- સોયથી સોના સુધીનો સમૃધ્ધ કરીયાવર સાથે પ્રત્યેક દીકરીઓને 51,000ની ફીક્સ ડીપોઝીટ અપાશે
- ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં “દીકરાનું ઘર” ટ્રસ્ટી અનુપમભાઇ દોશીએ આપી વિગત
- વહાલુડીના વિવાહમાં ભવ્ય જાજરમાન અનેક આકર્ષણો: 5000થી વધુ લોકોને નિમંત્રણ પાઠવાયા
“દીકરાનું ઘર” વૃધ્ધાશ્રમ ઢોલરા તેમજ સંજયભાઇ ધમસાણીયા પરિવાર દ્વારા સતત સાતમાં વર્ષે માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ 23 દીકરીઓનો ઐતિહાસિક-જાજરમાન-શાહી લગ્નોત્સવ વહાલુડીના વિવાહ આગામી તારીખ 29 ડીસેમ્બરના રોજ રાજકોટના આંગણે યોજાનાર છે.
આ અંગેની માહિતી આપતા સંસ્થાના મુકેશ દોશી, સુનિલ વોરા, નલિન તન્ના, કિરીટભાઇ આદ્રોજાએ જણાવ્યું છે કે “દીકરાનું ઘર” વૃધ્ધાશ્રમની છેલ્લી 26 વર્ષની સેવા યાત્રા છે. “દીકરાનું ઘર” વૃધ્ધાશ્રમનો વિશાળ પરિવાર છે. દીકરાનું ઘર તેની સેવા પ્રવૃત્તિથી દેશ વિદેશમાં ખ્યાતિપ્રાપ્ત બન્યું છે. ‘દીકરાનું ઘર’ના 200થી વધુ સમર્પિત કાર્યકર્તાઓ નિરાધાર માવતરોની સેવા કરી તેના દીકરા બનવાની સાથોસાથ સમાજની માતા-પિતાની અથવા પિતા વિહોણી દીકરીઓના પિતા બનવાનું ભાગ્ય છેલ્લા છ વર્ષથી મેળવી રહ્યું છે. આજે એક દીકરીનો પ્રસંગ કરવો એ માતા-પિતા માટે ચિંતાનો વિષય બની જતો હોય છે ત્યારે ર3-23 દીકરીઓને સમૃધ્ધ આણું આપી આંખમાં હર્ષના આંસુ સાથે દીકરીઓને વિદાય આપી તેના સંસારમાં સુખી થાય તેવો અદભુત પ્રસંગ વહાલુડીના વિવાહ યોજવા જઇ રહ્યું છે. આ લગ્નોત્સવમાં પ્રત્યેક દીકરીઓને એક ઘરમાં હોય તેવી તમામ કરીયાવરની વસ્તુઓ ભેટ આપવામાં આવે છે. સાથો સાથ સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા આવી દીકરીઓને ક્ધયાદાન કરી તેમની જવાબદારી ઉપાડવામાં આવે છે અને માતા-પિતાની હુંફ પણ પૂરી પાડવામાં આવે છે.
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં અનુપમભાઇ દોશીએ જણાવ્યું છે કે વહાલુડીના વિવાહના લગ્નોત્સવ પહેલા દીકરીઓના પિયર પક્ષના લોકો જોઇ શકે તે માટે ગત તા.15/12ના આણું દર્શન અને ડાંડીયા રાસનો કાર્યક્રમ યોજવામાં આવેલ. આ ઉપરાંત દરેક દીકરીઓ પોતાના સંસારમાં સુખી થાય તેવા શુભાશયથી ગત તા.22/1ર ના ‘સંબંધોની સાચવણી’ સેમીનાર રાખવામાં આવેલ. આગામી તારીખ 29 ડીસેમ્બરને રવિવારના ગીત સંગીત, વૈદીક મંત્રોચાર વચ્ચે ભવ્ય લગ્નોત્સવ યોજાશે. આ શાહી લગ્નોત્સવ 80 હજાર કુટમાં પથરાયેલ નવા રીંગ રોડ પર આવેલ વિશ્ર્વા પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. આ વખતનું યજમાન પદ શહેરના જાણીતા ઉદ્યોગપતિ સંજયભાઇ ધમસાણીયા પરિવાર દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. લગ્ન સ્થળે સેલ્ફી પોઇન્ટ, એલ.ઇ.ડી, દરેક દીકરીઓના અલગ-અલગ મંડપ, સંગીતની સુરાવલી, શાસ્ત્રોક અને વૈદીક મંત્રોચાર સાથે લગ્નવિધિ, ભવ્ય અને આકર્ષક સ્ટેજ, કરીયાવર ડિસ્પ્લે તેમજ ઠાકોરજીના ચરણોમાં ધરવામાં આવેલ 56 ભોગ લગ્નોત્સવનું આકર્ષણનું કેન્દ્ર રહેશે. વહાલુડીના વિવાહની વિશેષતા જોઇએ તો પ્રત્યેક લગ્નોત્સવમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના જાણીતા કલાકાર રમેશભાઇ હીરપરા અને સરસ્વતીબેન હીરપરા લગ્નગીતોની રમઝટ બોલાવશે. લગ્નના એક દીવસ અગાઉ દીકરીઓ માટે હોટલની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તા.28 ડીસેમ્બરના રોજ સાંજે દીકરીઓનું કુલેકું રહેશે. જેના યજમાન સંજયભાઇ ધમસાણીયા પરિવાર રહેશે. સમગ્ર લગ્નોત્સવમાં ટી-પોસ્ટની સેવા દર્શનભાઇ પૂરી પાડશે.
