બે દિવસીય ધાર્મિક કાર્યક્રમમાં મહંત સુરેશદાદા ઉપસ્થિતિ રહેશે
અબતક, રાજકોટ
પરમ કૃપાળુ પરમાત્મા તથા હનુમાનજી મહારાજની અસીમ કૃપાથી અમરેલીના તરકતળાવ નગર મઘ્યે નુતન મંદિર સવંત 2079 કારતક સુદ તેરસને રવિવાર તા. 6-11 ના રોજ હનુમાનજીના ‘મારૂતિ મહાયજ્ઞ’નું આયોજન કરવામાં આવેલ છે.
કાર્યક્રમમાં બે દિવસીય સુરત તથા અમદાવાદમાં રહેતા તરકતળાવ ગામના તમામ ગ્રામજનો તથા સહકુટુંબને પધારવા આમંત્રીત કરેલ છે. યજ્ઞમાં ભામસરાના (બગોદરા) હનુમાનજી મહારાજની જગ્યાના મહંત સુરેશદાદાની ખાસ ઉપસ્થિતિ રહેનાર છે. યજ્ઞ અંતર્ગત શાસ્ત્રી જીતેન્દ્ર એચ. ઠાકર તથા આયોજક અરવિંદભાઇ કરશનભાઇ દૂધાત અને કિશોરભાઇ દુદાભાઇ માંગરોળીયાએ જહેમત ઉઠાવેલ છે.
મારુતી યજ્ઞએ ઝાપાવાળા હનુમાનજી મંદિર, મુ.પો તરકતળાવ, અમરેલી ખાતે થનાર છે. જેમાં મુખ્ય પ્રસંગોમાં હેમાદ્રી દહેશુઘ્ધી તા. 5-11 કરતકસુદ-11 ના રોજ થનાર છે. અને મુખ્ય ધર્મ ઉત્સવ તા. 6-11 ને રવિવારના રોજ દેવ પુજન, જલયાત્રા, અગ્નિ સ્થાપના, પ્રધાન મહાઆરતી, પ્રસાદ પુજન, શીખર અભિષેક, સ્નપન, ઘ્વજા રોહણ, મહાઆરતી તથા મહાપ્રસાદ જેવા અનેક ભવ્ય કાર્યક્રમ થનાર છે. જેમાં સમસ્ત ગ્રામજનોને લાભ લેવા આયોજકોએ પધારવા આહવાન કરેલ છે.
પદયાત્રીઓ માટે નિ:શુલ્ક સેવા યજ્ઞ તથા ઘ્વજારોહણ કાર્યક્રમ
ભામસરા આશ્રમે દેવદૂત હનુમાનજીના સાનિઘ્યમાં કારતક સુદ-1 ને નૂતન વર્ષમાં આવતા સેવાયજ્ઞ કાર્યોને સૌ ભાવિકોએ બિરદાવ્યું છે. 14 વર્ષ સુધી દેવધામ આશ્રમમાં બાવળા-બગોદરા હાઇવે ભામસરા ગામના હનુમાનજી મહારાજની કૃપાથી તથા સંત પૂ. જીતુદાદાની કૃપાથી તમામ પદયાત્રીકો માટે અવિરત સેવા કાર્ય ચાલુ છે જેમાં દર શનિવારે નિ:શુલ્ક સેવા યજ્ઞો તથા વિવિધ માનવ સહાયક કેમ્પનું કાયમી ધોરણે આયોજન થતું હોય છે. આમ, રામ દૂત હનુમાનજી કષ્ટભંજન મંડળના સંચાલકો અને સ્વયંસેવકો દ્વારા કેમ્પનો લાભ લેવા આહવાન કરેલ છે. આશ્રમના હનુમાનજી મંદિરે ઘ્વજા રોહણ અને પૂજા વિધી આયોજન કરવામાં આવેલ છે. જેમાં તમામ ભકતો અને પદયાત્રીકોને લાભ લેવા સેવક મનીષદાદા, સુરેશદાદા તથા જૈમિન માવાણી દ્વારા જાહેર આમંત્રણ આપેલ છે.