જસદણ માર્કેટ યાર્ડ આજે સોમવાર સવારથી પખવાડીયા પછી ફરી ધમધમી ઉઠયું હતું. અને રાબેતા મુબ કર્મચારીઓ વેપારીઓ કામે વળી ગયાહતા. દેશભરમાં જીએસટી લાગુ પડયાં બાદ સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડો એ પણ વિરોધ દર્શાવ્યો હતો. જે અંગે જસદણ યાર્ડ પણ આ ટેકામાં જોડાયું હતુ૦ અને અંદાજીત પખવાડીયા જેટલુ યાર્ડ બંધ હતું પરંતુ આજે સોમવારે જસદણ માર્કેટ યાર્ડ ના ચીફ સેક્રેટરી બળવંતભાઇ રોહલીયા ની સુચના અનુસાર યાર્ડ ખુલ્લી જતાં ખેડુતોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. યાર્ડ આજે સવારથી જ ધમધમતું થતાં જસદણ વીછીંયા પંથકના ખેડુતોમાં રાજીપો છવાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.