કચ્છ હાઇવે પર આવાગમન કરતા વાહન ચાલકોને જાગૃત કરવા પત્રિકા વિતરણ
માળીયા : માળીયા પોલીસ દ્વારા કચ્છ હાઇવે પર આવગમન કરતા વાહન ચકકોને ટ્રાફિક અંગે જાગૃત કરવા પત્રિકાનું વિતરણ કરી સામાન્ય કાળજી રાખવાથી અકસ્માતો ટાળી શકાતા હોવાની સરળ સમજ આપવામાં આવી હતી.
મોરબી એસપી જયપાલસિહ રાઠોડની સુચના થી માળીયા મિયાણા પીએસઆઈ જે.ડી.ઝાલા સહીત ના સ્ટાફે માળીયા – હળવદ ,કચ્છ,મોરબી,જામનગર તરફથો આવતા જતા તમામ વાહનોને અકસ્માત નિવારણ ઝુંબેશના હેતુથી ટ્રાકીક નિયમ પત્રીકા વહેચીઅને અકસ્માત થવાના કારણો અને અક્સમાત કઈ રીતે ટાળી શકાય વગેરે માહીતી પુરી પાડી હતી
આ સાથે જ ટ્રાફીક નિયમો નુ પાલન અકસ્માત થયા બાદ કાગળો પર કાટલુ મહત્વ ધરાવે છે જેમ કે વિમો, કલેઈમ વગેરે મહત્વની બાબતોમાં પણ ટ્રાફીક નિયમો મહત્વનો ભાગ ભજવે છે, ઘણા કિસ્સાઓમા સીટબેલ્ટ ના બાંધવાના કારણે અમુક વિમાકંપની દ્વારા કલેમ પાસ નથી થતા જેની જાણકારી વાહનચાલકો ને નહીવત કે હોતી જ નથી જેથી આવા કિસ્સાઓમા પોલીસે ટ્રાફિક નિયમનુ પાલન કરવાનુ પંચનામુ ખુબ અગત્યનો ભાગ ભજવતુ હોય છે તેની જાણકરી પીએસઆઈ જે.ડી.ઝાલા એ વાહનચાલકોને આપી હતી.
સાથો સાથ કાર કે અન્ય વાહનોમાં સાઈડ મિરર, સાઈડ ઈન્ડીકેટર, સીટબેલ્ટ, એરબેગ તેમજ ઝીબ્રા ક્રોસીંગના ફાયદા સમજાવ્યા હતા અને મોટર સાયકલ ચાલકોને પણ હેલ્મેટના ફાયદા અને મહત્વ સમજાવ્યા હતા.