૧૪ નવદંપતીઓ લગ્નગ્રંથીથી જોડાયા: સંતો-મહંતો, આગેવાનો રહ્યા ઉપસ્થિત
વરીયા વંશ પ્રજાપતિ સોશ્યલ ગ્રુપ દ્વારા વિવાહ પાર્ટી પ્લોટ મવડી પાખ ગામ રોડ ખાતે ૧૦માં સમુહ લગ્નનું આયોજન થયું હતુ જેમાં ૧૪ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા.
સમાજ સેવા કાર્યના હેતુથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું હતુ. આ તકે હળવદથી ખાસ નકલંક ધામના મહંત દલસુખ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને આર્શીવચન પાઠવ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં જ્ઞાતીજનો તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી પ્રસંગને દીપાવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા વરીયાવંશ પ્રજાપતી સોશ્યલ ગ્રુપના પ્રમુખ જેન્તીભાઈ મોજીદરા તથા તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. અતુલભાઈ સુરાણીએ કહ્યું હતુ કે, આજના મંગલ પ્રસંગે વરીયા વંશ પ્રજાપતી સોશ્યલ ગ્રુપ દ્વારા રાજકોટનાં આંગણે ૧૪ દીકરીઓના સમુહ લગ્નનું આયોજન થયું જે આનંદની વાત છે જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જરૂરીયાતમંદ કુટુંબની દીક્રીઓના ઘરથી પણ વિશેષલગ્ન કરાવાની કોશિષ છે. જેમાં સમાજ તરફથી ઉદાર હાથે દાન મળેલ છે. પ્રજાપતી સમાજનો આ ૧૦ મો સમુહ લગ્ન છે. સાથે સમાજને ઉપયોગી થવા દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ.
કીરીટ સરધારાએ જણાવ્યું હતુ કે વરીયા વંશ પ્રજાપતી સોશ્યલ ગ્રુપ દ્વારા ૧૦મો સમુહ લગ્નોત્સવ સાથે અમારા સોશ્યલ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું જેમાં અંદાજીત ૧૫૦ બોટલ રકત એકત્ર થયું જે રાજકોટ સીવીલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીને આપ્યું છે.