આજ રોજ શનિવારને સંકષ્ટ ચતુર્થી છે. શનિવારી સંકષ્ટ ચતુર્થીનું વ્રત તમામ ક્રૂર ગ્રહોને શાંત કરનારું છે. કળિયુગમાં ગણેશ પૂજાને મહત્વ આપવામાં આવ્યું છે અને ગણેશજીના ચોથના વ્રત અને અથર્વશીર્ષનાં પાઠથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ મેળવી શકાય છે.
ગોચર ગ્રહોની વાત કરીએ તો આવતીકાલે રવિવારે મંગળ મિથુનમાં અને શુક્ર મેષમાં જઈ રહ્યા છે જે વિષે અત્રે લખી ચુક્યો છું ત્યારબાદ ૧૫ માર્ચને બુધવારના ગ્રહોના રાજા સૂર્ય મહારાજ મીન રાશિમાં પ્રવેશ કરશે જેથી મીન રાશિમાં સૂર્ય ગુરુની યુતિ રચાશે જે સંશોધનને વેગ આપનારી છે તથા નવા જ્ઞાનને બહાર લાવનારી છે.
આ યુતિ મીનમાં થતી હોવાથી અવકાશક્ષેત્રે અને સમુદ્ર ક્ષેત્રે ઘણા સંશોધન કરાવનાર બને છે વળી સૂર્ય અને શનિની યુતિ કુંભ રાશિમાં પૂર્ણ થવાથી ઘણા લોકો જે પેટની તકલીફમાં થી પસાર થઇ રહ્યા હતા તેમને રાહત જોવા મળશે વળી નોકરિયાતવર્ગ ઉપરી અધિકારીઓ સાથે જે ખટરાગ અનુભવી રહ્યા હતા તેમાં પણ રાહત થતી જોવા મળશે અને સામાન્ય રીતે જે વૈચારિક વિરોધાભાષ જોવા મળતો હતો તેમાં પણ ફેરફાર જોવા મળશે.
—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