- 20થી 25 ફૂટ ઊડે તેવા ડ્રોન ફટાકડાની વધુ ડિમાન્ડ: બજારમાં ફટાકડાની અવનવી 100થી વધુ વેરાયટી: ભાવમાં 10થી 15%નો વધારો: બાળકો માટે ખાસ પોપઅપ, મ્યુઝિકલ રોલ, પ્લેગન, મ્યુઝિકલ ટ્રેકર, માચીસ ગન ટ્રેન્ડિંગમાં
વર્ષમાં દિવાળી એક એવો તહેવાર છે કે જે ઉજવણી કરવા માટે ગરીબથી લઈને તવંગર સુધી નાની મોટી ખરીદી કરીને ઉત્સવ મનાવે છે. આર્થિક પરિસ્થિતિ મુજબ ખરીદી કરતા હોય છે. પ્રકાશના પર્વના આ પાંચ દિવસ માટે દીવડા, ઘરનું સુશોભન, ફર્નિચર, વસ્ત્રો, ફટાકડા સુધીની જરૂરિયાત મુજબ ખરીદી થશે તે આશા સાથે દરેક વેપારી સ્ટોક કરી રાખે છે. ફટાકડા માર્કેટમાં દર વર્ષે અવનવી વેરાયટીઓ આવે છે. આ વર્ષે ઇકો ફ્રેન્ડલી ફટાકડાઓ કે જે બાળકો પણ ફોડી શકે તેની હજુ સુધી વધુ માંગ રહી છે જેમાં ચોકલેટ ચક્કર, લાયન, એન્ગ્રીબર્ડ,પેન્સિલ શોટ, વગેરે સમાવિષ્ટ છે. આમ, આ વખતે તો દિવાળીમાં ચોકલેટ ખવાશે પણ અને ફૂટશે પણ ખરી! તેમાં અવનવી કેડબરી રૂપના સેલિબ્રેશન ફટાકડા આવ્યા છે, છોટાભીમ, રાજુ કાલીયા, પંચગવ્ય અનેબાળકો માટે ખાસ પોપઅપ, મ્યુઝિકલ રોલ, પ્લેગન, મ્યુઝિકલ ટ્રેકર , ફ્લેશ ગન અને લાઈટ થાય તેવી ગન પણ આવી છે. સ્કાય ફટાકડાઓમાં એકી સાથે સાતથી લઇ 100 શોટ સુધીના અવનવા કલર અને અવાજ સાથેના રોકેટ અને આ વખતે 20થી 25 ફૂટ ઉપર ફૂટે તેવા ડ્રોન ફટાકડાની પણ ડિમાન્ડ છે. સુતળી બોમ્બ, 100થી લઈ 10,000 ફૂટે તેવી તડાફડી, ઉપરાંત પ્રદૂષણ અને અવાજ ન થાય તેવા ફુલઝર, જમીન ચકરી, ઝાડ સહિતના ફટાકડાની તો પુષ્કળ માંગ રહી છે. આ વર્ષે 31 તારીખે દિવાળી છે.અગાઉ સરકાર પગાર કરી નાખે તેવું જાણવા મળે છે આજથી ગ્રાહકો આવે તેવી શક્યતા છે. અત્યારથી ટ્રાફિકજામ થાય છે. પરંતુ આજથી ઘરાકી વધશે. આ સંજોગોમાં દિવાળીના દિવસ, ગુરૂવાર સુધી ઘરાકી રહેશે. આમ પણ, ઘણાંખરાં અમદાવાદીઓ છેલ્લી ઘડીની ખરીદી માટે ટેવાયેલાં છે. સામાન્યત: ધનતેરસે ખરીદી થતી નથી. પણ, આ વર્ષે ધનતેરસે પણ ખરીદી ખિલશે તેવી આશા છે. ગુરૂવાર સુધી ખરીદી જળવાઈ રહેશે એટલે ગત વર્ષની નબળી દિવાળીનું સાટું વળી જશે તેવી આશા વેપારી વર્ગ રાખી રહ્યો છે. શહેરના મુખ્ય બજારો ઉપરાંતના વિસ્તારોમાં પણ રવિવારે પણ આખો દિવસ પછી મોડી રાત સુધી ધીમી ગતિની ખરીદી માટે ગ્રાહકોની ચહલ પહલ જોવા મળી શકે છે. દિવાળી નજીક છે ત્યારે ગારમેન્ટ, પગરખા સહિત રોશની, રંગો સહિતની ખરીદી થઈ રહી છે. હજુ આગામી દિવસોમાં બજારમાં રોનક દેખાશે. ઓનલાઈન ખરીદીનો ટ્રેન્ડ વધ્યો છે તેમ છતા રાજકોટવાસીઓ બજારમાં જઈને ખરીદી કરવાનો આનંદ લૂંટી રહ્યાં છે.રાજકોટમાં જુદા જુદા શહેરોમાંથી પરિવારોની ખરીદી આ વર્ષે બરાબર જામતાં બપોર, સાંજનાથી રાતના સમયે શહેરી વિસ્તારના ગ્રાહકોની ભીડ જામે છે. દિવાળીના તહેવારમાં ઘરાકી નિકળતા વેપારીઓમાં ખુશીની લાગણી ફરી વળી છે.
