એન.આર.આઇ. મહિલા રાષ્ટ્રીય પંચનો વિદેશનો મોહ રાખવા લોકોની આંખ ખોલનારો ચોંકાવનારો અહેવાલ
પરદેશીઓ સેના અખિયા મીલાના
‘દિકરીને ગાય દોરે ત્યાં જાય’ સામાજીક રીતે બદલતી જતી પરિસ્થિતિ અને સમાજમાં દિકરીઓની કેળવણી અને સુનિશ્ર્ચિત ભવિષ્ય માટે વધતી જતી વાલીઓની ખેવનાના પગલે સમાજમાં ‘સુઘ્ધર’ની ખેંચ દરેક સમાજની ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે પોતાની દિકરીને વિદેશના કોઇ મલિતુજાર સાથે પરણાવવા માટે માવતર બધુ જ દાવ પર લગાવી દે છે. તેની સામે પરદેશમાં પરણાવેલી દિકરીઓ સાથે લગ્ન પછીની છેતરપીંડી અને અવિશ્ર્વાસ ની સમસ્યા પણ ભયંકર રુપ લઇ સામે આવે છે.
વર્ષ ૨૦૧૯માં પરદેશી પતિઓ સામે ફરીયાદોની સંખ્યામાં ભારે વિસ્ફોટક વધારો નોંધાયો છે. બિન નિવારસી ભારતીય એકમ ના મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતોમાં ૨૦૧૯ ના વર્ષમાં છેલ્લા એક દાયકામાં સૌથી વધુ પરદેશી પતિઓ સામે ફરીયાદોના કિસ્સા વઘ્યા છે. પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી માહીતીમાં ગયા વર્ષે વિદેશી મંત્રાલય દ્વારા ૬૧ પુ‚ષોના પાસપોર્ટ રદ કરવા જેવી આકરી કાર્યવાહી અને અન્ય ૧૪ મામલામાં મહિલાઓને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ૨૦૧૮-૧૯માં દેશીભરમાંથી કુલ ૮૨૮ ફરીયાદોમાંથી સૌથી
ઉત્તર ભારતના રાજયો દિલ્હીમાં ૯૬, પંજાબના ૯૫, ઉતર પ્રદેશમાં ૯૪ અને હરિયાણામૉ ૬૮ ફરીયાદો મળી હતી. દક્ષિણ ભારતમા પણ આ દુષણનો પગપેસારો થયો છે. તેમાં તામિલનાડુના ૬૫ અને તેલંગાણામાં ૬૩ અને ગુજરાતમાં ૫૮ ‘સુ-વર’જાણીને બનાવાયેલા પરદેશી જમાઇઓ સામે ફરીયાદો નોંધાઇ છે.
૨૦૧૭માં ૫૨૮ ફરીયાદોમાં યુ.પી.માં ૬૮, દિલ્હીમાં ૫૯, મહારાષ્ટ્રમાં ૫૮ અને પંજાબમાં ૫૩ ફરીયાદો મળી હતી. ૨૦૦૯થી એન.આર.આઇ. સેલને કુલ ૪૨૭૪ ફરીયાદો મળી છે. જો કે ફરીયાદો વધવાના કારણના મુળમાં મહિલાઓમાં વધવાના કારણના મુળમાં મહિલાઓમાં અધિકારીની બાબત માં વધતી જતી જાગૃતિ અને મહિલાઓમાં અત્યાચાર સામે અવાજ ઉઠાવવાની વધેલી હિંમતને કારણભૂત માનવામાં આવે છે. સાસરામાં રહેતી કે પિયરમાં મોકલી દેવાએલી મહિલાઓ પતિ સામે ફરીયાદો કરતી થઇ છે. એનસીડબલ્યુ ના અધિકારી રેખા શર્માએ દર સોમવારે મહિલાઓ માટે ખુલ્લા મંચ જેવી કાઉન્સીલીંગ શરુ કરીને કોઇપણ જાતની પૂર્વ મંજુરી વગર ફરીયાદ માટે વ્યવસ્થા ગોઠવી છે. મોટાભાગના કિસ્સાઓમાં મહિલાઓને દહેજ અને અન્ય કારણોથી પતિ અને સાસારેયાઓના ત્રાસ છુટાછેડા, બાળકોના કબજા,ની સાથે પાસપોર્ટ જપ્તી અને પરદેશમાથી પરણી ને રચુચકકર થઇ ગયેલા પતિ સાથે સાસરીયાઓના સરનામા મેળવવામાં મામલાઓ સવિશેષ નોંધાય છે.
સિકકાની બીજી બાજુ એનઆરઆઇ પતિઓ પત્નિઓની વધતી જતી અપેક્ષા અને માંગણીઓ વિવાદો થાય છે. સરકાર દ્વારા વિદેશી લગ્ન વ્યવહારો સરળ બનાવવા માટે વિદેશી પાત્રોની લગ્ન નોંધણીની સરળતા માટે સંસદ ખાસ ખરડો પણ લવાયો છે. જેનાથી પાસપોર્ટ સત્તાવાળાને સરળતાથી પ્રક્રિયા હાથ ધરવામાં અને લગ્ન થયા બાદ ૩૦ દિવસમાં લગ્ન નોંધણીની સાથે સાથે સ્થાવર અને જંગલ મિલકતો સહિતની જોગવાઇઓ દાખલ કરવામાં આવી છે. જો કે આ ખરડાને કાયદાનું રુપ આપવા માં બજેટ સત્રમ) બાકી રહી ગયું છે. પરંતુ રાજયસભા તેની પ્રક્રિયા પુરી કરવામાં આવશે.
હવે પરિણામ બાદ નવી આવનારી સરકાર આ બીલને કેટલું મહત્વ આપે છે તેના ઉપર તમામની મીંટ મંડાયેલી છે. વિદેશી પતિઓ સાથે વધતી જતી ફરીયાદની આ સ્થિતિ દિકરીના લગ્ન માટે આંધળુકીયા કરનાર સામાજીક અપેક્ષાઓ માટે લાલ બત્તી સમાજ ગણાય.