શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ભારત રત્ન અપાવવા હિન્દુસ્તાન સોશ્યિલીસ્ટ રીપબ્લીકન એસો.નું અભિયાન
મહાન યુવા ક્રાંતિકારીઓ શહીદ ભગતસિંહ, શહીદ સુખદેવ, શહીદ રાજગુરુ, હસતા મોઢે દેશની આઝાદી માટે ફાંસીના માંચડે ચડી ગયા હતા, અને ભારતની આઝાદીના ૭૨(બોતેર) વર્ષ થયા હોવા છતાં આવા મહાન યુવા ક્રાંતિકારીઓને આજદિન સુધી દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન આપવામાં આવેલ નથી. તેમજ શહીદનું બિરુદ પણ આપવામાં આવેલ નથી તેમજ શહીદનું બિરુદ પણ આપવામાં આવેલ નથી. માટે સામાન્ય માણસ સુધી આ વાત પહોંચે તેમજ આ મહાન ક્રાંતિકારીઓ પ્રત્યે સન્માનની ભાવના જાગે માટે શહીદ જાગૃતિ અભિયાન નામની રેલી તા. ૧૨ના રોજ સવારે ૯.૩૦ વાગ્યેથી રાજકોટમાં ૧૦૦થી વધુ ફોરવિલના કાફલા સાથે ક્રાંતિકારીને ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવે તેવી માંગ કરેલ છે. ભારતના ૫૪૨ સાંસદ સભ્યો, ગુજરાતના ૧૮૨ ધારાસભ્યો અને ભારત ૩૦ મુખ્યમંત્રીઓને પણ પત્ર લખી ત્રણેય યુવા શહીદોને ભારત રત્ન પુરસ્કાર આવનાર ૨૬મી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ આપવામાં આવે માટે ભારતના વડાપ્રધાન તેમજ પ્રેસિડેન્ટને પત્ર લખી ભલામણ થશે સાથે જ હિન્દુસ્તાન સોશ્યલીસ્ટ રિપબ્લિકન એસોસિએશનના સભ્યો દ્વારા અત્યાર સુધીમાં ૧૯૦૦૦ પોસ્ટ કાર્ડ સામાન્ય નાગરિકો પાસે ગુજરાતથી લખાવેલ તેમજ પંજાબથી ૪૫૦૦ તેમજ હરિયાણાથી પણ હાલ પત્ર લખાવી વડાપ્રધાનને મોકલવાનું ચાલુ છે, જે લોકો પત્ર નથી લખી શકતાં તે મિસકોલ મારીને પણ સમર્થન આપી શકે છે. જેના મો. ૯૭૮૩૩ ૫૦૪૪૪ છે. જે મિસકોલ નંબરનું લીટ્ પણ વડાપ્રધાનને મોકલવામાં આવશે.
આ અભિયાનમાં દિપકભાઈ બસીયા, સાગરભાઈ જારીયા, સંજયભાઈ કુંભરવાડીયા, અતુલભાઈ ફળદુ, વિરલભાઈ કાકડીયા, દિપકભાઈ રબારી, દિવ્યેશભાઈ ચોવટીયા, વિશાલભાઈ ગોહિલ, તુષારભાઈ ડોડીયા, સુરજ ડેર, વિનોદભાઈ દેસાઈ, કેયુરભાઈ દેસાઈ, મહેકભાઈ મકવાણા, ભરત બસિયા, વિશાલભાઈ
જીલરીયા વગેરે સભ્યોએ જહેમત ઉઠાવી હતી.