જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ ઈશ્ર્વરિયા પાર્કને સ્વાવલંબી બનાવવા યોજના ઘડી કાઢી: લોકમેળાની જેમ જુદી-જુદી રાઈડસ માટે પ્લોટ ભાડે અપાશે.
રાજકોટની ભાગોળે આવેલા જિલ્લા વહીવટી તંત્ર સંચાલિત વાઈલ્ડ ફલાવર વેલી એટલે કે, ઈશ્ર્વરી.યા પીકનીક પાર્કને સ્વાવલંબી બનાવવા માટે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ મહત્વપૂર્ણ યોજના ઘડી કાઢી. અહીં આધુનિક બેંકવેટ હોલ, પાર્ટી પ્લોટ તેમજ સહેલાણીઓને કાયમી અવનવી રાઈડ્સનો આનંદ માણવા મળે તે માટે લોકમેળાની જેમ યાંત્રીક રાઈડ્સ સંચાલકોને પ્લોટ એલોટ કરી રાઈડ્સ શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
આજરોજ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ પત્રકારો સોની વાતચીતમાં રાજકોટની ભાગોળે માધાપર નજીક આવેલા જિલ્લા વહીવટી તંત્ર સંચાલિત ઈશ્ર્વરીયા પીકનીક પાર્કમાં કાયમી આવક થાય અને પાર્કનો ખર્ચ તંત્રને ઉપાડવો ન પડે તે હેતુી જનસુવિધા માટે મેરેજ ફંકશન, સગાઈ, ર્બ-ડે પાર્ટી વગેરેના આયોજન ઈ શકે તેવો આધુનિક બેંકવેટ હોલ નિર્માણ કરવાની યોજના જણાવી હતી. સાો સા અગાઉ નજીક યા મુજબ બે પાર્ટી પ્લોટ પણ વિકસાવવા નકકી કર્યું છે.
જો કે, પાર્ટી પ્લોટ અને મેરેજ હોલનું ભાડુ ખાનગી પાર્ટી પ્લોટ કે મેરેજ હોલ કરતા લોકોને પરવડે તેવું રાખવા પણ તેમને નિર્દેશ આપી આ માટે એક કમીટી રચી કમીટીના સુચન મુજબ લોકોને રાહતભાવે સારી સુવિધા મળે તેવું રાખવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
વધુમાં જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ વર્ષોી અટવાયેલા માધાપર ગામી ઈશ્ર્વરીયા પાર્ક સુધી જવા માટેના સિંગલ પટ્ટી રોડને વિકસાવી અહીંના ટ્રાફિક પ્રશ્ર્નનો ઉકેલ લાવવા રૂડાને જરૂરી સુચના આપનાર હોવાનું પણ જણાવ્યું હતું.
દરમિયાન ઈશ્ર્વરીયા પીકનીક પાર્કમાં હાલ મ્યુઝીકલ ફાઉન્ટેન,બોટીંગ,ડાયનાસોર પાર્ક અને ગાર્ડની જ સુવિધા છે ત્યારે ટૂંક સમયમાં જ અહીં એમ્યુઝમેન્ટ પાર્ક વિકસાવવા માટે લોકમેળાના ધોરણે નાના-મોટા પ્લોટ બનાવી માસીક ભાડુ નકકી કરી અવનવી રાઈડ્સની મજા સહેલાણીઓ માણી શકે તેવું આયોજન પણ ઘડાઈ રહ્યું હોવાનું તેઓએ ઉમેર્યું હતું.
આમ, દિર્ઘદ્રષ્ટા જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ ઈશ્ર્વરીયા પાર્કની આવકમાં વધારો થાંય અને તંત્ર પર ઈશ્ર્વરીયા પાર્કના ખર્ચનો બોજ ન આવે તેમજ લોકોને પણ સુવિધા મળે તેવા ઉમદા હેતુી નવી ડેવલોપમેન્ટ યોજના ઘડી કાઢતા આવનારા દિવસોમાં ઈશ્ર્વરીયા પાર્ક લોકોનું મનગમતું હરવા-ફરવાનું સ્ળ બની જશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com