હાલ સારી કવોલીટીની મગફળીના ભાવ રૂા.૧૦૫૦

હાલ ખેડુતોની મગફળી તૈયાર થઈ ગઈ છે. આ વર્ષે સારા વરસાદને કારણે મગફળીનું મબલક ઉત્પાદન થવા પામ્યું છે. આજે બેડી માર્કેટીંગ યાર્ડમાં ૬૦ થી ૭૦ હજાર મગફળીની ગુણીની આવક થવા પામી છે. એ-વન કવોલીટીની મગફળીનો ભાવ ૯૫૦ થી ૧૦૫૦ના ભાવે વેચાઈ રહી છે. જયારે થોડી નબળી ગુણવતા વાળી મગફળી રૂા.૭૫૦ થી ૯૦૦ સુધીના ભાવે વેચાઈ રહી છે.

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તેની સાથે શિયાળાએ પણ પગપેસારો કર્યો છે. ત્યારે ખેડુતોના ખેતરમાં મગફળીનો પાક ત્યાર થઈ યાર્ડ સુધી પહોચી રહ્યો છે. છેલ્લા ઘણાદિવસોથી માર્કેટીંગ યાર્ડમાં મગફળી મબલક પ્રમાણમાં આવી રહી છે. માર્કેટીંગ યાર્ડ મગફળીથી ઉભરાઈ રહ્યું છે. જે મુજબ આજે પણ ૬૦ થી ૭૦ હજાર ગુણી મગફળીની આવક થવા પામી છે. શરૂઆતમાં ઉચ્ચ કવોલીટીની મગફળી રૂા.૧૫૦૦થી ૧૬૦૦ના ભાવે વેચાઈ હતી જે ભાવ છેલ્લા એક અઠવાડીયામાં ગગડયો છે.

IMG 20191015 WA0030

મગફળીની એકદમ આવક વધતા હાલ સારી ગુણવત્તાવાળી મગફળી રૂા.૯૫૦ થી ૧૦૫૦ જયારે નબળી ગુણવતા વાળી મગફળી રૂા.૭૫૦ થી ૯૦૦ ના ભાવે વેચાઈ રહી છે. માત્ર અઠવાડીયાના ટુકા ગાળામાં ભાવમાં ઘટાડો થતા ખેડુતોને હાલ રૂા.૫૦૦ સુધીની નુકશાની થઈ રહી છે. તેમ સૌરાષ્ટ્ર એપીએમસીના પ્રમુખ અતુલભાઈ કમાણી દ્વારા જાણવા મળ્યું છે.

ખેતરોમાં પણ મગફળીના ઢગલા: ખેડુતો થશે માલામાલ

IMG 20191013 183730

ચાલુ વર્ષે સારા વરસાદના કારણે ખેડુતોને મગફળીનો પુષ્કળ પ્રમાણમાં ઉતારો આવ્યો છે. કોઈ ખેડુતો મગફળીને યાર્ડમાં વેચવા મૂકવા લાગ્યા છે તો કોઈએ ખેતરમાં પાથરા કરી રાખ્યા છે. ટુંકમા આ વર્ષે મગફળીની મબલખ આવક થઈ છે. અને સારો એવો ઉતારો આવતા ખેડુતોની દિવાળી સુધરશે અને મગફળી માલામાલ બનાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.