26 જુલાઈના રોજ કારગીલ યુદ્ધનો અંત આવ્યો હતો. કારગિલ યુદ્ધમાં અનેક જવાનોએ શહીદી વહોરી છે. જેમાં અનેંક જવાનોએ પોતાનાં જીવ ગુમાવ્યા છે. દરવર્ષે 26 જુલાઈનાં રોજ કારગિલ વિજય દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે. સાથેજ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અપવામાં આવે છે. ત્યારે કારગિલ વિજયને 21 વર્ષ આજરોજ પૂર્ણ થયા છે. ત્યારે રાજકોટ મારવાડી યુનિવર્સીટી ખાતે રાજકોટ એન સી સી બટાલિયન દ્વારા કારગિલ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટની મારવાડી યુનિવર્સિટી અને રાજકોટ એન સી સી દ્વારા કારગિલ વિજય દિવસને અનુલક્ષીને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એન સી સી રાજકોટ અને આજુબાજુના વિસ્તારના એન સી સી કેડેટ્સ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. રાકતદાન કરીને એન સી સી કેડેટ્સે કારગિલના યુદ્ધમાં શહીદ થયેલા દેશના જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આજથી 21 વર્ષે પહેલા કારગિલ યુદ્ધનો અંત આવ્યો હતો. આ યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો પરંતુ ભરતના ઘણા યોદ્ધાઓએ પોતાના ભોમને કાજ જીવ ગુમાવ્યો હતો.
મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં એંન સી સી દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં એન સી સીના કેડેસ્ટ્સ ઉપસ્થિત રહ્યા હતાં અને રાકરદાન કર્યું હતું. આ તકે પ્રથમ મહિલા અંજલિબેન રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન કેમ્પમાં એન સી સી કેડેટ્સને પ્રોત્સાહન આપવા માટે ભારતીય સૈનિયના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન કેમ્પમાં 100થી વધું એન સી સી કેડેટ્સે રક્તદાન કરી શહિદ જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી.
શહિદોને શ્રધ્ધાંજલી આપવા મારવાડીમાં રકતદાન યોજાયો તે ખુશીની વાત: સંદિપ સંચેતી (વી.સી.)મારવાડી
મારવાડી યુવીનીવર્સીટીના વાઇસ ચાંસિલર સંદીપ સંચેતીએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે.. 22માં કારગિલ વિજય દિવસની ઉજવણી મારવાડી યુનિવર્સિટી ખાતે કરવામાં આવી હતી જે ખુશીની વાત કહી શકાય. કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગ રૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુઁ. જેમાં એન સીસીના કેડેટ્સ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. જેમાં 100થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પમાં અંજલિબેન રુપાણી ઉપસ્થિત રહ્યા હતા સાથેજ ડિફેન્સ અને મિલિટરીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ફકત શરહદ પર જઈને જ દેશની સેવા ન થાય, આપણુ ઘર અને આજુબાજુના વિસ્તાર સ્વચ્છ રાખીને પણ દેશની સેવા થાય: રૂચિતા સાગઠીયા (એનસીસી કેડેટ)
એન સી સી કેડેટ રુચિતા સાગઠિયાએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે. કારગિલ વિજય દિવસની ઉજવણી અને એ યુદ્ધમાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે મારવાડી યુનિવર્સીટી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એન સી સી કેડેટ્સ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. ભરતના દરેક વ્યક્તિના રક્ત પર સૌથી પહેલો માં ભરતીનો અધિકાર છે. જરૂરી નથી કે દરેક વ્યક્તિ બોર્ડેર પર જઈને દેશ ભક્તિ થાય તેમ જરૂરી નથી.તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં સ્વચ્છતાનું પાલન કરવું સરકારની તમામ સુચના અને ગાઈડ લાઈનનૂ પાલન કરવું તેમજ જરૂરિયાત મંદ લોકોની સમયે મદદ કરવી એ પણ દેશભક્તિ છે.