વાસ્તવિકતા અને કાયદા વચ્ચે રૂપાણી સરકાર ઝોલે ચઢી: હા પાડે તો હાથ કપાય અને ના પાડ તો નાક કપાય જેવી સ્થિતિ

કડક અમલવારી કરે તો લોક રોષનો ભોગ બનવું પડે, હળવા રહે તો અદાલત ઝાટકણી કાઢે

ગુજરાતમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ મરજીયાત કરવામાં આવી નથી ફરજીયાત જ છે તેવું સોગંધનામું ગઈકાલે રાજય સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. આજથી જ રાજયમાં હેલ્મેટ પહેરવી ફરજીયાત કરી નાખવામાં આવી છે. લોકોના માથે ફરી ટોપા મૂકી દેવાયા છે. વાસ્તવિકતાઅને કાયદા વચ્ચે રૂપાણી સરકાર ગોટે ચઢી છે. જો હેલ્મેટનાં કાયદાની કડક અમલવારી કરવામાં આવે તો પ્રજાના રોષનું ભોગ બનવું પડે અને અમલવારીમાં હળવા રહે તો અદાલત ઝાટકણી કાઢે આવી સ્થિતિમાં સરકારની સ્થિતિ હા પાડે તો હાથ કપાય અને ના પાડે તો નાક કપાય જેવી બની જવા પામી છે. સલામતી સહિતના ટેકનીકલી કારણો રજૂ કરવામાં આવે તો હેલ્મેટ જરૂરી છે. પરંતુ રાજયમાંમ હાનગરમાં ટ્રાફિકની સ્થિતિ વાહનની સ્પીડ સહિતની બાબતો જોવામાં આવે તો હેલ્મેટ એક પણ એન્ગલથી બંધ બેસે તેમ નથી.

દિવાળીના તહેવાર પૂર્ણ થતાની સાથે જ ગુજરાત સરકાર દ્વારા રાજયમાં નવા મોટર વ્હીકલ એકટની અમલવારી શરૂ કરી દેવામાં આવી હતી અન્ય નિયમોની સરખામણીએ લોકોમાં હેલ્મેટના કાળા કાયદા સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યા હતો સોશિયલ મીડિયા પર તો લોકોએ સરકાર પર રિતસર તવાય ઉતારી હતી. પરિણામે સરકારે ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં હેલ્મેટ મરજીયાત કરવામાં આવી હતી જેની સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થતા અને સરકારેને અદાતલની નોટિસ મળતા ગઈકાલે રાજય સરકારે અદાલતમાં એવું સોગંધનામું રજૂ કર્યું છે કે રાજયમાં હેલ્મેટ મરજીયાત કરાય નથી ફરજીયાત છે. આજથી રાજયમાં ફરી લોકોનાં માથે ટોપા ફરજીયાત કરી દેવામાં આવ્યા છે. રાજયમાં મોટા ભાગનાં નગરોમાં ટ્રાફીકની સમસ્યા વિકરાળ બની રહી છે. વાહન ૪૦ કીમીની સ્પીડથી વધુ ચાલતુ નથી આવામાં જો અકસ્માત થાય તો પણ જાનહાનીની શકયતા રહેતી નથી. સારા માઠા પ્રસંગોમાં હેલ્મેટને સાથે ફેરવવા પણ લોકો માટે માથાના દુ:ખાવા સમાન બની રહે છે. રૂપાણી સરકારે રાજયમાં હેલ્મેટ મરજીયાત કરવાનો નિર્ણય પ્રજાની લાગણીને ધ્યાનમાં રાખીને લીધો હતો. પરંતુ સરકારની પ્રજાલક્ષી લાગણી હાઈકોર્ટ સલામત ખાતર સમજી શકી નહી જેથી લોકોના માથે ફરી ટોપાના ભાર આવી પડ્યા છે.

7537d2f3 18

હેલ્મેટ ફરજીયાત વાસ્વમાં સરકારે કરી છે. પરંતુ તેની પાછળ અદાલતનું દબાણ કારણભૂત છે. લોકોમાં હવે રોષ ફાટી નીકળશે તો તેનો ભોગ સરકારે જ બનવું પડશે સરકારે જ ગાળો ખાવી પડશે.

બીજી તરફ લોકોના મનમાં હવે એવા સવાલો શું ફરી ચોકે ચોકે પોલીસના ધાડા ગોઠવી જશે. હેલ્મેટ નહી પહેરેલી હોય તો ઘરે ‘ઈ-મેમો’ આવશે. સોગંધનામા સાથે જ જે રિતે શ્યિલ મીડીયામાં સરકાર સામે રોષ ઉતરી રહ્યો છે. તે કડક અમલવારી બાદ કયાં પહોચશે તે કળવું કે કહેવું મુશ્કેલ છે.વાસ્તવિકતા અને કાયદાની વચ્ચે ઝોલે ચઢેલી રૂપાણી સરકાર માટે મોટો પડકાર આવ્યો છે. ચાલુ વર્ષે જ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજાવાની છે. આવામાં હેલ્મેટની અમલવારી બાદ પ્રજાનો રોષ એક પણ રીતે સરકારને પાલવી શકે તેમ નથી. પ્રેકટીકલ રીતે એક પણ રીતે શહેરોમાં હેલ્મેટ લોકોને અનુકુળ આવે તેમ છે જ નહી તે વાત સમજી શકાય તેમ છે. પરંતુ કાયદો કાયદાનું કામ કરે છે. અનુકુળહોય કે ન હોય લોકોએ ફરજીયાત હેલ્મેટ ધારણ કરવી જ પડશે.

સોગંધનામામાં એવો પણ ઉલ્લેખ છે કે માત્ર વાહન ચલાવનાર નહી પાછળ બેસનારે પણ હેલ્મેટ પહેરી પડશે. એટલે હવે કયાંય જવું હોય તો બબ્બે ટોપા સાથે રાખવા પડશે. લોકોની મુશ્કેલી ઘટાડવાના બદલે વધી છે. વાસ્તવમાં લોકો માટે કાયદા ઘડવામાં આવતા હોય છે. પરંતુ હેલ્મેટનો કાયદોમાં તો એવું લાગી રહ્યું છે કે કાયદામાં લોકોને પરાણે બેસાડી દેવામાં આવ્યા હોય અગાઉ હેલ્મેટની અમલવારી બાદ કોંગ્રેસ રાજય વ્યાપી આંદોલન શરૂ કર્યા હતા હવે ફરી પાછી કોંગ્રેસ બેઠી થશે. સહી ઝુંબેશ ચલાવશે. સરકારની પ્રજાલક્ષી લાગણી અદાલત સમજી શકતી નથી તે પ્રજાની સૌથી મોટી કમનસીબી છે.

સરકાર પાસે હવે એક જ ઉપાય બચ્ચો છે કે હેલ્મેટનાકાયદાની અમલવારી કરવામાં પોલસીને છાના ખૂણે હળવા રહેવાનો આદેશ આપે જો કડક અમલવારી કરવામાં ન આવે તોકોર્ટ ફરી નોટીસ ફટકારે કે ઝાટકણી કાઢે તે દહેશતતો હજી ઉભી જ છે.

સરકાર સામે અનેક પડકારો મોઢા ફાટીને ઉભા છે. એવામાં હેલ્મેટ નો હોબાળો ચૂંટણીમાં નવી મૂસીબત સર્જશે સલામતીની દ્રષ્ટીએ ભલે જોવામાં આવે પણ વાસ્તવિકતામાં એક પણ દ્રષ્ટીકોણથી હેલ્મેટ લોકો માટે સાનુકુળ નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.