મારૂતિ કુરીયર ગ્રુપ ૧૦૦૦૦ થી વધુ પરિવારોની આજીવિકાનો સ્ત્રોત: અબોટી બ્રહ્મ સમાજમાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્રાંતિ નિર્માણનો શ્રેય રામભાઇ મોકરીયાને ફાળે
દેશની નંબર ૧ કુરીયર કંપની શ્રી મારૂતિ કુરીયર સર્વિસીઝ પ્રા.લી. ના ફાઉન્ડર ચેરમેન રામભાઇ મોકરીયાનો આજે જન્મદિવસ છે. જેઓ ગુજરાતના ઉઘોગ સાહસિકોની યાદીમાં અગ્રતા ક્રમે છે. બ્રહ્મસમાજમાં મુઠી ઉંચેરી પ્રતિભા તરીકે તેમની ગણના થાય છે. રામભાઇના નાનપણથી જ સાહસિકતા અને નેતૃત્વના ગુણો ધરાવે છે. વિઘાર્થી કાળથી જ અખિલ ભારતીય વિઘાથી પરિષદ સાથે જોડાયેલ, ૧૯૭૬થી જનસંઘમાં કાર્યરત થયા અને ૧૯૮૦થી આજ પર્યન્ત ભાજપમાં સક્રિય છે.
રામભાઇએ સૌરાષ્ટ્રના પાંચ સેન્ટરથી પ્રારંભ કરેલ શ્રી મારૂતિ કુરીયર સર્વિસ પ્રા.લી. હાલમાં દેશભરમાં ર૩૦૦ થી વધુ લોકેશન સાથે કુરીયર બીઝનેશમાં ૩પ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર દેશની એકમાત્ર અને સર્વપ્રથમ ઇન્ડિયન કુરીયર કંપની તરીકેનું શ્રેય મેળવેલ છે. ઇન્ટરનેશનલ સર્વિસ ને વિસ્તારવા યુ.કે.માં સ્વતંત્ર સર્વિસ શરૂ કરેલ છે.
શ્રી મારૂતિ કુરીયર ગ્રુપ દ્વારા લોજીસ્ટીક, હોટેલ, રીયલ એસ્ટેટ અને આઇ.ટી. સેકટરમાં પણ ડાયર્સીફીકેશન કરવામાં આવેલ છે. શ્રી મારૂતિ કુરીયર ગ્રુપ ૧૦,૦૦૦ થી વધુ પરિવારોની આજીવિકાનો સ્ત્રોત છે. ૩પ વર્ષથી સતત કવોલીટી સર્વિસ ને કારણે મેળવેલ વિશ્ર્વસનીયતાથી આજે શ્રી મારૂતિ કુરીયર ગ્રુપ કોર્પોરેટ સેકટર, બેંકર્સ, વ્યાપારી વર્ગ અને કસ્ટમર્સમાં કુરીયના પર્યાય તરીકે ઓળખાય છે.
પોરબંદર વિસ્તારના બ્રહ્મસમાજમાં રોજગારીની અછત અને બીઝનેશ માટે જૂજ તકો વચ્ચે રામભાઇ મોકરીયાએ ૧૯૮૫ થી આજ પર્યન્ત કુરીયરમાં સેંકડો યુવાનોનું હીર પારખી, તેમની સુષુપ્ત શકિતઓને જાગૃત કરી આર્થિક રોકાણ કે જોખમ વગર બ્રાન્ડેડ બીઝનેશ ની એક સુવર્ણ તક આપી છે. આ યુવાનોને શ્રી મારૂતિ કુરીયર સર્વિસ પ્રા.લી. ની સાથે જોડી તેમને બિઝનેશની પ્રોફેશનલ ટ્રેનીંગ આપી ઇન્ડિયાના મેટ્રો સીટીમાં બીઝનેશમેનનું સ્ટેટસ અપાવ્યું અને તેઓ આજે ૬ આંકડા સુધીની માસિક આવક પ્રાપ્ત કરી રહ્યા છે. આજે તેમના સંતાનો વિદેશમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને આગળ વધી રહ્યા છે.
પરંપરાગત આંગડીયા સર્વિસ ને બદલે અલ્ટ્રામોડર્ન અને ટેકનોલોજી થી સજજ કુરીયર સર્વિસનો ટ્રેન્ડ સેટ કરવાનું શ્રેય રામભાઇ મોકરીયાને ફાળે જાય છે. આ ઉ૫રાંત ૩પ વર્ષ અગાઉ ઇન્ડિયન એકસપ્રેસ ઇન્ડસ્ટ્રીને ફ્રેન્ચાઇઝી મોડેલ નો સફળ ક્ધસેપ્ટ આપનાર પણ રામભાઇ મોકરીયા સૌ પ્રથમ છે. ‘કુરીયર સર્વિસ’ને અબોટી બ્રહ્મસમાજનો મુખ્ય બિઝનેશ બનાવીને પોતાના સમાજની કાયાપપલટ કરવામાં રામભાઇની મુખ્ય ભુમિકા છે. અબોટી બ્રહ્મસમાજમાં સામાજીક, આર્થિક અને શૈક્ષણિક ક્રાંતિના નિર્માણ નું શ્રેય આપવું હોય તો રામભાઇ મોકરીયા તેના સાચા હકકદાર છે.
