હાલ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં ભલે વરસાદની ઘર વર્તાય રહી હોય પરંતુ આવતા સપ્તાહે આ ઘટ મોટાભાગે પૂર્ણ થઈ જાય તેવું સાનુકુળ વાતાવરણ બની રહ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ચાલુ સપ્તાહે સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ પડયો હતો.
બંગાળની ખાડીમાં આજે લો-પ્રેશર સર્જાશે ૪૮ કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તીત થઈ વધુ મજબુત બનશે
દરમિયાન આજ સાંજ સુધીમાં બંગાળની ખાડીમાં બનેલુ સાયકલોનીક સરકયુલેશન લો-પ્રેશરમાં પરિવર્તીત થયા બાદ વેલમાર્ક લો-પ્રેશર અને ૪૮ કલાકમાં વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે તે ઉતર પશ્ર્ચિમ દિશામાં આગળ વધશે અને ઓરિસ્સાના દરિયાકિનારે આવી પહોચશે જેની અસર આગામી મંગળવારથી સૌરાષ્ટ્રમાં જોવા મળશે. આ સિસ્ટમ ખૂબજ શકિતશાળી હોવાથી સૌરાષ્ટ્રમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થશે.
આ ઉપરાંત મોનસુન ફ હાલ નોર્મલ પોઝીશનથી દક્ષિણ તરફ છે. અને ત્રણ દિવસ ત્યાંજ રહેશે વાતાવરણ બધી રીતે સાનુકુળ છે. આવતા સપ્તાહે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ વરશે અને જળાશયોમાં પણ પાણીની માતબર આવક થાય તેવી સુખદ સંભાવના વર્તાય રહી છે. આગામી ત્રણેક દિવસ સૌરાષ્ટ્રમાં લોકલ ફોર્મેશનના કારણે છૂટાછવાયો વરસાદ પડતો રહેશે સાયકલોનીક સરકયુલેશન હાલ પૂર્વીય રાજસ્થાન પર સ્થિર છે. જોકે સિસ્ટમ નબળી પડી ગઈ હોવાથી ભારે કે સાર્વત્રીક વરસાદની સંભાવના ત્રણ દિવસ સુધી ખૂબજ નહિવત છે.