• 39 કર્મચારીઓ અને  39 ચેનલ પાર્ટનર્સને અપ્રતિમ યોગદાન અને  ઉત્કૃષ્ટતા માટેના પ્રયાસો બદલ જવેલ્સ ઓફ શ્રી મારૂતિ એવોર્ડથી નવાજયા

લોજિસ્ટિક્સ ઇન્ડસ્ટ્રીમાં સતત વૃદ્ધિ, પ્રયાસો અને સફળતાના લગભગ ચાર દાયકાની સફરને આગળ ધપાવતા શ્રી મારૂતિ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ લિમિટેડે  વિવિધ પહેલ સાથે 39મી વર્ષગાંઠની ઊજવણી કરી હતી. ભારતની ઇનોવેશન આધારિત કુરિયર અને લોજિસ્ટિક્સ કંપનીએ પોતાની વાર્ષિક પહેલ ’વેલ્સ ઓફ શ્રી મારૂતિ’ હેઠળ 39 ચેનલ પાર્ટનર્સ અને 39 કર્મચારીઓને તેમની દ્રઢ પ્રતિબદ્ધતા, અવિરત મહેનત અને સંસ્થા પ્રત્યેની અદ્વિતીય વફાદારી બદલ સર્ટિફિકેટ્સ આપીને સન્માનિત કર્યા હતા. સ્થાપના દિવસે કંપનીએ નવા 39 ચેનલ પાર્ટનર્સના જોડાણની પણ જાહેરાત કરી હતી.

કંપનીના ગૌરવપૂર્ણ 39 વર્ષોની ઊજવણી અંગે શ્રી મારૂતિ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ લિમિટેડ(જખઈંકય)ના મેનેજિંગ ડિરેક્ટર   અજય મોકરિયાએ જણાવ્યું હતું કે ’અમે અમારી કામગીરીના 39 ઝળહળતા વર્ષો પૂર્ણ કરી રહ્યા છીએ ત્યારે અમે સાચા અર્થમાં વર્લ્ડ-ક્લાસ કંપની બનાવવા માટેની અત્યાર સુધીની સફર, સિદ્ધિઓ અને સીમાચિહ્નોનું સિંહાવલોકન કરીએ છીએ. આ 39 વર્ષોમાં શ્રી મારૂતિએ લોજિસ્ટિક્સમાં અગ્રણી કંપની તરીકે પોતાને સ્થાપિત કરી છે અને ભારતભરના અનેક વ્યવસાયોની કરોડરજ્જુ બની રહી છે. ઇનોવેશન અને પ્રતિબદ્ધતા થકી અમે એક એવો વારસો ઊભો કર્યો છે જે કરોડો લોકોની લોજિસ્ટિક્સની જરૂરિયાતો પૂરી કરે છે. સ્વપ્નો સાકાર કરે છે અને સમગ્ર શહેરી અને ગ્રામીણ વિસ્તારોના વિકાસને ટેકો આપે છે.

ડોમેસ્ટિક ડિલિવરી, એક્સપ્રેસ બેગેજ ડિલિવરી સર્વિસ (ટ્રાવેલ ફ્રી), કોસ બોર્ડર લોજિસ્ટિક્સ, ઇ- કોમર્સ, 3પીએલ અને ફુલફિલમેન્ટ સોલ્યુશન્સ સહિતની વિવિધ પ્રકારની સર્વિસીઝ સાથે શ્રી મારૂતિએ લોજિસ્ટિક્સ ઇન્ડસ્ટ્રીમાં એક લીડર તરીકેની તેની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે. ઈઘકઉટઊછજઊ, ણકઈંઝઊ અને ઈંગગઘઉઊક જેવી સેવામાં  હાયપરલોકલ ડિલિવરી, ઓનલાઇન સ્ટોર ક્રિએશન, સેમ-ડે ડિલિવરી અને ટેમ્પરેચર-સેન્સિટિવ પ્રોડક્ટ્સ જેવી સર્વિસીઝ માટે ક્રાંતિ સર્જી છે.

વિકાસપાત્ર અભિગમ સાથે શ્રી મારૂતિએ મેટ્રો શહેરોમાં તેની ફ્લીટમાં અનેક ઇ-વ્હીકલ્સ પણ ઉમેર્યા છે અને ઇકો-ફ્રેન્ડલી લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ માટે નવા સ્ટાન્ડર્ડ્સ સ્થાપ્યા છે. કંપનીએ સ્કાય એર સાથેના સહયોગમાં ભારતની સૌપ્રથમ ડ્રોન-આધારિત ડિલિવરી સર્વિસીઝ પણ લોન્ચ કરી છે.

અજય મોકરિયાએ માનવંતા ક્લાયન્ટ્સ, ચેનલ પાર્ટનર્સ, એસોસિયેટ્સ, વેન્ડર્સ, કસ્ટમર્સ અને શુભેચ્છકોની શ્રી મારૂતિની વિકાસની સફરમાં આપેલા યોગદાનની પણ સરાહના કરી હતી. છેલ્લા 39 વર્ષોમાં અમારી સફળતા અમારા 20,000થી વધુ કર્મચારીઓના અથાક પરિશ્રમ અને પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. અમે હજુ વધુ સીમાચિહ્નો હાંસલ કરવા માટે સજ્જ છીએ અને અમારા તમામ માનવંતા ગ્રાહકો, ચેનલ પાર્ટનર્સ, કર્મચારીઓ અને લોજિસ્ટિક્સ ઇન્ડસ્ટ્રીના તમામ હિતધારકો માટે વધુ સારી ઇકોસિસ્ટમ ઊભી કરવા અને ઇનોવેટિવ લોજિસ્ટિક્સ સોલ્યુશન પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. એમ   અજય મોકરિયાએ ઉમેર્યું હતું.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.