જીવવું અને જીવંત રહેવા માટે સમયની સાથે પરિવર્તન લાવવું ખૂબ જ જરૂરી
કહેવાય છે કે કોઈપણ પ્રકારના વિકાસ માટે પરિવર્તન અને બદલાવ ખૂબ અનિવાર્ય છે જે લોકો પરિવર્તન અને બદલાવને સ્વીકારી શક્યા તેવો જ સફળ થઈ શક્યા છે ત્યારે હાલની સ્થિતિએ સરકાર દ્વારા લગ્નની ઉંમર 21 વર્ષ કરવા માટેનો પ્રસ્તાવ કોર્ટમાં મૂકવામાં આવ્યો હતો જેને ગ્રાહ્ય રાખી કોર્ટે ચુકાદો આપ્યો છે કે હવે લગ્ન 21 વર્ષ બાદ જ થઈ શકે છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ સ્થિતિ આવવા પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે ?
ભારત દેશમાં સર્વપ્રથમ ચાંદલા પ્રથા જોવા મળતી હતી જેમાં એક પરિવાર જે બીજા પરીવાર સાથે સારો સંબંધ ધરાવતા હોય તો તેઓ તેમના બાળકો ના લગ્ન નાની ઉમરમાં જ નક્કી કરી દેતા હતા અને વાયદો આપતા હતા કે તેમની દીકરી તેમના દીકરા સાથે લગ્નગ્રંથીથી જોડાશે. આ પ્રથા પછી પણ અનેકવિધ તકલીફો અને સમસ્યાનો સામનો લોકો અને સમાજે કરવો પડ્યો છે. પરંતુ ખરી વાસ્તવિકતા તો એ છે કે જેમ જેમ સમય પસાર થઇ રહ્યો છે તેમને સ્થિતિ પણ બદલાઇ છે અને લોકોએ તે સ્થિતિને અનુસરીને જ આગળ વધવું પડે છે.
ભારત દેશની વાત કરવામાં આવે તો દેશ અને મોર્ડન વિચારો સ્વીકારતો હોય તેઓ દંભ કરતું હોય છે પરંતુ ખરી વાસ્તવિકતા તો એ છે કે હજુ પણ ભારત દેશ પોતાની જૂની રૂઢીને તોડી શક્યું નથી પરિણામે લગ્નની ઉંમર 21 વર્ષ કરી દેવામાં આવી છે. કોર્ટ દ્વારા લેવામાં આવેલો નિર્ણય ખરા અર્થમાં ખૂબ જ જરૂરી અને જાણે યોગ્ય સમયે આવ્યો હોય તેવું સામે આવ્યું છે જેનું મુખ્ય કારણ એ છે કે હવે બંને પાત્રો કે જે લગ્નગ્રંથિથી જોડવા માંગતા હોય તેઓ 18 વર્ષ થી 21 વર્ષના સમયગાળા વચ્ચે એકબીજાને સારી રીતે સમજી શકશે અને પોત પોતાના વિચારોનું પણ આદાન-પ્રદાન કરી શકશે. તો આ સ્થિતિનું નિર્માણ થાય તો ભારત દેશમાં ઘણો બદલાવ આવી શકે છે અને હાલ જે ડાઈવોર્ષના કે સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે તેના ઉપર પણ રોક લગાવી શકાશે.
હાલની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઇને હાઇકોર્ટ દ્વારા એક એવો ચુકાદો આપવામાં આવ્યો છે કે 18 વર્ષથી મોટા લગ્ન નહીં પરંતુ લિવ-ઇનમાં સાથે રહી શકે છે. જેથી તેઓ એકબીજાને ખૂબ સારી રીતે સમજી શકે. એટલું જ નહીં બન્ને પાત્રો 21 વર્ષે પુખ્ત વયના થતાં તેઓ લગ્ન ની મહત્વતા ને પણ સમજશે પરિણામે જે સમાજમાં પ્રશ્નો ઉદભવી થાય છે તે નહીં થાય.
બીજી તરફ ભારતીય સોસાયટીમાં ખૂબ મોટા બદલાવ આવી રહ્યા છે અને તેને અપનાવવામાં ભારત જે રીતે આગળ આવવું જોઇએ તે આવી શક્યું નથી પરિણામે આવનારા સમયમાં સ્થિતિ સુધારા પર રહે તે માટે સરકાર અને કોર્ટ દ્વારા આ મુદ્દે ગંભીર ચર્ચા અને વટાણા પણ સતત કરવામાં આવતી હોય છે. એટલે કહેવાયું છે કે જે કોઈ વ્યક્તિ એ જીવંત અને જીવવું હોય તો તેઓએ સમયની સાથે પરિવર્તન લાવવું ખૂબ જ જરૂરી છે અને અનિવાર્ય પણ છે.
હાલ લીવ ઇન રિલેશન સમાજનું નવું પ્રતિબિંબ છે જેને સ્વીકારવું એટલું જ જરૂરી. પરંતુ લિવ ઇનમાં ઘણા પ્રશ્નો પણ ઉદભવી થતા હોય છે જો આ સ્થિતિ પર સંસ્થા અથવા તો સમાજ કાબૂ મેળવી શકે તો ઘણા પ્રશ્નોનું નિવારણ રીતે થઈ શકે છે પરંતુ હાલની સ્થિતિએ ભારતીય સંસ્કૃતિ મુજબ બદલાવ લાવવો ખૂબ જરૂરી અને અનિવાર્ય બની ગયો છે અને વિશ્વ સાથે કદમ મિલાવવા માટે ભારતે આ બદલાવને ઝડપથી અપનાવવો પડશે અને જો આ કાર્ય કરવામાં ભારત સફળ થશે તો સમાજને તેના ઘણા ફાયદા પણ મળશે.
નાની વયે લગ્ન થવાથી ઘણા પ્રશ્નો પણ આવનારા સમયમાં ઉભા થતા હતા ત્યારે હવે બંને પાત્રો જો 21 વર્ષ બાદ લગ્નગ્રંથિથી જોડાય તો તેમનામાં મેચ્યોરિટી પણ વિકસિત થઈ ચૂકી હોય છે અને તેઓ તેમના સારા અને નરસા અંગે પણ સતત ચિંતિત રહેતા હોય છે જેથી કોઈપણ પ્રકારનું ખોટું પગલું તેઓ ન કરી શકે અને બંને વચ્ચે લાગણી અને હું પણ જળવાઈ રહે જો આ કાર્ય પૂર્ણ થાય તો બંને વચ્ચે આદર અને સન્માનની ભાવના પણ જળવાય રહેશે અને જે ડાઇવોર્સ ના કેશો જે ભારતીય સમાજમાં વધતા જોવા મળી રહ્યા છે તેના પર રોક લાગશે.