ચાલુ વર્ષમાં 1.35 લાખ કરોડ રૂપિયાના 65 આઇપીઓ બહાર આવ્યા
ટેકનોલોજી, હેલ્થકેર, કન્ઝ્યુમર, રિયલ-એસ્ટેટ અને કેમિકલ ક્ષેત્રના આઇપીઓ આવશે.
કોરોના ના કપરા સમય બાદ બજારની સ્થિતિમાં ખૂબ વધુ સુધારો આવ્યો છે અને અર્થ વ્યવસ્થા પણ બેઠી થતાં આગામી વર્ષ 2022 માં 2 લાખ કરોડ રૂપિયાના આઇપીઓ આવી રહ્યા છે ત્યારે ચાલુ વર્ષમાં ૧.૩૫ લાખ કરોડ રૂપિયાના આઇપીઓ બહાર આવ્યા હતા. હાલની સ્થિતિને અનુરૂપ આગામી વર્ષ પણ શેર બજાર માટે ટના ટન રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ 2021 માં જે આઇપીઓ બહાર આવ્યા છે તે ગત ત્રણ વર્ષની સરખામણીમાં સૌથી વધુ હોવાનું પણ સામે આવ્યું છે. આજ સ્થિતિ આગામી વર્ષમાં પણ જોવા મળશે જેમાં કુલ ૨૬ બિલિયન ડોલર ની વર્ષના આઇપીઓ પાઇપલાઇનમાં છે અને જેનાથી બજારની સ્થિતિ પણ ઘણાખરા અંશે સુધરશે.
બીજી તરફ એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે કે આગામી વર્ષ જે નવા આઇપીઓ બહાર આવી રહ્યા છે તે મુખ્યત્વે ટેકનોલોજી, હેલ્થકેર, કન્ઝ્યુમર, રિયલ-એસ્ટેટ અને કેમિકલ ક્ષેત્રના હશે. ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ 15 મિલિયન ડોલરના આઇપીઓ હાલ બેબી માં નોંધાઈ ગયા છે જ્યારે 11 મિલિયન ડોલરના આઇપીઓ આગામી સમયમાં લાર્જકેપ અને સ્મોલકેપમાં નોંધાશે. એટલું જ નહીં વર્ષ 2022 કેપિટલ માર્કેટ માટે ખૂબ જ મહત્વનું સાબિત થશે અને તેની ઉપયોગિતા પણ વધશે.
સામે 968 જેટલી નાની કંપનીઓમાં 28.3 બિલિયન ડોલરના પ્રાઇવેટ ઇક્વિટી અને વેન્ચર કેપિટલ નોંધાયેલા છે જે દેશની અર્થવ્યવસ્થા અને વધુ મજબૂત કરવા માટે ખુબ મહત્વનો ભાગ ભજવશે. આજની સ્થિતિમાં સુધારો આવતાની સાથે જ વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦માં જે રોકાણ થયા તેનાથી પણ વધુ રોકાણ ચાલુ વર્ષ ૨૦૨૧ માં નોંધાયા છે જે ખરા અર્થમાં એ સ્થિતિ સૂચવે છે કે હાલ બજાર ખૂબ જ ટનાટન રીતે આગળ વધી રહી છે સામે નવો કોરોના વેરિએન્ટ આવતા બજારમાં થોડા અંશે ઉતાર-ચઢાવ જોવા મળતો હોય છે પરંતુ તે સ્થિર ન હોવાના કારણે શેરબજારમાં રોકાણ કરનારાઓની સંખ્યામાં વધારો પણ થયો છે અને તેમના દ્વારા વિવિધ સેર અને સ્ટોકમાં રોકાણ પણ વધી રહ્યા છે.