150થી વધુ ફટાકડાની આઈટમો ઉપલબ્ધ: પાયલબેન જસાણી
અબતક સાથેની વાતચીતમાં રાજધાની સિઝન સ્ટોર ના પાયલબેન જસાણીએ જણાવ્યું હતું કે, હું આ વર્ષ ઘણી બધી નવી આઈટમ લઈને આવ્યા છીએ, અમારી શોપ પર કોલેટી મેન્ટેન કરીએ છીએ ક્વોન્ટિટી નહીં. વિવિધ પ્રકારના ફટાકડાઓ ઉપલબ્ધ છે જે અંતર્ગત બાળકો માટે ડ્રોન, લાયન કેરેક્ટર વાઇસ ઘણા બધા ફટાકડા લાવ્યા છીએ. એમાં 150 થી વધુ ફટાકડાની આઈટમો ઉપલબ્ધ છે ગ્રાહકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે , આ ઉપરાંત ફાયર પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવેલ છે છે તથા સ્ટાફનો વીમો પણ ઉતરાવેલો છે. અમારી શોપ રાજધાની સીઝન સ્ટોર સદર બજાર ચોકમાં આવેલ છે .
છેલ્લા બે -ત્રણ દિવસથી ફટાકડાની ખરીદીનો માહોલ જામ્યો: ચંદ્રેશભાઇ રેલવાણી
અબતક સાથેની વાતચીતમાં ભોલેનાથ સ્ટોર ના ચંદ્રેશભાઇ રેલવાણીએ જણાવ્યું હતું છેલ્લા 17,18 વર્ષથી ફટાકડાના ધંધા સાથે સંકળાયેલો છું , દિવાળી નો તહેવાર આવી રહ્યો છે ત્યારે અમે ફટાકડાનું વેચાણ પણ શરૂ કરી દીધેલ છે. ગ્રાહકો માં ફટાકડાની ખરીદી માટે એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે આવનાર દિવસોમાં પણ ખૂબ જ સારી ઘરાકી રહેશે .આ વખતે ફટાકડામાં ઘણી બધી નવી વેરાઈટીઓ આવી છે, જેમાં ફુલઝર તરતરિયા ,સુતરીબોમ્બ, રોકેટ જેવી અલગ અલગ વેરાઈટીઓ આવી છે આ ઉપરાંત ફટાકડાના વેચાણ સાથે ફાયર સેફટીના સાધનો પણ રાખેલ છે.આ આ ઉપરાંત અમારા સ્ટાફના વીમા પણ ઉતારેલા છે.
વર્ષોથી ભોલેનાથ સીઝન સ્ટોરમાંથી જ ફટાકડાની ખરીદી કરૂ છું : મહેન્દ્ર રેલવાની
અબતક સાથેની વાતચીતમાં મહેન્દ્રભાઈ રેલવાની એ જણાવ્યું હતું કે હું છેલ્લા દસ વર્ષથી અહીં ફટાકડાની ખરીદી કરવા માટે આવું છું. વ્યાજબી ભાવમાં સારામાં બજાર કરતા ઓછા ભાવમાં અહીં ફટાકડા મળે છે અને ફટાકડાની ક્વોલિટી પણ ખૂબ સારી અહીં મળે છે. વેરાઈટીના અને સારી સારી કંપનીના અહીં ફટાકડા મળે છે. અમને ગ્રાહકોને સંતોષ થાય તે પ્રકારનો માલ અહીં મળી રહે છે આ ઉપરાંત દુકાનો ફાયર સેફટીથી સજ છે આ ઉપરાંત દુકાનદારો માલની સાથે દુકાન સાથે પોતાના સ્ટાફનો પણ ધ્યાન રાખે છે તે પ્રમાણે તેઓ વીમા પણ ઉતારેલા છે. વર્ષોથી ભોલેનાથ સીઝન સ્ટોર ખૂબ જ સારામાં અને સારી ક્વોલિટી ગ્રાહકોને આપે છે.
બેગી પેન્ટ-ચાઈનીઝ શર્ટની બોલબાલા: જયેશ અશરાણી
શહેરના પ્રખ્યાત તેવા પેપે ઓરેન્જ શોરૂમના ઓનર જયેશ અશરાણીએ અબતકની વાતચીતમાં જણાવ્યું હતું, કે હું રેડી ગારમેન્ટ નો શોરૂમ ચલાવી રહ્યો છું સાતમ આઠમના તહેવારમા મેઘરાજા એ વર્ષવાનું ચાલુ કર્યું હતું તેવી જ રીતે દિવાળીની દિવાળીના 10 દિવસ પૂર્વે પણ વરસાદ જામ્યો હતો, દર વર્ષની સિઝન કરતા આ વર્ષની સિઝન થોડી નબળી ગઈ છે ,જો કે હજુ બે દિવસમાં ઘરાકી નીકળે તેવી આશા છે બીજી બાજુ તેઓએ જણાવ્યું હતું કે આ વખતે ખાસ તો બેગી પેન્ટ, ચાઈનીઝ શર્ટ બોલબાલા છે યુવાનોમાં ધીમે ધીમે વધતો જાય છે આ ઉપરાંત અમારા શો રૂમમાં 1800 થી લઈ 3,000 સુધીની કપડાની પેર લોકો ખરીદતા જોવા મળે છે, આજકાલ લોકો ઓનલાઈન પ્રત્યે વધારે મોહ રાખવી રહ્યા છે ત્યારે લોકો બજારમાંથી ઓફલાઈન ખરીદી કરે તેવી મારી આશા છે