ઘરેલુ હિંસાના કેસમાં વચગાળાની રકમમાં વધારો સામે અદાલતે પતિએ પત્નીને રૂ.૧૦ હજાર ચૂકવવા હુકમ
શહેરનાં સંતકબીર રોડ પર આવેલા હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતી બીનાબહેને પતિ મયુર વલ્લભભાઈ તોગડીયા (બજરંગ શોપવાળા) સસરા વલ્લભભાઈ કેસાભાઈ તોગડીયા સાસુ પ્રભાબેન વલ્લભભાઈ તોગડીયા તથા દિપર પિયુશ વલ્લભાઈ તોગડીયા વિગેરે સામે ઘરેલુ હિંસાની ફરિયાદ દાખલ કરેલી આ ફરિયાદમાં સાસરીયાને નોટીસ બજી જતા ફરિયાદ ચાલવા પર આવેલા અને પરણીતાએ કેસ ચાલે તે દરમ્યાન વચગાળાના ભરણ પોષણ સહિતની માંગ કરતી અરજી કરી હતી. વચગાળાની અરજી ચાલવા પર આવેલ એ અરજીમાં પરણીતાને વચગાળાના રૂ.૪ હજાર મંજૂર કરેલા
આ રકમ પરણીતાને ઓછી લાગતા પરિણીતા બીનાબહેન પોતાના એડવોકેટ મારફતે સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરેલી અને નીચેની કોર્ટે પતિની વધારે આવક હોવા છતા ઓછુ ભરણ પોષણ હો આ રકમમા વધારો કરવા દાદ માંગેલી
આ અપીલ દલીલ પર આવતા પરણીતાના એડવોકેટ દલીલમાં કે પતિની વધારે આવક સાબીત થયેલ હોવા છતા અને પરણીતા તેના સ્ટેટસ પ્રમાણે જીવવા હકકદાર હોવા છતા નીચેની અદાલતે ઓછુ ભરણ પોષણ મંજૂર કરે હોય આ રકમ વધારી આપવા દલીલ કરી.
પરણીતાના એડવોકેટની દલીલોથી સહમત થઈ અને સેશન્સ અદાલતે ભરણ પોષણની મંજૂર થયેલ રકમ રૂ. ૪૦૦૦નો વધારો કરી પતિએ હવે દર માસે પત્નીને રૂ૧૦ હજાર ભરણ પોષણ પેટે ચૂકવવા હુકમ કર્યો છે.
આ કામમાં પરણીતા તરફે એડવોકેટ અશ્ર્વીન ગોસાઈ, મોહિતઠાકર, હિતેન્દ્રગીરી ગોસ્વામી, ઘનશ્યામભાઈ વાંક અને ચિત્રાંક વ્યાસ વગેરે રોકાયેલા હતા.