પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ વર્ષ ૨૦૨૧-૨૨માં અર્થતંત્ર ડબલ ડિજિટમાં પહોંચશે તેવી આશા
કોરોના ના પગલે બજારની સ્થિતિ મંદ પડી ગઈ હોવાનું સામે આવ્યું હતું એટલું જ નહીં લોકો ની ખરીદ શક્તિ માં પણ મહદઅંશે ઘટાડો જોવા મળ્યો હતો પરિણામે જે ઝડપથી અર્થતંત્રનો વિકાસ થવો જોઈએ તે થઈ શક્યો ન હતો જેને ધ્યાને લઇ અર્થતંત્રમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો પરંતુ હાલની સ્થિતિ ઉપર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે અત્યારે બજાર નો શોખ પૂર્ણતઃ બદલાયો છે અને અર્થતંત્ર પુરપાટ દોડે તે માટે ગ્રાહકો પણ ગેલમાં આવી ગયા છે.
પ્રાથમિક દ્રષ્ટિએ એવું પણ માનવામાં આવતું હતું કે આગામી દિવાળીના ત્યોહારમાં લોકોની ખરીદશક્તિ ઉપર અસર પડશે પરંતુ હાલ લોકો ખરચ કરવા ઉપર ભરોસો દાખવી રહ્યા છે અત્યારે હાલની સ્થિતિને ધ્યાને લઇ આગામી સમયમાં અર્થતંત્ર, રોજગારી , આવક અને ખર્ચમાં નોંધપાત્રવધારો થશે અને અર્થતંત્ર પૂરપાટ દોડતું થશે.
સેન્ટ્રલ બેન્ક દ્વારા સપ્ટેમ્બર માસમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં કોવિડ સ્થિતિ હોવા છતાં પણ લોકોનો આત્મવિશ્વાસ અને કરશે વધ્યો છે. એટલું જ નહીં આગામી સમયમાં તેમના દ્વારા મહત્તમ ખરીદી કરવામાં આવશે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જો અર્થતંત્રમાં પૈસો કરતો રહેશે તો ફુગાવો સહિત જે બજારને અસર કરતાં પરિબળો છે તેમાં અનેક અંશે ઘટાડો નોંધાશે અને દેશના અર્થતંત્રને પૂર્ણતઃ ફાયદો પણ છે. સેન્ટ્રલ બેન્ક દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વર્ષ ૨૦૨૧ અને ૨૨ માં અર્થતંત્ર નો આંકડો ડબલ ડિજિટ માં છે જેનું મુખ્ય કારણ લોકોની ખરીદ શક્તિ અને બજારની રિકવરી હોવાનું સામે આવ્યું છે.
બીજી તરફ પ્રવર્તમાન ઇન્ડેક્સ ગત મે 2020 કરતાં ખૂબ જ વધુ જોવા મળી રહ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા મને આશા છે કે અર્થતંત્રનો ગ્રોથ ચાલુ નાણાકીય વર્ષમાં ૯.૫ ટકા સુધી પહોંચશે. આ આશા પાછળનું મુખ્ય કારણ એ પણ છે કે સેકન્ડ વેવ સરકાર દ્વારા જે રીતે નિયંત્રણો હટાવવામાં આવ્યા છે તેનાથી બજાર ટના ટન થઈ છે.
એટલું જ નહીં ગ્રાહકોના કોન્ફિડન્સ ઇન્ડેક્સમાં પણ વધારો જોવા મળ્યો છે જેમાં જુલાઈ માસમાં આ આંકડો 48.6 હતો જે વધી 57.7 પહોંચ્યો છે. હાલની સ્થિતિને ધ્યાને લઇ ગ્રાહકોએ ચાલુ વર્ષમાં અને પ્રવર્તમાન સ્થિતિમાં રોજગારી અને પોતાની આવક અને ખર્ચ ને ધ્યાને લઇ આશાવાદ વ્યક્ત કર્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર ઘરદીઠ જે આવક અને ખર્ચ થવો જોઈએ તે આંકડામાં વધારો થઈ રહ્યો છે જે ખરા અર્થમાં સારા ચિન્હ અર્થતંત્ર માટે કહી શકાય.
