દીવાળીનો તહેવાર જેમ ઢૂકડો આવ્યો તેમ સ્વાભાવિક રીતે જ વેપારી આલમને સારા વેપારની કે વર્ષ આખાનું કમાઈ લેવાની આશા હોય. પ્રારંભે બજારો સૂમસામ ભાસતી હતી. પરંતુ આજથી માર્કેટમાં માહૌલ બદલાયો છે. ગ્રાહકોની ચહલ-પહલ જોવા મળી હતી. મુખવાસ, રંગોળીના રંગ ખરીદવાથી માંડીને નાસ્તો, ગારમેન્ટ, ગૃહસજાવટ, જવેલરી વિગેરેની ખરીદી માટે લોકોનો મૂડ બની રહ્યો હોય તેમ લાગી રહ્યો છે. એકંદરે, બજારમાં લોકોની ચહલ પહલ જોવા મળે છે. હોપ ફોર ધ બેસ્ટ. આશા રાખીએ કે નોટબંધી અને જીએસટીનાં ‘ડિપ્રેશન’ પછી વેપારીઓ પર વેપારનો ‘વરસાદ’ થાય.
માર્કેટમાં માહોલ બદલાયો, ગ્રાહકોની ચહલ-પહલ
Previous Articleસ્વાદ અને સોડમથી મધમધતા મુખવાસની હોંશે હોંશે ખરીદી
Next Article મહેંદીનો આ નવો રંગ ટ્રાય કર્યો છે…?