• વોલ્ટ્ઝ એડિશન કાર રૂ. 65,654 સુધીની એસેસરીઝ મેળવી શકે  છે.
  • LXi, VXi અને ZXi ટ્રીમ્સમાં ઓફર કરવામાં આવે છે.
  • પેટ્રોલ અને CNG બંને એન્જિન ના વિકલ્પો સાથે ઉપલબ્ધ જોવા મળે છે.

મારુતિ સુઝુકી વેગનઆર વોલ્ટ્ઝ એડિશન ભારતમાં લોન્ચ, જાણો કિંમત-ફીચર્સ

મારુતિ સુઝુકીએ ભારતમાં WagonR ની નવી Waltz લૉન્ચ કરી છે, જેની કિંમત 5.65 લાખ થી શરૂ થાય છે. આ ખાસ વેરિઅન્ટને મારુતિની લોકપ્રિય હેચબેકના LXi, VXi અને ZXi વેરિઅન્ટ પર રજૂ કરવામાં આવ્યું છે અને કારમાં 65,654 રૂપિયા સુધીની એક્સેસરીઝ ઉમેરવામાં આવી છે.

નવી મારુતિ સુઝુકી સ્વિફ્ટ CNG ભારતમાં લોન્ચ, કિંમત રૂ. 8.20 લાખ

સ્ટાન્ડર્ડ કારની તુલનામાં, WagonR Waltz લિમિટેડ એડિશનમાં વધારાની કોસ્મેટિક વસ્તુઓ જેમ કે વ્હીલ આર્ચ ક્લેડીંગ, બમ્પર પ્રોટેક્ટર, સાઇડ સ્કર્ટ, સાઇડ બોડી મોલ્ડિંગ, ડિઝાઇનર ફ્લોર મેટ્સ, સીટ કવર્સ અને ક્રોમ ગાર્નિશ ગ્રિલ મળે છે. ફીચર્સ વિશે વાત કરીએ તો, વોલ્ટ્ઝ એડિશન ફોગ લેમ્પ્સ, 6-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સ્પીકર્સ, સિક્યોરિટી સિસ્ટમ અને વેરિઅન્ટના આધારે રિવર્સ પાર્કિંગ કેમેરા સાથે આવે છે.

મારુતિ સુઝુકી વેગનઆર વોલ્ટ્ઝ એડિશન ભારતમાં લોન્ચ, જાણો કિંમત-ફીચર્સ

વોલ્ટ્ઝ એડિશન વેરિઅન્ટમાં રૂ. 65,654 સુધીની વધારાની સુવિધાઓ અને એસેસરીઝ મળે છે

વોલ્ટ્ઝ એડિશન પેકેજ વેગનઆરના તમામ પાવરટ્રેન વિકલ્પોમાં ઓફર કરવામાં આવી રહ્યું છે. ખરીદદારો 1.0-લિટર K10 અને 1.2-લિટર K12 પેટ્રોલ એન્જિન વિકલ્પો વચ્ચે પસંદ કરી શકે છે, બંને મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ વિકલ્પો સાથે ઓફર કરવામાં આવે છે. 1.0-લિટર યુનિટ LXi અને VXi વેરિઅન્ટમાં ઓફર કરવામાં આવે છે જ્યારે ZXi ટ્રીમમાં 1.2 પેટ્રોલ ઓફર કરવામાં આવે છે. LXi અને VXi વેરિઅન્ટમાં 1.0-લિટર એન્જિન સાથે CNG વિકલ્પ પણ આપવામાં આવે છે.

મારુતિનું કહેવું છે કે 1999માં લોન્ચ થયા બાદ તેણે ભારતમાં 30 લાખથી વધુ વેગનઆરનું વેચાણ કર્યું છે. અત્યાર સુધીમાં, કંપનીનું કહેવું છે કે દેશમાં હેચબેકની 32.50 લાખથી વધુ કારનું વેચાણ થયું છે, જે FY2024માં બ્રાન્ડનું સૌથી વધુ વેચાણ કરનાર મોડલ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.