વર્તમાન કોરોનાની વૈશ્ર્વિક મહામારી દરમ્યાન દેશની જનતાને સહાયરૂપ થવા રામભાઇએ શ્રી મારૂતિ કુરીયર સર્વિસ પ્રા.લી. દ્વારા પ્રધાનમંત્રીના રીલીફ ફંડમાં રૂા ૧.૦૮,૦૦,૦૦૦/- (અંકે રૂ. એક કરોડ આઠ લાખ) અર્પણ કરેલ છે. ઉપરાંત મુખ્યમંત્રીના રીલીફ ફંડમાં પણ રૂ. ૧૦.૮૦,૦૦૦/- નું ફંડ અર્પણ કરેલ છે. શ્રી મારૂતિ કુરીયર સર્વિસ પ્રા.લી. ના કર્મયોગીઓ દ્વારા રાષ્ટ્રીય યોગદાન તરીકે દરેક સ્ટાફના એક દિવસના સેલેરીની રકમ કુલ રૂા ૮,૧૦,૦૦૦/- (અંકે રૂપિયા આઠ લાખ દસ હજાર) ની સહાય પીએમ ફંડ માં અર્પણ કરવામાં આવેલ છે. શ્રી મારૂતિ કુરીયર પરિવાર તરફથી કુલ રૂા ૧૧,૨૬,૯૦,૦૦૦/- (અંકે રૂપિયા એક કરોડ છવ્વીસ લાખ નેવું હજાર પુરા) દેશની જનતાની સેવામાં અર્પણ કરેલ છે. તાજેતરમાં લોકડાઉન ના પીરીયડ દરમ્યાન દેશભરના પ૦ જેટલા શહેરમાં શ્રી મારૂતિ કુરીયર સર્વિસ ના પોરબંદર જીલ્લાના ચેનલ પાર્ટનર્સ ની ટીમ દ્વારા સમયોચીત જરૂરીયાત મુજબ સ્વૈચ્છીક રીતે ગરીબ પરિવારોને ભોજન તથા રાશન કિટ પહોંચતી કરેલ છે. પુલવામાં એટેક સમયે દેશની રક્ષા કાજે શહીદ થનાર ૪૪ જવાનોના પરિવાર માટે હુંફની લાગણી સાથે રૂા. ૧૧,૧૧,૧૧૧/- (અંકે રૂપિયા અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર પુરા) નું આર્થિક યોગદાન અર્પણ કરેલ હતું.
રામભાઇ મોકરીયાના બન્ને યુવાન પુત્રો અજય મોકરીયા અને મૌલિક મોકરીયા કુરીયર અને લોજીસ્ટીક ઇન્ડસ્ટ્રીના વૈશ્ર્વિક પ્રવાહોથી વાકેફ છે. અને વ્યવસાય અર્થે વિશ્ર્વની સફર ખેડી ચુકેલ છે. હાલમાં બન્ને શ્રી મારૂતિ સર્વિસીઝ પ્રા.લી. નું સુકાન સંભાળી રહ્યા છે અને કંપનીની ગોલ્ડન જયુબેલી તરફથી ગતિશીલતાને વેગ આપી રહ્યા છે. હાલમાં તેઓ બન્ને રામભાઇ ની રાહબરી નીચે કોર્પોરેટ ટીમ સાથે વિશ્ર્વકક્ષાના વિકાસ માટે કટીબઘ્ધ છે તેમણે એકસપ્રેસ કાર્ગો સફળ ક્ધસેપ્ટ શરૂ કરેલ છે અને વેર હાઉસીંગ કોલ્ડચેઇન ગિેરે વર્ટિકલનું પ્લાનીંગનું કરેલ છે.
કોન્ટેકલેન્સ ડીલીવરી દ્વારા ડિઝીટલાઇફેશન જેવા વર્લ્ડ કલાસ ટ્રેન્ડ અપનાવી રહ્યા છે.
હાલમાં કોરોનાની વૈશ્ર્વિક મહામારીના ભારતના અર્થતંત્ર ને પૂર્વવત ધબકતું કરવું અતિ આવશ્યક છે. શ્રી મારૂતિ કુરીયર સર્વિસ દ્વારા કોરોના વાયરસના અનુસંઘને સેન્ટ્રલ ગવર્નમેન્ટની ગાઇડલાઇન અને સુચના મુજબ તા. ૨૦-૪-૨૦૨૦ થી શ્રી મારૂતિ કુરીયર સર્વિસ ફરીથી કાર્યરત કરી દેવામાં આવેલ છે. રામભાઇને મારૂતિ કુરીયરના વિશાળ પરિવાર:, બહોળો મિત્ર વર્ગ, કોર્પોરેટર બિઝનેશ એસોસીએટસ, કમ્ટમર્સ, શુભેચ્છકો તથા વડીલો તરફથી તેમના મો. નં. ૯૭૩૭૪ ૯૯૯૧૮ પર જન્મદિવસની શુભેચ્છાની વર્ષા થઇ રહી છે.