- આર્ય સમાજ દ્વારા કરાતા લગ્નને સુપ્રીમે નકાર્યા
- આર્ય સમાજનું કામ અને અધિકાર ક્ષેત્ર લગ્નના પ્રમાણપત્ર આપવાનું નથી, વિવાહ પ્રમાણપત્ર જાહેર કરવાનું કામ સક્ષમ ઓથોરિટી જ કરે છે: સુપ્રીમ કોર્ટ
સામાન્ય રીતે જયારે કોઈ પરિવાર ગમતી જગ્યાએ લગ્ન કરવાની નાં પાડી દે ત્યારે પ્રેમી-પંખીડા ઘરેથી ભાગીને લગ્ન કરે છે. લગ્ન કરવા માટે તેઓ આર્ય સમાજ મંદિરમાં જતા. કોઈ પણ ત્યાં હિંદુ રીતિ-રીવાજ પ્રમાણે લગ્ન કરી શકતા હતા અને તેઓ આર્ય સમાજમાંથી લગ્નનું પ્રમાણ પત્ર મેળવતા પરંતુ હવે સુપ્રીમ કોર્ટે તેના પર મોટો ચુકાદો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે ૩ જુને આર્ય સમાજ તરફથી આપવામા આવતા મેરેજ સર્ટિફિકેટને કાયદાકીય રીતે માન્યતા આપવાની મનાઈ ફરમાવી દીધી છે. જેમાં લવ મેરેજનો એક કેસ ચાલુ હતો. છોકરીના ઘરવાળાઓએ સગીર ગણાવતા પોતાની છોકરીનું અપહરણ અને રેપની ફરિયાદ નોંધાવી રાખી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે શુક્રવારે આરોપીની જામીન અરજી પર વિચાર કરતી વખતે આર્ય સમાજ દ્વારા જારી કરાયેલ લગ્ન પ્રમાણપત્ર સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
છોકરીના પરિવારના લોકએ યુવક વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 363,366, 384, 376 (2)(n) ઉપરાંત પોક્સો એક્ટની કલમ 5(L)/6 અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બીવી નાગરત્નાની પીઠે કહ્યું કે, સમાજનું કામ અને અધિકાર ક્ષેત્ર લગ્નના સર્ટિફિકેટ આપવાનું નથી. મેરેજ સર્ટિફિકેટ આપવાનું કામ સક્ષમ અધિકારીનું છે. કોર્ટની સામે અસલી પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે.
આ કેસમાં સુપ્રીમ કોર્ટે 4 એપ્રિલે સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી કરવા સંમત થઈ હતી. હાઈકોર્ટે મધ્ય ભારત આર્ય પ્રતિનિધિ સભાને લગ્ન કરતી વખતે સ્પેશિયલ મેરેજ એક્ટ 1954ની જોગવાઈઓનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આર્ય સમાજ દ્વારા આપવામાં આવતા લગ્નના પ્રમાણપત્રને સુપ્રીમ કોર્ટ દ્વારા કાયદાકીય માન્યતા આપવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો છે. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બીવી નાગરત્નાની પીઠે જણાવ્યું કે, આર્ય સમાજનું કામ અને અધિકાર ક્ષેત્ર લગ્નના પ્રમાણપત્ર આપવાનું નથી. વિવાહ પ્રમાણપત્ર જાહેર કરવાનું કામ સક્ષમ ઓથોરિટી જ કરે છે, કોર્ટ સામે અસલી પ્રમાણપત્ર પ્રસ્તુત કરવામાં આવે.કોર્ટે પ્રેમ લગ્ન અંગેના એક કેસની સુનાવણી દરમિયાન આ પ્રકારનું નિવેદન આપ્યું હતું.
યુવતીના પરિવારજનોએ તેને સગીર ગણાવીને પોતાની દીકરીના અપહરણ અને દુષ્કર્મ મામલે ઋઈંછ દાખલ કરાવી હતી. યુવતીના પરિવારજનોએ યુવક વિરૂદ્ધ ઈંઙઈની કલમ 363, 366, 384, 376(2) (ક્ષ) ઉપરાંત 384 તથા પોક્સો એક્ટની કલમ 5(ક)/6 અંતર્ગત કેસ દાખલ કરાવ્યો હતો.
આ કેસમાં યુવકના કહેવા પ્રમાણે યુવતી પુખ્ત ઉંમરની જ છે અને તેણે પોતાની મરજીથી તથા અધિકારપૂર્વક લગ્નનો નિર્ણય લીધેલો છે. તેમના લગ્ન આર્ય સમાજ મંદિરમાં થયા છે. યુવકે તેનો પુરાવો રજૂ કરવા માટે મધ્ય ભારતીય આર્ય પ્રતિનિધિ સભા તરફથી આપવામાં આવેલું લગ્નનું પ્રમાણપત્ર પણ દર્શાવ્યું હતું. જોકે સુપ્રીમ કોર્ટ દ્વારા તેનો સ્વીકાર કરવાની મનાઈ કરી દેવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે આ કેસમાં એપ્રિલ મહિનામાં મધ્ય પ્રદેશ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરવા માટે સહમતિ દર્શાવી હતી. તે સમયે જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ હૃષિકેશ રોયે આર્ય પ્રતિનિધિ સભાને એક મહિનાની અંદર સ્પેશિયલ મેરેજ એક્ટ 1954ની કલમ 5, 6, 7 અને 8ની જોગવાઈઓને પોતાની ગાઈડલાઈનમાં નિયમન અંતર્ગત સામેલ કરવા જણાવ્યું હતું.
આ મામલામાં સુપ્રીમ કોર્ટ મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરવા સંમત થઈ હતી. ઉલ્લેખનીય છે કે આર્ય સમાજ એક હિંદુ સુધારાવાદી સંગઠન છે અને તેની સ્થાપના સ્વામી દયાનંદ સરસ્વતીએ કરી હતી