રાજકોટ: કોરોના મહામારી હોઇ કે, પછી અન્ય કોઇ વિપદા તે સમયે લોકોની સેવા અને લોકોની વ્હારે હરહંમેશ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ ઉભુ રહ્યું છે. હાલનાં સાંપ્રત સમયમાં ભુખ્યાઓને નિયમીત ભોજન મળી રહે અને તેઓની જઠરાગ્નિને ઠારવા બોલબાલા સતત પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે આજે બોલબાલા ટ્રસ્ટ 31 વર્ષ પૂર્ણ કરી 32માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે સેવા પરમોધર્મ ઉદ્દેશીને સાર્થક કરવા બોલબાલા આગળ આવી રહ્યું છે.
બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 31 વર્ષથી માનવ સેવા એજ પ્રભુ સેવા સુત્રને સાર્થક કરતી સંસ્થા છે. સંસ્થા પાસે સેવા ભાવનાને ઉજાગર કરતું પ્રતિષ્ઠોનું ટ્રસ્ટીગણ છે. તેમજ સમાજના દાતાઓ શુભેચ્છકોના સહયોગ થકી અનેકવિધ સેવા પ્રકલ્પો કરે છે. જેમાં હરતું ફરતું અન્નક્ષેત્રના ત્રણ રથો ૧૫૦૦થી વધુ લાભાર્થીઓ તેમજ મહિલા ધૂન મંડળની બહેનો દ્વારા સંચાલીત જીવદયા બે રથના માધ્યમથી શ્ર્વાનોને બંને ટાઈમ દૂધ, ખીચડી, રોટલી, પક્ષીઓને પણ ચણ, કાગડા-કાબરને ફરસાણ, કિડીને કિડીયારૂ, માછલાઓને લોટની ગોળી તેમજ પાંજરાપોળમાં નિરાધાર અશકત ગૌમાતાઓને લાડુ નિરવામાં આવે છે.
કોરોના મહામારીમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા રસોડું ચાલું કરવામાં આવ્યું છે. ત્યારે આ અંગે અગાઉ ‘અબતક’સાથે વાતચીત કરતા બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઇ ઉપાધ્યાયે જણાવ્યુ હતું કે, શરૂઆતમાં ૧૫૦૦ લોકો માટે વસ્તુ બનાવવાની શરૂઆત થઇ હતી. ૩૬,૫૦૦ લોકો માટેની જમવાનું બનાવવામાં આવ્યું હતું. ૩૦૦ જેટલી જગ્યાઓ પર અને ૨૫૦ જેટલા કાર્યકરી તથા ૧૦૦ જેટલા વાહનો મળી સાદુ અને સારૂ ભોજન એક સમય ૩૫૦૦૦ લોકોને મળી રહે તે માટેની વ્યવસ્થા કરી છે. જીલ્લા વહીવાટી તંત્ર રાજકોટ શહેર પોલીસ સહિતના લોકો અમારી મદદે આવ્યા. આ ટ્રસ્ટનો હેતુ કોઇ વ્યક્તિ ભુખ્યો સુવે નહી તે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારા ટ્રસ્ટ માટે નાનામોટા ઘણા દાતાઓ મદદરૂપ થાય છે. કોઇ માણસ ભુખ્યો ન રહે અને ભુખના કારણે દુ:ખીના થાય તેવી અમારી પ્રયાસ છે. ત્યારે ફરીથી આપન કહુ છે કે આપ બોલબાલા ટ્રસ્ટના ખાતામાં આપને અનુકુળ પડે તેટલી રકમ આપી. સરકારની સાથે રહી સરકારના વિચારો સાથો સાથ સરકારને સહયોગ કરવાની ભાવના સાથે બોલબાલા ટ્રસ્ટ કામ કરે છે.