દાદરા નગર હવેલી પોલીસ દ્વારા શુક્રવારના રોજ સાયલી પોલીસ ટ્રેનીંગ સેન્ટરમાં દેશમાં કર્તવ્યનું નિર્વાહ કરતા એમના પ્રાણોની આહુતિ આપનાર પોલીસના અમર શહીદોને દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસ શહીદ દિવસના અવસર પર શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.
દાનહ પોલીસ ટ્રેનીંગ સેન્ટરમાં આયોજિત આ કાર્યક્રમમાં પોલીસની ટીમ દ્વારા શહીદોના સન્માનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જેમાં દાનહ દમણ દીવ આઈજી સહીત અન્ય પોલીસ અધિકારી ભાગ લીધો હતો. ત્યાર બાદમાં પુષ્પચક્ર અર્પિત કરવામાં આવ્યું હતું. દરેક અધિકારી શહીદ સ્મારક સામે ઉભા રહી પોલીસ બેન્ડ દ્વારા શ્રદ્ધાંજલિ આપવા માટે લાસ્ટ પોસ્ટની ધૂન વગાડવામાં આવી હતી.
દરેક પોલીસ અધિકારી શહીદોની યાદમાં બે મીનીટનું મોંન રાખ્યું હતું. દરેક પોલીસ અધિકારી દ્વારા શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો ઉદેશ્ય આજના દિને વર્ષ 1959માં ભારતીય પોલીસ દળની એક ટીમ લડાખ વિસ્તારમાં માતૃભૂમિની રક્ષા કાજે તૈનાત હતી, જેના પર એક પહાડી પર છુપાયેલ ચીની સૈનિકની મોટી ટુકડી દ્વારા અચાનક આક્રમણ કરવામાં આવ્યું હતું.
પોલીસ દળના 10 જવાનો લડાઈમાં વીરગતિને પ્રાપ્ત થયા હતા ત્યારથી દર વર્ષે શહીદોની યાદમાં અને સાથે દેશની સેવામાં પ્રાણ ન્યોચ્છાવર કરવાવાળા દરેક પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવે છે આ કાર્યક્રમમાં દીવ દમણ અને દાનહના ઇન્ચાર્જ, SP, DYSP, SDPO, IPS અધિકારીઓ તેમજ દમણ પોલીસના અધિકારી સેલવાસ ફાયર વિભાગના અધિકારી તેમજ પોલીસ વિભાગના અધિકારી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા