચાણ 12% વધીને 70,560 યુનિટ થયું છે. ઓટોમેકરે કહ્યું કે તેના બોર્ડે અંજલિ બંસલ અને ઈરિના વિટ્ટલની સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિમણૂક કરવાની ભલામણ કરી છે. બોર્ડે લિરા ગોસ્વામીને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે ફરીથી નિયુક્ત કરવાની ભલામણ પણ કરી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.