- જાજરમાન-ઐતિહાસિક લગ્નોત્સવ
- શનિવારે આંખના ખુણા ભીના કરી દે એવો ‘કાળજા કેરો કટકો મારો’ કાર્યક્રમ
- મનના માણિગરનાં નામની મહેંદી મૂકી સોળે શણગાર સજી 23 દીકરીઓ સુખી સંસાર માટે આપી શીખામણ
દેશ વિદેશમાં જાણીતી સંસ્થા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા આયોજિત માતા-પિતા વિહોણી કે પિતા વિહોણી 23 દીકરીઓના સંજયભાઈ ધમસાણીયા પરિવારના મુખ્ય યજમાન પદે આગામી તારીખ 29-12-24 રવિવારના રોજ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના આંગણે જાજરમાન-ઐતિહાસિક લગ્નોત્સવ વહાલુડીના વિવાહ-7 યોજવામાં આવેલ છે. તમામ દીકરીઓ રાજી થઈને જાય, વહાલુડીઓના લગ્નોત્સવમાં કોઈ કચાશ ન રહી જાય, વહાલુડીઓને જરાપણ ઓછું ન આવે તે પ્રકારનું નોખું-અનોખું શાનદાર આયોજન કરવામાં આવેલ છે. વહાલુડીના વિવાહ-7 નિમિત્તે દીકરીઓને આપવામાં આવેલ 225 થી વધુ વસ્તુઓના સમૃદ્ધ કરિયાવરનું આણું દર્શન, સંગીતના સુરે ડાંડિયારાસ કાર્યક્રમ, તમામ દીકરીઓના પહેલા થેલેસેમિયા ટેસ્ટ પછી જ સગાઈ કે લગ્ન સુત્રને સાકાર કરતા થેલેસેમિયા ટેસ્ટ કાર્યક્રમ તેમજ તમામ દીકરીઓનો સંસાર કાયમ માટે સુખી બની રહે તેમજ ઘર સાચા અર્થમાં સ્વર્ગ બની રહે તેવી શીખ આપતો કાર્યક્રમ સહિતના આયોજનો સફળતાપૂર્વ હાથ ધરવામાં આવ્યા.
વહાલુડીના વિવાહ 7 લગ્નોત્સવની પૂર્વ સંધ્યાએ દીકરી વહાલનો દરિયો, દીકરી તુલસીનો ક્યારો, દીકરી દેવો ભવ એ વાતને ધ્યાનમાં રાખીને સમાજમાં દીકરીનું પાત્ર અદભુત છે દીકરી સાપનો ભારો નથી પરંતુ સાક્ષાત લક્ષ્મીનો સ્વરૂપ છે તે વાતને ધ્યાનમાં રાખીને તારીખ 28-12-24 શનિવારના રોજ રાત્રિના આઠ વાગે શહેરના કાલાવડ રોડ પર મહિલા કોલેજ પાસે આવેલ અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિરના પ્રમુખસ્વામી હોલમાં નાના-મોટા સૌ કોઈના આંખના ખૂણા ભીના કરી દે. તે પ્રકારનો એક યાદગાર ભવ્ય સૂર શણગારની અવસર સમી કાળજા કેરો કટકો લોક સાહિત્યનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે.
રાજકોટના ગૌરવ સમા જાણીતા કલાકાર તેજસ ભટ્ટી પ્રસ્તુત-સંકલિત લોક સાહિત્યના કાળજા કેરો કટકો કાર્યક્રમમાં જાણીતા ગાયક કલાકારો દિપક જોશી, નિધી ધોળકિયા, જયેશ દવેના સ્વરમાં એક એકથી ચડિયાતા માણવા જેવા હૃદય સ્પર્શી આંખના ખૂણા ભીના કરી દે તેવા યાદગાર ગીતો વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું, સાવરિયો રે મારો સાવરિયો, મન મોર બની થનગાટ કરે, મેંદી તે વાવી માળવે, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, અચ્યુતમ કેશવમ રામ નારાયણમ, દીકરી મારી લાડકવાયી, બેના રે સાસરીયે જાતા જાતા પાપણના ભીંજાય, કોણ હલાવે લીમડી, કાળજા કેરો કટકો, નગરમે જોગી આયો, શિવાજીનું હાલરડું, સહિતના લોકભોગ્ય ગીતોનો ત્રણ કલાકનો ભવ્ય કાર્યક્રમ માણવા જેવો યાદગાર કાર્યક્રમ યોજવામાં આવેલ છે. કાર્યક્રમના પ્રારંભમાં ગણેશ વંદના અને માતાજીના નવ સ્વરૂપને રજૂ કરતો માતાજીની સ્તુતિ નો કાર્યક્રમ તેમજ શિવ તાંડવ રજૂ થશે ગીતોની સાથે બહેનોના નૃત્ય પણ થશે.
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા દરેક આમંત્રિતો માટે નાસ્તાની કીટ તૈયાર કરવામાં આવી છે તેમજ કાર્યક્રમમાં આવનાર આમંત્રીતો માટે મહિલા કોલેજના ગ્રાઉન્ડમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
સમગ્ર આયોજનની સફળતા માટે મુકેશ દોશી, અનુપમ દોશી, સુનિલ વોરા, નલિન તન્ના, કિરીટભાઈ આદ્રોજા, ડો. નિદત બારોટ, હસુભાઈ રાચ્છ, કિરીટભાઈ સી. પટેલ, સુનિલ મહેતા, વસંતભાઈ ગાદેશા, અશ્વિનભાઈ પટેલ, હરેશભાઈ પરસાણા, ઉપેન મોદી, રાકેશ ભાલાળા, ડો. મયંક ઠક્કર, ધર્મેશ જીવાણી, પ્રનેશ પટેલ, શૈલેષ જાની, દીપક જલુ, હરેન મહેતા, અશ્વિન આદ્રોજા, ગૌરાંગ ઠક્કર, જયેશ સોરઠીયા, ધનશ્યામભાઈ રાચ્છ, હરદેવસિંહ જાડેજા, પ્રવિણ હાપલિયા, યશવંત જોશી, સહિતના કાર્યકર્તાઓ કાર્યરત છે.
શહેરીજનોને આ યાદગાર કાર્યક્રમને માણવા અને 23 દીકરીઓને આશીર્વાદ આપવા સપરિવાર પધારવાનું જાહેર નિમંત્રણ છે કાળજા કેરો કટકો કાર્યક્રમની વિશેષ માહિતી પૂછપરછ માટે અનુપમ દોશી 9428233796, સુનિલ વોરા 9825217320, નલિન તન્ના 9825765055 નો સંપર્ક સાધવા જણાવ્યું છે.