• 2014માં રાજ્યમાં 1,58,605 લગ્ન નોંધાયા હતા, જ્યારે વર્ષ 2023માં આ સંખ્યા વધીને 3,40,357 થઈ ગઈ

આપણાં કાયદામાં લગ્ન રજીસ્ટ્રેશનની બાબત સમાવિષ્ટ કરવામાં આવી છે. કોઈ પણ દંપતિ માટે મેરેજ રજીસ્ટ્રેશનએ અનિવાર્ય બાબત છે. શિક્ષિત હોય કે અશિક્ષિત તેઓએ તેમની આ જવાબદારી નિભાવવી આવશ્યક છે. આ લગ્ન નોંધણી કેટલાક સંજોગોમાં આશીર્વાદરૂપ સાબિત થાય છે.

છેલ્લા એક દાયકામાં લગ્ન નોંધણીની વાર્ષિક સંખ્યા બમણી કરતાં પણ વધુ થઈ ગઈ છે. જેમાં કોવિડ-19 રોગચાળા દરમિયાન નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. તેમજ સત્તાવાર ડેટા દર્શાવે છે કે 2014માં રાજ્યમાં 1,58,605 લગ્ન નોંધાયા હતા, જ્યારે વર્ષ 2023માં આ સંખ્યા વધીને 3,40,357 થઈ ગઈ હતી.

સત્તાવાર માહિતી અનુસાર, 2020માં લગ્નની નોંધણીમાં પાછલા વર્ષની સરખામણીમાં લગભગ 11%નો ઘટાડો થયો છે. જ્યારે વર્ષ 2019માં 2,09,761 લગ્ન નોંધાયા હતા, અને વર્ષ 2020માં આ સંખ્યા ઘટીને 1,86,790 થઈ ગઈ હતી.

જો કે, વર્ષ 2021 માં નોંધાયેલા લગ્નની સંખ્યામાં પાછલા વર્ષની સરખામણીમાં 36.5% નો વધારો થયો છે. આ સાથે સત્તાવાર માહિતી અનુસાર, 2020 માં 1,86,790 નોંધણીઓથી 2021 માં સંખ્યા 68,189 વધીને 2,54,979 થઈ ગઈ છે. આ દરમિયાન રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રાજ્યમાં લગ્ન નોંધણીનો વાર્ષિક રેકોર્ડ જાળવે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.