સોમયજ્ઞ સમ્રાટ ડો. ગૌસ્વામી શ્રી વ્રજોત્સવજી મહોદયના જન્મદિવસ નિમિત્તે માંર્કંડેય પુજન નું અલૌકિક વાતાવરણમાં દૈદિપ્યમાન આયોજન રાજુભાઇ પોબારૂ ના નિવાસ સ્થાને કરવામાં આવ્યું હતું. ગુજરાત – સૌરાષ્ટ્રની ગૌરવમયી ભૂમિ રાજકોટમાં 16 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી વિરાટ વાજપેય મહાસોમયાગ એવમ્ શ્રી વિષ્ણુગોપાલ યજ્ઞનું ભવ્ય અને દિવ્ય આયોજન કરાયું હતું. જેમાં બહોળી સંખ્યામા લોકોએ યજ્ઞ તેમજ અલગ અલગ સાંસ્ક્રુતિક કાર્યક્રમોનો લાહવો લીધો હતો.
ડો. ગૌસ્વામી વ્રજોતસવજી મહોદય દ્વારા ઉપસ્થીત લોકોને આશીર્વાદ આપ્યા હતા. સોમયજ્ઞમાં આચાર્ય શ્રી ગૌસ્વામીશ્રી ડો. વ્રજોતસવજી મહોદયને વર્લ્ડ રેકોર્ડ બુકના પ્રેસિડેન્ટ અને સી.ઈ.ઓ દ્વારા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.માર્કંડેયપૂજામાં ગણેશજી, કુળદેવી, અશ્વત્થામા, સહિતનાં 7 અમરાત્મા તેમજ દેવતાઓની પૂજા થાય છે. માંર્કંડેય પુજનમાં મહિલાઓ દ્વારા શુસોભન કરવામાં આવ્યું હતું.દિવ્ય દર્શનનો લ્હાવો લેવા બહોળી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા હતા. માંર્કંડેય પુજન વિધી બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.
વિષ્ણું ગોપાલ યજ્ઞ સુખ,સમૃદ્ધિ, ધન અને શાંતિ માટેનો યજ્ઞ: ગૌસ્વામી વ્રજ્યોત્સવજી મહોદય
સોમયજ્ઞ સમ્રાટ ડો. ગૌસ્વામી વ્રજોત્સવજી મહોદયે અબતક સાથે થયેલી વાતચીતમા જણાવ્યું કે, વિરાટ સોમયાગ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. આ અમારો 136 સોમયજ્ઞ હતો. વિષ્ણું ગોપાલ મહાયજ્ઞ સોમયાગ મહોત્સવમાં વિશાળ શોભાયત્રા, તુલસી વિવાહ મનોરથ, ફૂલયાગ મનોરથ, યમુનાજી ચુનરી મનોરથ, નંદમહોત્સવ, શ્રી નાથજીની ઝાંખી , વિરાટ સોમયજ્ઞમાં બહોળી સખ્યામાં લોકોએ યજ્ઞનો લાહવો લિધો હતો.
સોમયજ્ઞ સૃષ્ટિના કલ્યાણ માટે કરવામાં આવ્યો. ભારતિય સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિમાં સૌથી પ્રાચીન સર્વોત્તમ, અને સર્વોત્કૃષ્ટ યજ્ઞ છે. ઋગવેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદના મંત્રો દ્વારા બધાં શ્રદ્ધાળુ ભક્તોને આશીર્વાદ આપ્યા હતાં. આ સોમયજ્ઞનું ભવ્ય આયોજન રાજુભાઈ પોબરું, કલ્પેશ પલાણ તેમજ વિરાટ વાજપેય સોમયાગ સમિતી દ્વારા જહેમત ઊઠાવી હતી. વિષ્ણું ગોપાલ યજ્ઞ સુખ સમૃદ્ધિ, શાંતિ અને ધન માટે કરવામાં આવે છે.
વિરાટ વાજપેય મહાસોમયાગમાં બહોળી સંખ્યામાં ભક્તોએ લાહવો લિધો: રાજુભાઇ પોબારૂ
વિરાટ વિરાટ વાજપેય મહાસોમયાગ સમિતિના પ્રમુખ રાજુભાઈ પોબારૂએ જણાવ્યું કે ગૌસ્વામી વ્રજોતસવજી મહોદયનો આજે 40મો જન્મ દિવસ છે.માંર્કંડેય પુજનનું આયોજન કરાયું હતું. જેમાં ગૌસ્વામી વ્રજોતસવજી મહોદય દ્વારા માંર્કંડેય પૂજન કરવામાં આવ્યું હતું. મહિલાઓએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઊઠાવી હતી. 10મો સોમયજ્ઞ સંપન્ન થયો. હર્ષ ઉલ્લાસથી ગૌસ્વામી વ્રજોતસવજી મહોદયનો જન્મ દિવસ ઉજ્જવામાં આવ્યો હતો.