વહાલુડીના વિવાહમાં પ્રત્યેક દીકરીઓને સમૃધ્ધ કરીયાવર ઉપરાંત રૂ.51,000ની ફીકસ ડીપોઝીટની રસીદ પણ અપાશે. સંસ્થા દ્વારા સમગ્ર આયોજનમાં કોઇ અનીચ્છનીય ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે ઇમરજન્સી મેડીકલ સુવિધા, બે એમ્બ્યુલન્સ, ફાયર સહિત સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર વહાલુડીના વિવાહ પ્રસંગને એક કરોડના વિમાથી સુરક્ષીત કરવામાં આવેલ છે.
આ વહાલુડીના વિવાહનું 5000થી વધુ લોકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમાજના તમામ શ્રેણીના લોકો દીકરીઓને આશીર્વાદ પાઠવશે. અતિ ભવ્ય, દિવ્ય અને જાજરમાન લગ્નોત્સવ વહાલુડીના વિવાહ આજે સૌરાષ્ટ્રભરમાં પ્રચલીત થયા છે.
વહાલુડીના વિવાહમાં દીકરીઓને કોઇપણ પ્રકારનો ખર્ચ ન થાય તેની ચિંતા કરવામાં આવે છે. જેમાં મહેંદી રસમ, બ્યુટી પાર્લર, ટ્રાન્સપોર્ટેશન, ઉતારા સહિતની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
સમગ્ર આયોજનમાં 200થી વધુ કાર્યકર્તાઓ રાત દીવસ મહેનત કરી રહ્યા છે. તેની સાથોસાથ શહેરના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો સમગ્ર આયોજનમાં સતત માર્ગદર્શન પૂરૂં પાડી રહ્યા છે. જેમાં દીકરાનું ઘરના ટ્રસ્ટી મૌલેશભાઇ ઉકાણી, શિવલાલભાઇ આદ્રોજા, ધીરૂભાઇ રોકડ, નંદલાલભાઇ માંડવીયા, વલ્લભભાઇ સતાણી, પ્રતાપભાઇ પટેલ, ડો. નિદતભાઇ બારોટ, વસંતભાઇ ગાદેશા, અનુપમભાઇ દોશી, હસુભાઇ રાચ્છ, વિમલભાઇ ખુંટ, વિરાભાઇ હુંબલ, ઉપરાંત ડો. ગૌરાંગભાઇ ઠકકર, રાકેશભાઇ ભાલાળા, પ્રવિણભાઇ હાપલીયા, અશ્ર્વિનભાઇ પટેલ, અશ્ર્વિનભાઇ આદ્રોજા, જયેશભાઇ સોરઠીયા, કિરીટભાઇ પટેલ, સુનિલ મહેતા, દીપકભાઇ જલુ, પ્રજ્ઞેશભાઇ પટેલ, ઉપેનભાઇ મોદી, હરેશભાઇ પરસાણા, ધર્મેશભાઇ જીવાણી, હરદેવસિંહ જાડેજા, હરેનભાઇ મહેતા, ઘનશ્યામભાઇ રાચ્છ, શૈલેશભાઇ જાની, ડો.મયંક ઠકકર સહિતનાનો સમાવેશ થાય છે.
વહાલુડીના વિવાહના પ્રસંગે ‘દીકરાનું ઘર’ દ્વારા સમાજજીવનના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો તેમજ સાધુ-સંતો, રાજકીય આગેવાનો, વિવિધ એસોસીએશન તેમજ સંસ્થાના હોદેદારો, સહકારી ક્ષેત્રના આગેવાનો, શિક્ષણ તેમજ મેડીકલ ક્ષેત્રે સંકળાયેલા લોકો પણ ઉપસ્થિત રહે તેવો પ્રયત્ન હાથ ધરાયો છે.
સમગ્ર વહાલુડીના વિવાહના આયોજનમાં યશવંતભાઇ જોષી, ડો.ફાલ્ગુનીબેન કલ્યાણી, ગીતાબેન વોરા, દોલતભાઇ ગાદેશા, હરીશભાઇ હરીયાણી, પરિમલભાઇ જોષી, જયેન્દ્રભાઇ મહેતા, જીતુભાઇ ગાંધી, મહેશભાઇ જીવરાજાની, જીજ્ઞેશભાઇ પુરોહીત, નૈષધભાઇ વોરા, પંકજભાઈ રૂપારેલીયા સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.