હાલનો સમય ખેતી ક્ષેત્ર માટે સુવર્ણ કાળ છે : જીતેન્દ્ર સિંહ
યુનિયન મીનીસ્ટર જીતેન્દ્રસિંહ જણાવતાં કહ્યું હતું કે હાલનો સમય ખેતી ક્ષેત્ર માટે સુવર્ણકાળ સમાન છે જેનું મુખ્ય કારણ એ છે કે દેશના વડાપ્રધાન દ્વારા ટેકનોલોજી રિસર્ચ અને ઇનોવેશનને જે ખેતી ક્ષેત્રમાં પ્રાધાન્ય આપ્યું છે તેના પગલે ખેડૂતોની આવક બમણી થઇ છે અને તે આંકડો આગામી વર્ષ 2022 માં પણ યથાવત જોવા મળશે. બીજી તરફ જળ શક્તિ અને સ્કિલ ડેવલોપમેન્ટ દ્વારા એન્ટરપ્રિન્યોરસીપને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે જેથી ખેતી ક્ષેત્ર અને ઝડપથી વિકસિત કરી શકાય અને ખેડૂતોની આવક 2022માં બમણી કરી શકાય.
વડાપ્રધાન મોદીના વડપણ હેઠળ તેમના દ્વારા જે ખેતી ક્ષેત્રમાં વિકાસ કરવામાં આવ્યો છે તેનાથી અનેક ફાયદા ખેડૂતને પણ જોવા મળ્યા છે. સર કારનું સ્વપ્ન છે કે દેશનો ખેડૂત વધુને વધુ સમૃદ્ધ થાય અને તેનું કૌશલ્ય ખેતી ક્ષેત્રમાં વિવિધ સ્તરે જોવા મળે જેના માટે ખેડૂતને જે તમામ ઉપયોગી મદદ ની જરૂરિયાત ઊભી થાય તે સરકાર પૂર્ણતઃ આપવા તત્પર છે એટલું જ નહીં ભારત દેશનો ખેડૂત રોજગારી આપનાર બને નહીં કે રોજગારી મેળવનાર જેથી આ દિશામાં હાલ સતત પ્રયત્નો થઈ રહ્યા છે.
આનંદો …..રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ રિકવરી શરૂ થઈ
કોરોનાના પગલે દરેક ક્ષેત્રને માઠી અસર નો સામનો કરવો પડ્યો હતો ત્યારે રિયલ એસ્ટેટ ક્ષેત્ર પણ બાકી રહ્યું ન હતો પરંતુ હાલની સ્થિતિ અને બજાર ટનાટન થતાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર ની સ્થિતિમાં સુધારો અને રિકવરી જોવા મળી રહી છે રહેણાક અને કોમર્શિયલ પ્રોપર્ટી સેગમેન્ટમાં ઝડપભેર ઉછાળો જોવા મળતા રિયલ એસ્ટેટ ક્ષેત્ર ની સ્થિતિ સુધરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
રિયલ એસ્ટેટ ક્ષેત્ર ની સ્થિતિમાં સુધારો આવવાનું મુખ્ય કારણ એ છે કે ઇન્ટરેસ્ટ રેટ માં ઘટાડો જોવા મળ્યો છે સામે પ્રોપર્ટીના ભાવ પણ મહદંશે ઘટ્યા છે કે જે લોકોને મળી શકે એટલું જ નહીં અર્થતંત્ર અને રોજગારીની તકો ઉભી થતાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જે કામ બાકી રહ્યા છે તે પણ પુરપાટ શરૂ થતા સ્થિતિ સુધરી છે બીજી તરફ કોરોના ના કપરા સમયમાં લોકોએ પોતાની બચત જે રાખી હતી તેનો ઉપયોગ તેઓ મકાન ખરીદવામાં કરી રહ્યા છે.
બીજી તરફ આગામી વ્યવહારમાં નવા પ્રોજેક્ટ લોન્ચ થશે જે લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે બીજી તરફ વેક્સિનેશન કામગીરી પાઠ વધતા સંક્રમણની જે ચિંતા જોવા મળતી હતી તેમાં પણ ઘટાડો થશે આઇટી ક્ષેત્રમાં સ્થિતિ સુધારા પર આવતાં હવે ફરી નવી ઓફિસ ઓફ ધ મળશે એટલે ક્યાંક ને ક્યાંક જે સ્થિતિમાં બદલાવ આવ્યો છે તેનાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રને ઘણો ફાયદો પહોંચ્યો છે.