- શહેરમાં બે મહિલાઓના દેહ અભડાવવાની ઘટનાથી ચકચાર
- પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ લગ્ન કરી લેવાની લાલચ આપી જામખંભાળિયા પંથકની યુવતીનું શારીરિક શોષણ કરી તરછોડી દીધી
શહેરમાં મહિલાઓ વિરુદ્ધના ગુનામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ બે દુષ્કર્મના બનાવથી ચકચાર મચી જવા પામ્યો છે. મૂળ જામખંભાળિયા પંથકની વતની અને અયોઘ્યા ચોક પાસે રહેતી 32 વર્ષીય યુવતીને પરિણીત ધર્મરાજસિંહ જાડેજાએ પત્ની સાથે છૂટાછેડા થઈ ગયાં બાદ તારી સાથે લગ્ન કરીશ કહીં ફ્લેટમાં અનેકવાર શરીરસુખ માણ્યું અને બાદમાં ફ્લેટમાંથી કાઢી મૂકી ફોન બંધ કરી દેતાં તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
મામલામાં અયોધ્યા ચોક પાસે આવેલ એક એપાર્ટમેન્ટમાં રહેતી અને મૂળ જમખંભાળિયા પંથકની વતની 32 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ધર્મરાજસિંહ હેતુભા જાડેજા (રહે. શીતલપાર્ક) નું નામ આપતાં તાલુકા પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા તા.16/10/2022 થી ઇન્સ્ટાગ્રામ મારફત ધર્મરાજસિંહ જાડેજા સંપર્કમાં આવેલ હતો. બાદ બંન્ને વચ્ચે નંબરની આપ-લે થયેલ અને બન્ને વચ્ચે ફોનમા વાતચીત શરૂ થયેલ હતી. દરમિયાન બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલ હતા. બન્ને અવાર નવાર એકબીજાને રૂબરૂ મળતા હતા. ત્યારે બન્નેની વાતચીત દરમિયાન ધર્મરાજસિંહે કહેલ કે, તેમના લગ્ન થઈ ગયેલ છે. પરંતુ ત્યાથી તેનુ છુટુ થઈ જશે ત્યારબાદ તે પીડિતા સાથે લગ્ન કરશે બાદમાં બન્ને અલગ અલગ જગ્યાએ દ્વારકા, કબરાઉ, સરધાર વગેરે સ્થળે ફરવા સાથે ગયેલ હતા.
પીડિતા પાસે આરોપી સાથે પાડેલા ફોટા પણ છે. પીડિતાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપીએ જયા સુધી તેનું છુટુ ન થઈ જાય ત્યા સુધી તેના ફલેટમાં રહેવાનુ જણાવેલ હતું. જેથી તેણી આરોપીના તેના ફલેટમાં રહેતી હતી. તે પણ મારી સાથે રહેતો હતો. તેણીને લગ્ન કરવાનુ કહી યુવતી ફ્લેટમા અનેકવાર શરીર સંબંધ બાંધેલ હતા.
બાદમાં પીડિતાએ આરોપીને મકાન લેવા માટે રૂ. 5 લાખ ગુગલ-પે થી આપેલ છે. બાદ બન્ને વચ્ચેના પ્રેમ સબંધ બાબતે આરોપીના ઘરે ખબર પડી જતા ધર્મરાજસિંહએ સંબંધ ધીમે ધીમે ઓછો કરી નાખેલ હતો. છેલ્લે દોઢેક માસ પહેલા તા.20 /10/2024 ના તેણી સાથે આરોપીએ ફ્લેટમાં શરીર સબંધ બાંધેલ હતો. બાદ તે અને તેના ઘરના સભ્યો ત્રણેક મહીના પહેલા તેણી જ્યાં આરોપીના ફ્લેટમાં રહે છે, તે ફ્લેટ ખાલી કરાવવા માટે આવેલ હતા અને ફ્લેટ ખાલી કરવાનું કહેલ હતુ. ત્યારથી તેમણે તેણી સાથે સંબંધ પુરો કરી નાખેલ હતો. ફરીયાદી સાથે બે વર્ષ સુધી લગ્ન કરવાનુ કહી અવારનવાર શરીર સંબંધ બાંધી શારીરીક શોષણ કરેલ હતુ. હાલ તે તેણીના ફોન પણ ઉપાડતો નથી. જેથી કંટાળીને ફરીયાદ નોંધાવી હતી.
રેલનગરની મહિલા પર રૈયાધારના વિધર્મી શખ્સનો દુષ્કર્મ
બોલેરો કારમાં દુષ્કર્મ આચરનાર જાહિદ જુણેજાને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી અને પ્ર.નગર પોલીસની વિવિધ ટીમો દોડતી
દુષ્કર્મનો બીજો ગુનો પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાયો છે જેમાં રેલનગર વિસ્તારમાં રહેતી 33 વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જાહિદ જુસબ જુણેજા (રહે. રૈયાધાર) નું નામ આપતાં પ્ર. નગર પોલીસે દુષ્કર્મ અને મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોમાંથી ફરિયાદ અંગે મળતી માહિતી મુજબ પીડિતા પોતાના ઘરે ગૃહ ઉદ્યોગ કરે છે અને આરોપી સાથે તેણીને અગાઉ પ્રેમ સંબંધ હોય જેથી આરોપીએ તેણીને હવે કેમ મારી સાથે સબંધ રાખવા નથી તેમ કહીં રેલનગરમાં આવેલ સનરાઇજ સ્કૂલ પાસેથી બોલેરો ગાડીમાં બેસાડી રૈયાધારમાં લઇ જઈ આરોપીએ તેની બહેનના ઘરમાં ફરિયાદીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરી શરીરે બેફામ ઢીકા પાટાનો મારમાર્યો હતો. જે બાદ સીધી ત્યાંથી પોલીસ મથકે પહોંચી ફરીયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય બાબત છે કે, અગાઉ આરોપીએ મહિલા સાથે બોલેરો કારમાં પણ દુષ્કર્મ આચરી લીધું હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી અને પ્ર.નગર પોલીસની વિવિધ ટીમોએ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.