ભારતની સૌથી મોટી કાર બનાવતી કંપની મા‚તિ સુઝુકી એ હાલમાં સેલેરિયો કારનું લિમિટેડ એડિશન લોન્ચ કર્યુ છે. જો કે કારના મિકેનિકલ ભાગમાં કોઇ ખાસ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ તેમા કેટલીક એડિશનલ એસેસરીઝ નાખવામાં આવી છે હવે ચાલો જાણીએ આ કારના ફેરફારો વિશે જે આ પ્રમાણે છે….
ફેરફારની જો વાત કરીએ તો તેમાં બહાર ફોગ લેમ્પ્સ, હેડલેમ્પ્સ, ટેલગેટ અને ડોર વિન્ડોઝ પર ક્રોમ ગાર્નિશિંગ કરવામાં આવ્યું છે. ઉપરાંત તેમાં ડિઝાઇનર બોડી ગ્રાફિક્સ, સાઇડ મોલ્ડિંગ, રિયર પાર્કિગ સેંસર્સ અને ડોર વિઝર્સ વધારાની એસેસરીઝ જોડવાનો ઓપ્શન આપે છે.
કેબિનની અંદર તમને ટૂ ટોન સીટ કવર્સ, મેચિંગ સ્ટીયરિંગ કવર અને સિલિંડ્રિકલ ટિશુ બોક્સ અને એબિએન્ટ લાઇટિંગ પણ આપવામાં આવી છે.આ કિટની કિંમત ફક્ત ૧૧,૯૯૦ ‚પિયા છે તેમજ કં૫નીનું એવુ કહેવુ છે કે આ કિટની કિંમત ૪૦% ઓછી છે અને જુના મેડિલના મુકાબલે નવુ મોડલ ૧૬,૨૮૦ ‚પિયા મોંઘુ છે.