ડેટાચોર કેમ્બ્રિજ એનાલીટીકાએ ફેસબુક યુઝર્સની માહિતી રશિયાને પણ આપી હોવાનો ઘટસ્ફોટ
લાખો યુઝર્સના ડેટા લીક થયા બાદ ફેસબુક ભારે વિવાદોમાં ઘેરાઈ છે. બ્રિટનની એનાલિટીકલ કંપની એટલે કે ડેટાનું વિશ્લેસણ કરનારી કંપની કેમ્બ્રિજ એનાલિટીકાને ડેટાલીક કૌભાંડની જવાબદાર ગણવામાં આવી છે. આગામી સમયમાં હવે, તમામ યુઝર્સના ડેટા સુરક્ષિત રહે અને આ પ્રકારે બનાવ ન બને તે માટે ફેસબુક સીઈઓ માર્ક ઝુકરબર્ગ સતર્ક તો થયા છે પણ ઘણા મોડેથી ડેટાલીક કૌભાંડથી માર્ક ઝુકરબર્ગ ઘણા આરોપો આક્ષેપોનો સામનો કર્યો છે. યુએસની સંસદ સમક્ષ હાજર રહ્યા બાદ હવે માર્ક ઝુકરબર્ગ યુરોપીયન પાર્લામેન્ટનો સામનો કરવો પડશે.
રાજકીય ગતિવિધિઓ માટે ૮૭ મીલીયન યુઝર્સના ડેટાનો દુરુપયોગ થયો તે મુદાને લઈ યુરોપની સંસદમાં માર્ક ઝુકરબર્ગ હાજર રહેશે અને સંસદીય ગૃહના સભ્યો જે પ્રશ્નો પુછશે તેનો સંતોષકારક જવાબ આપવા ઝુકરબર્ગે તૈયાર રહેવું પડશે. યુરોપીયન સંસદના પ્રમુખ એન્ટોનીયો તજાનીએ કહ્યું કે, યુરોપમાં બુસેલ ખાતે સંસદભવનમાં હાજર રહેવાનું માર્ક ઝુકરબર્ગે અમારું આમંત્રણ સ્વીકાર્યું છે અને બને તેટલી વહેલી તકે તેઓ યુરોપીયન પાર્લામેન્ટમાં હાજર થશે.
કરોડો યુઝર્સના ડેટા લીક મુદ્દે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો. ફેસબુકના લાખો યુઝર્સના ડેટા લીક થયા છે તેવી જાણકારી સૌપ્રથમ વ્હિલસર બ્લોઅરે આપી હતી ત્યારે હવે વ્હિલસર બ્લોઅરે કહ્યું છે કે કેમ્બ્રિજ એનાલીટીકાએ રશિયાને પણ યુઝર્સના ડેટા આપ્યા છે. ફિસ્ટોફર વિલીએ અમેરિકામાં તાજેતરમાં મળેલી એક બેઠકમાં આયોગને કહ્યું કે, ફેસબુક યુઝર્સના પ્રોફાઈલ ડેટા એકઠા કરવા માટે એપ્લિકેશન બનાવનારા રસિયા-અમેરિકાના સંશોધક એલકેઝાંદ કોંગ્રેસ રશિયાના પ્રોજેકટ પર પણ કામ કરી રહ્યા હતા. જેમાં યુઝર્સના વર્તણુક, સ્વભાવને લઈને પ્રોજેકટો સામેલ છે.
વિલીએ કહ્યું કે, આનો અર્થ એ છેકે, રશિયા પાસે પણ ફેસબુક યુઝર્સના ડેટા પહોંચ્યા છે. આ ઘટસ્ફોટ પરથી એ પણ શંકા છે કે, કેમ્બ્રિજ એનાલીટીકાએ રશિયાની સંરક્ષણ સેવાઓને નિશાન બનાવી તેમને જ યુઝર્સના તમામ ડેટાની જાણકારી આપી હશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com