હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે એટલે આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે જેના કારણે ઉમેદવારો સાથે લોકોને પણ પારાવાર મુશ્કેલી થઇ રહી છે

હોલ અને પાર્ટી પ્લોટના ભાડા વધ્ય સાથે જ બુકિંગ થઈ રહ્યા છે કેન્સલ

હોલ અને પાર્ટી પ્લોટના બુકિંગ હાલમાં જે લોકોના લગ્ન છે તેમણે અગાઉથી બુકિંગ કરેલા છે તેમના બુકિંગ કેન્સલ થઈ જવાની સંભાવના છે અને હવે જ્યારે નવા બુકિંગ કરાવવા જાય છે તો ચૂંટણી પણ સાથે હોવાથી અત્યારે હોલ અને પાર્ટી પ્લોટનું બુકિંગ ભાડામાં 50% થી વધારે નો વધારો થઈ ગયેલો જોવા મળે છે જે મધ્યમ વર્ગને વધારે પરેશાન કરે છે

રોકડ રૂપિયા લઈ જવામાં થાય છે પરેશાની

હાલ આદર્શ આચારસંહિતા લાગુ હોય તેથી ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું છે કે 50000 થી વધારે રોકડની હેરાફેરી કરવી નહીં જો કોઈ કરશે તો તેમણે આ રૂપિયા ક્યાંથી લાવ્યા તેની જાણ જે તે સમયે ચેકિંગ કરતા ચૂંટણી અધિકારીને કરવી પડશે જેના કારણે ખરીદી કરવા તેમજ અન્ય કોઈપણ ચુકવણું કરવા જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

મંડપ સર્વિસ અને ડેકોરેશનમાં ઓવર બુકિંગ થી પરેશાની

લોકોને મંડપ સર્વિસ અને ડેકોરેશનનો સામાન મેળવવા માટે હાલ રેગ્યુલર ભાવ કરતા વધુ ઊંચો ભાવ ચૂકવવો પડે છે કારણ કે જાહેર સભાઓ અને ચૂંટણીલક્ષી સભાઓમાં મંડપ સર્વિસનો બહોળી સંખ્યામાં ઉપયોગ થઈ રહ્યો છે જેના કારણે લોકોને લગ્નના માટે જરૂરી મંડપ સર્વિસ ની વસ્તુઓ જેવી કે ખુરશીઓ ટેબલો અને અન્ય ચીજ વસ્તુઓના ભાડામાં વધારો જોવા મળી રહ્યું છે જેના કારણે લગ્ન વાળા લોકો પરેશાન થઈ રહ્યા છે

મહેમાનોને આવવામાં જવામાં પડી રહી છે મુશ્કેલી

હાલ ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરાયા બાદ રાજ્યની બધી જ બોર્ડર ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેના કારણે અન્ય રાજ્યમાંથી આવતા લોકોને રાજ્યમાં લગ્ન માં પહોંચવા માટે મુશ્કેલી પડી રહી છે લોકો કહે છે કે અમોને લગ્ન કરવા આવવામાં કઈ વાંધો નથી પરંતુ પોલીસના ચેકિંગ માંથી પસાર થવું એ ખુબ જ હેરાન કરે છે આના કરતા સામાન્ય દિવસો માં કોઈ રોક ટોક જ નથી હોતી.

નવા પરણેલા સરકારી કર્મચારી અને ચૂંટણીમાં રોકાયેલા લોકોને પડે છે મુશ્કેલી

હાલમાં ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે સરકારી નોકરી કરતા લોકોને રજા લેવા માટે તેમજ રજા મળે તો લગ્ન પછી ફરવા જવા માટે માં પડી રહી છે મુશ્કેલી કારણ કે તેમને ફરજિયાત ચૂંટણીની કામગીરી સોંપાયેલી છે જેના કારણે તેઓ પોતાના અગાઉથી કરાવેલા બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે તેમાં પણ નુકસાની જઈ રહી છે અને આગળ જવાના પ્લાનને પણ 15 થી 20 દિવસ ઠેલાવી રહ્યા છે, સાથે જ ચુંટણીની અન્ય કામગીરીમાં રોકાયેલા લોકોને રજા ન મળવાના કારણે મુશ્કેલી પડી રહી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.