SBIના બાંધી મુદત થાપણના વ્યાજ દર ૨૦૦૪ પછી સૌથી નીચા

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાએ બજારમાં નાણાનો પ્રવાહ વધતા બચત પરનાં વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. બેંક્ધા આ વ્યાજ દરના ઘટાડાથી બચત ખાતા ધારકોને માઠી અસર થઈ છે.

બેંકે બચતના વ્યાજ દર ઘટાડવા સાથે ખાતામાં લઘુતમ બેલેન્સ રાખવાનો તથા એસએમએસ એલર્ટ માટે ચાર્જ પણ નહીં લેવાનો નિર્ણય જાહેર કર્યો છે.

આ નિર્ણયનો બેંકનાં ૪૪.૫ કરોડ બચત ખાતા ધાકોને લાભ મળશે. બેંક બચતના વ્યાજદરમાં ૨૫ પોઈન્ટનો અને લોન પનાં વ્યાજ દરમાં ૧૦ પોઈન્ટનો ઘટાડો કર્યો છષ. ૧૦૦ પોઈન્ટ એટલે ૧ ટકો ગણાય છે.

એક વર્ષ કે તેથી વધારે મુદત માટેની ડિપોઝીટ પર બેંકે ૫.૯ ટકા વ્યજા આપવાનો નિર્ણય કર્યો છે. અગાઉ ઓગષ્ટ ૨૦૦૪માં બાંધી મુદતનીથાપણ પરનો વ્યાજદર ૬ ટકા નકકી કર્યો હતો. બેંક એમસીએલઆરમાં ૧૦ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. જેનાથી ઓકટોબર ૨૦૧૯ પહેલા લેવાયેલી મકાન લોનના વ્યાજનો દર ૧૦ પોઈન્ટ ઘટશે

બેંક પાંચ વર્ષ મિનિમમ બેલેન્સ નહી રાખવા બદલ દંડ લીધો ન હતો પરંતુ એપ્રિલ ૨૦૧૭માં આવો દર લાગુ કર્યો હતો. જેના લીધે નાના, ગરીબ, ખાતાધારકોને ખૂબજ મુશ્કેલી પડતી હતી ૨૦૧૮માં આવા દર પેટે રૂા.૨૪૦૦કરોડ એકત્ર કર્યા હતા. નોટબંધી પછી ખાતા ખોલનારાઓ સહિતના ખાતા ધારકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. જેને પગલે બેંકે તે દરમાં ઘટાડો કરી રૂા.૫ થી ૧૫ તથા ટેક્ષ લેવાનું શરૂ કર્યું હતુ.

1565382001 1373

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એમ.પી. પ્રવીણકુમાર કહે છેકે ઓછામાં ઓછુ બેલેન્સ રાખવાના નિયમથી અમને મહીને ૫૦ થી ૬૦ કરોડની આવક થતી હતી લોકોનો વિરોધ જોતા અમે આ ચાર્જ લેવાનો નિર્ણય રદ કર્યો છે આ ઉપરાંત બેંકે બચત કાતા ધારકો પાસેથી લેવાતો એસએમએસ એલર્ટ ચાર્જપણ નહી લેવાનો નિર્ણય કર્યો છે.

અમે અગાઉ પર આવો ચાર્જ લેતા ન હતા અને હવે અમે તેના ત્યાર પણ ચલાવી શકીએ તેમ છીએ એટલે હવે આવો ચાર્જ પણ નહીં લેવાય.

4. Thursday 2

એક લાખથી વધુ ડિપોઝીટ પરનો વ્યાજ દર ૩.૨૫માંથી ઘટાડાનો ૩ ટકા કરવામાં આવ્યો છે. તેમ તેમણે જણાવ્યું હતુ.

બેંકે ૨૦૧૯-૨૦માં એમસીએલઆરમાં આ ૧૦મી વખત ઘટાડો કર્યો છે હવે ૧૦માર્ચ ૨૦૨૦ થી મકાનની લોન પરનો એમસીએલઆરનો દર ૭.૭૫ ટકા થયો છે.જેનાથી મકાન લોન સામે રૂપીયા ૭ સસ્તી થશે જયારે ૭ વર્ષની કારની લોનના હપ્તામાં એકલાખે પાંચ રૂપીયાનો ફાયદો થશે બેંક એક વર્ષ કે તેથી વધુ સમયની બાંધી મુદત માટેના વ્યાજ દરમાં ૧૦ બી.પી.એસ પોઈન્ટનો અને ૪૫ દિવસ સુધીની એટલે કે ટુંકાગાળાની ડિપોઝીટ પરના વ્યાજ દરમાં ૫૦ બી.પી.એસ.નો ઘટાડો કર્યો છે. સાથે સાથે ૧૮૦ દિવસ કે તેથી વધુ સમય માટેની મોટી ડિપોઝીટ પરના વ્યાજ દરમાં ૧૫ બી.પી.એસનો ઘટાડો કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.