મારૂતી-હ્યુંડાઇની સફર ‘રામભરોસે’
સલામતીના રેન્કિંગમાં મારૂતીને મીંડુ, હ્યુંડાઇને ૨ સ્ટાર અને કીયાને ૩ સ્ટાર મળ્યા
ભારતમાં મારૂતી સુઝુકીની ગાડી આવતા ફોર વ્હીલ બજારમાં ક્રાંતિ જેવો ઘાટ ઘડાયો હતો. રૂડી, રૂપકડી અને હાઈસ્પીડ કાર બજારમાં આવી હતી જેને લઈ લોકો હાઈસ્પીડ ગાડી ખરીદવા માટે તલપાપડ થયા હતા. એક સમયે હાઈસ્પીડ કાર પાછળ લોકો દિવાના હતા તેમાં શંકાને કોઈ જ સ્થાન નથી અને હાલ પણ એવો એક ચોકકસ વર્ગ છે પરંતુ હવે લોકો સુરક્ષિતા તરફ વધુ સચેટ થયા છે અને કઈ કારમાં લોકોને વધુ સલામતી મળે છે તે અંગે લોકો વધુ ગંભીર બન્યા છે ત્યારે કાર અકસ્માતમાં જવાબદાર પરીબળ અંગે સચોટ તપાસ કરવાની જરૂરીયાત છે પરંતુ તે જવાબદારી કોની એ સવાલ પણ ઉપજે છે. ભારતમાં વર્ષ ૨૦૧૯માં કુલ ૪.૮૧ લાખ રોડ અકસ્માતના બનાવો નોંધાયા છે જેમાં આશરે ૧.૫૧ લાખથી વધુ લોકોના મોત નિપજયા હતા. રોડ અકસ્માતમાં કયારેય વાહન ચાલકો તો કયારેક રોડ અકસ્માતનો વાંક કાઢી મામલો રફેદફે કરી દેવામાં આવે છે અને તે અંગેની કોઈ સચોટ તપાસ પણ કરવામાં આવતી નથી. અકસ્માત થાય તેમાં ગાડીની સલામતીનો મુદ્દો કયારેય પણ ધ્યાને લેવામાં આવતો નથી.કાર કંપનીઓ મોડલ બજારમાં લોન્ચ કરે ત્યારે પણ મુદ્દો ધ્યાને લેવાતો નથી. જયારે આરટીઓ રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવે ત્યારે પણ આ મુદ્દો ખોરંભે મુકાઈ જતો હોય છે જેનો ભાગ અન્ય કોઈ નહીં પરંતુ સામાન્ય પ્રજા બનતી હોય છે જે પોતાની સુવિધા માટે રૂપિયા ખર્ચીને ગાડી ખરીદતા હોય છે પણ પરિણામે અકસ્માતમાં જીવ ગુમાવવા સુધી જતુ હોય છે. ગાડીમાં સુરક્ષાના સાધનો એટલે કે પેરામીટરને ધ્યાને લેવામાં આવવા જોઈએ પરંતુ તેનો કોઈ યોગ્ય રીતે નિકાલ લાવી શકતું નથી. આરટીઓ તંત્ર પણ અનેકઅંશે ઉણુ ઉતર્યું છે જેથી અબા, ડબા, જબા જેવો ઘાટ પણ સર્જાયો છે. આરટીઓ વાહન વ્યવહાર મુદ્દે સલામતી સપ્તાહ સહિત અનેક જાગૃતિના કાર્યક્રમો કરે છે પરંતુ આરટીઓ પોતે જ આ બાબતો ધ્યાને લેતી નથી તેવું પ્રાપ્ત આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. હાલના મુદ્દે અજવાળુ પુરુ પાડતા દિવડાના પછવાડે જ અંધારું તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.
મારૂતી હ્યુન્ડાઈ જેવી ગાડીઓ રામભરોસે ચાલી રહી હોય તેવું સ્પષ્ટપણે માનવામાં આવે છે. સુરક્ષા મુદ્દે મારૂતી અને હ્યુન્ડાઈની ગાડીઓ સલામતીના મુદા પર પૂર્ણ: નિષ્ફળ નિવડી છે ત્યારે સલામતીના રેન્કિંગમાં મારૂતીને ઝીરો સ્ટાર જયારે હ્યુન્ડાઈને ટુ સ્ટાર મળ્યા છે એવી જ રીતે હાલ લોકોમાં ચર્ચિત એવી કિયા મોટર્સને થ્રી સ્ટાર આપવામાં આવ્યા છે. રેટીંગના મુદ્દે મારૂતી સુઝુકી કંપનીના સુત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મારૂતીની તમામ ગાડીઓ વૈશ્ર્વિક સેફટી સ્ટાન્ડર્ડને ધ્યાને લઈ બનાવવામાં આવી છે અને ડીયુલી ટેસ્ટેડનું સર્ટીફીકેટ પણ ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યું છે.
ગાડીની સલામતી માટેના પેરામીટરને ધ્યાને લેવામાં આરટીઓ તંત્ર ઉણુ ઉતર્યું
આરટીઓની જવાબદારી ઘણાખરા અંશે વધુ જોવા મળતી હોય છે. ગાડીની નોંધણી કરતી વેળાએ પણ આરટીઓ કારની સલામતી માટેના જે પેરામીટરો હોવા જોઈએ તેને ઓળખવામાં અને તેને પારખવામાં ઉણુ ઉતર્યું છે. રોડ અકસ્માતમાં લોકો પોતાનો જીવ પણ ગુમાવી દેતા હોય છે પરંતુ ખરાઅર્થમાં ગાડી સલામત છે કે કેમ ? એ જાણવું પણ એટલું જ જરૂરી છે. જેને ધ્યાને લેતા આરટીઓ તંત્ર પણ પૂર્ણરૂપથી ઉણુ ઉતર્યું છે ત્યારે કયાંકને કયાંક પોતાની જવાબદારી ગંભીરતાપૂર્વક નિભાવેલી ન હોવાનું પણ સામે આવ્યું છે.
ગાડી બનાવતી કંપનીઓ ગાડી માટેની સલામતીને ધ્યાને ન લેતી હોય તેવું ચિત્ર આવ્યું સામે
મોંઘીદાટ ગાડી બનાવતી કંપનીઓ ગાડીના મોડલો વિશેષરૂપથી ધ્યાને લઈ બનાવતું હોય છે. બીજી તરફ નવા મોડલોની સાથે નવી ટેકનોલોજીનો પણ આવિષ્કાર કરવામાં આવે છે પરંતુ હકિકત તો છે કે જે ગાડી બનાવતી કંપનીઓ ગાડીની સલામતી માટે શું કામ ગંભીરતાથી વિચારતી નથી પરિણામરૂપે મોંઘીદાટ ગાડી હોવા છતાં પણ લોકોએ તેમનો જીવ ગુમાવવો પડે છે. સર્વેમાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે મારૂતી ગાડી સલામતીના મુદ્દે મીંડુ આપવામાં આવ્યું છે. આ તમામ પરીબળોને ધ્યાને લઈ આવનારા સમયમાં ગાડી ઉત્પાદન કરતી કંપનીઓએ ઉત્પાદનની સાથોસાથ સલામતી અંગેના પરીબળોને પણ મુખ્યરૂપથી ધ્યાને લેવા પડશે.