વહાલુડીના દાદાની દીકરીઓના સમૂહ લગ્ન
૪ દીકરીઓ પ્રભુતામાં પગલા માંડશે અને પાંચ બટુકો જનોઈ ધારણ કરશે: ૪૦ થી ૫૦ વધુઓ કરિયાવરમાં અપાશે: જ્ઞાતિના આગેવાનો ‘અબતક’ની મુલાકાતે
દાદાની દીકરીઓનો સમૂહ લગ્ન સમારોહ તથા બટુકોને યજ્ઞોપવિત્ર ધારણ કરશે. આયોજન મહાવદ-૮ રવિવારે રાજકોટ મુકામે કરવામાં આવેેલ છે. આ મોંઘવારીના યુગમાં ટોકન દરે આયોજન કરવામાં આવેલ છે. આ શુભપ્રસંગે આપને હાજરી આપવા તથા નવદંપતિને આશીર્વાદ તથા શુભેચ્છા પાઠવવા આમંત્રણ છે.
રાજકોટના આંગણે આમા ગયા વર્ષે ૫ બટુકોને યજ્ઞોપવિતનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં ૩૦ કાર્યકર્તાઓ અને ૩૦ બહેનોની આયોજક સમિતિની નિમણૂંક કરેલ છે. આ આયોજનમાં સંતો-મહંતો, લોકલાડીલા મુખ્યમંત્રી, આઈપીએસ/આઈએએસ અધિકારીઓ, ધારાસભ્યો, સાંસદો, કોર્પોરેટરો, મેયરને આમંત્રણ આપવામાં આવશે. આ આયોજનની તડામાર તૈયારી ચાલુ થઈ ગયેલ છે. આ કાર્યક્રમમાં ભાગવતાચાર્યો, વૃદ્ધાશ્રમોના આયોજકો, ગૌશાળાના આયોજકો વગેરેને આમંત્રણ આપવામાં આવશે. જેની માહિતી માટે જ્ઞાતિના આગેવાનોએ ‘અબતક’ની મુલાકાત લીધી હતી.
આ દાદાની દીકરીઓનો સમૂહ લગ્ન સમારોહ તથા બટુકોની યજ્ઞોપવિત ધારણ કરવામાં આવશે. છેલ્લા પાંચ વર્ષથી જે.ડી.ઉપાધ્યાયના પ્રમુખ સ્થાને તથા આ પ્રસંગના પ્રેરણાદાતા માધવીબેન ઉપાધ્યાયની આગેવાની નીચે કરવામાં આવશે.
અનિલભાઈ ત્રિવેદી, જયેશભાઈ જાની, જયભાઈ શાસ્ત્રી, રાજેશભાઈ શુકલ, નિલેશભાઈ ભટ્ટ, રાહુલભાઈ ક્ષેત્રીય, જયેશભાઈ જોષી, જયેશભાઈ દેસાઈ, રાજેશભાઈ શુકલ, આદિત્યભાઈ ત્રિવેદી, બીપીનભાઈ ભટ્ટ, ભરતભાઈ પંડ્યા, વિજયભાઈ ત્રિવેદી, જયેશભાઈ મહેતા, ધ્રુવ કુંડલ, લલિતભાઈ ઉપાધ્યાય, કમલેશભાઈ જોષી, અંકિતભાઈ ઉપાધ્યાય તથા મહિલા આયોજક સમિતિના માધવીબેન ઉપાધ્યાય, શિતલબેન ત્રિવેદી, બીનાબેન શુકલ, નમ્રતાબેન ત્રિવેદી, હેમાલીબેન રાવલ, કૃપાબેન ત્રિવેદી, વિશ્ર્વાબેન ત્રિવેદી, સુમનબેન ભટ્ટ, સાધનાબેન બક્ષી, અનિલાબેન શુકલા, જયશ્રીબેન ક્ષેત્રીય, પલ્લવીબેન દવે, હેમાલીબેન ઉપાધ્યાય, નીશાબેન પંડ્યા, બીનાબેન શુકલ, હેલીબેન ઠાકર, જયોતિબેન જાની, તેજલબેન દક્ષ, સોનલબેન દવે વગેરે જહેમત ઉઠશવી રહ્યાં છે.