- માર્ચ એન્ડિંગની દસ દિવસની રજા બાદ
- 8 કિમી વાહનોની લાંબી લાઈન : આખી રાત ઘઉં,જીરુ, ધાણા, ચણા સહિતના જણસીની ઉતરાય કરવામાં આવી
માર્ચ એન્ડિંગને કારણે બેડી યાર્ડમાં 10 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. આજથી યાર્ડમાં રાબેતા મુજબના વેપાર થશે. ત્યારે એક દિવસ પહેલાં યાર્ડની બહાર 8 કિમી. વાહનોની લાંબી લાઈન લાગી હતી. અંદાજિત 1200 થી વધુ વાહનો આવ્યા હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. જણસીમાં આજથી સોદા શરૂ થશે. સૌથી વધારે વેપાર મરચાં અને ઘઉં,ચણા,ધાણા અને જીરુંમાં થાય તેવી સંભાવના વર્તાઈ રહી છે. રાજકોટ ઉપરાંત જસદણ, હળવદ, ચોટીલા, સુરેન્દ્રનગર,પડધરી સહિત સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જણસી લઈને આવ્યા હતા.વાહનોને માર્કેટિંગ યાર્ડમાં ક્રમશ: વાર પ્રવેશ આપ્યા હતા . ચણા તથા ધાણા અને ઘઉં સહિતની જણસીની ઉતરાયણ કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા એ જણાવ્યું હતું કે આઠ દિવસથી યાર્ડ બંધ હતું. ગત રાતથી જ વિવિધ પાકની આવક શરૂ થઇ છે. યાર્ડનો સમગ્ર સ્ટાફ દ્વારા કોઇ વાહનવાળા કે ખેડૂતને મુશ્કેલી ન પડે તે ઉતરાયણની વ્યવસ્થા કરવામાં આવી હતી.
મોટી સંખ્યામાં વાહનો આવી જતા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સોમવારે જ યાર્ડની અંદર વાહનોને પ્રવેશ આપી દેવામાં આવ્યા હતા. આખી રાત જણસી ઉતારવા માટેની કામગીરી ચાલુ રહી હતી.મે મહિના સુધી મરચાંની આવક ચાલુ રહેશે.
રાજકોટમાં જૂનું યાર્ડ અને નવું યાર્ડ એમ બે વિભાગ કાર્યરત છે.
જૂના યાર્ડમાં શાકભાજીનો અને નવારાજકોટમાં જૂનું યાર્ડ અને નવું યાર્ડ એમ બે વિભાગ કાર્યરત છે. જૂના યાર્ડમાં શાકભાજીનો અને નવા યાર્ડમાં અનાજનો વેપાર થાય છે.
હવે ઉનાળો શરૂ થઈ ગયો છે. ત્યારે શાકભાજીની આવક ઘટી જશે અને પરિણામે વેપાર પણ ઓછો થશે. જ્યારે સૌથી વધુ વેપાર કેરીમાં થશે. યાર્ડના ઇન્સ્પેક્ટરના જણાવ્યાનુસાર જે વેપારીઓ સામાન્ય દિવસોમાં શાકભાજીનો વેપાર કરે છે.
તેઓ કેરીના વેપાર તરફ વળી જશે.
બજારમાં કેરીની પણ આવક શરૂ થઇ ગઈ છે. સૌરાષ્ટ્રભરમાંથી લોકો રાજકોટની મેંગો માર્કેટમાં ખરીદી-વેપાર માટે આવે છે. બીજી બાજુ લીંબુના ભાવમાં વધારો થયો છે અને આવક ઓછી છે.