કાશ્મીરના પુલવામા થયેલ આંતકી હુમલા ના લીધે જે સૈનિકો શહીદ થયા છે તેના પરિવાર ને સહયોગ આપવા માટે રાજકોટ માર્કેટ યાર્ડ બંધ માં ન જોડાયું અને ચાલુ રાખી દરેક વેપારીઓની એક દિવસની આવક શહીદોના પરિવારને અર્પણ કરવાનો નિર્ણય કર્યો છે.
રાજકોટ માર્કેટ યાર્ડ ના વેપારીઓની એક મિટિંગ બોલાવી અને સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો વેપારીઓ ની સાથે સાથે માર્કેટ યાર્ડ ની ઓફીસ માં કામ કરતા કર્મચારીઓ દ્વારા બે દિવસ નો પગાર આપશે અને મજૂર ભાઈઓ પણ એક દિવસ ની મજૂરી આપી આ સેવા ના કાર્ય માં સહકાર આપશે.
જ્યારે દેશ આખો દુ:ખ ની લાગણી અનુભવી રહ્યો છે ત્યારે બંધ રાખી ને દેશ ને આર્થિક નુકસાન ન થાય અને શહીદો ને મદદરૂપ થઇ શકી તેના માટે બધા સહકાર આપી રહ્યા છે. તેમ પ્રમુખ અતુલ કમાણીની યાદીમાં જણાવાયું છે.