મંગળના મિથુનમાં આવવા સાથે શંઘાઇ સહયોગ સંગઠનના રક્ષામંત્રીઓની બેઠક થવા જઈ રહી છે જેમાં પાકિસ્તાનને પણ નોતરું મોકલવામાં આવ્યું છે અને સેનાપતિ મંગળ અત્યારે વાટાઘાટોની તરફેણમાં છે જે અત્રે લખી ચુક્યો છું તો બીજી તરફ આર્ટીફીસીયલ ઇન્ટેલલિજન્સ દ્વારા બનાવવામાં આવેલા વિવિધ શહેર અને માનવ સમુદાયના ભવિષ્યના ફોટો સામે આવી રહ્યા છે પણ પેચીદો પ્રશ્ન એ છે કે માનવ પૃથ્વીને ક્યાં સુધી સલામત રાખી શકે છે!!
ભવિષ્ય એ ભવિષ્ય જ છે, વર્તમાનમાં તેની કલ્પના માત્ર કરી શકાય ઘણીવાર દિલ બહેલાને કો ગાલિબ એ ખયાલ અચ્છા હૈ જેવો ઘાટ થાય છે. હાલમાં વિશ્વ એક મોટા પરિવર્તનમાં થી પસાર થઇ રહ્યું છે અને કુદરતી અને માનવ સર્જિત બંને રીતે આપણે અનેક મોટા બનાવો જોઈ રહ્યા છીએ તો કેટલાક બનાવો ઇતિહાસમાં દર્જ ના થાય એ જ માનવ સમુદાય માટે સારું ગણી શકાય.
માનવજાત બે વિશ્વયુદ્ધ પછી જો વધુમાં વધુ કોઈ બાબતથી ડરતો હોય તો તે વિશ્વયુદ્ધ છે. આપણે વધુને વધુ આધુનિક થતા જઈએ છીએ અને સંશોધનમાં આપણે ખુબ આગળ નીકળી ગયા છીએ પરંતુ કેટલીક બાબતો માં હજુ આપણે ઇતિહાસનું નબળું પુનરાવર્તન કરવા ઇચ્છીએ છીએ જે આગામી સમય અને આવનારી પેઢી માટે ખતરા નું નિશાન છે બાયોવેપન જેવી ઘાતક બાબતોથી વિશ્વ ડરી રહ્યું છે અને હજારો પશુ પક્ષી કીટકોના વંશ ખતમ કરી દેનાર માનવ ખુદ આજે ત્રિભેટે ઉભો છે!!
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