બે વર્ષ બાદ  ચીનમા માછલીની નિકાસ શરૂ

અબતક,  અતુલ કોટેચા, વેરાવળ

ગીર સોમનાથ અને ખાસ કરીને વેરાવળ બંદરની માછીમારી ઉદ્યોગ દેશને હુંડીયામણ કમાવી  આપે છે  કોરોનાની મંદી બાદ વેરાવળની  ફીશીંગબોટો ફરીથી દરીયામાં ખેતી શરૂ કરી છે.

ગીર સોમનાથ જિલ્લામાં  7684 નાની મોટી બોટ છે માત્ર વેરાવળ બંદરમાં  જ 5 હજાર નાની મોટી   બોટ છે.  આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર,  મધ્યપ્રદેશના  માછીમારો અહીં મજુરી કામ અર્થે  આવતા હોય છે 31  જુલાઈ સુધી સીઝન બંધ હતી જો કે, 1 ઓગષ્ટથી  ફરી સીઝન શરૂ  થઈ છે. અને  3900 જેટલી બોટો  દરિયો ખેડવા રવાના થઈ છે.

જયારે વર્ષ  2020-21ની વાત કરીએ તો મચ્છી ચાઈનામાં એકસપોર્ટ થતી ન હતી. અને 1050 ક્ધટેનર પોર્ટ પર 3 મહિના માટે સીલ કરાયા હતા જે માછલીનો ભાવ  150 હતો  તેમનો 45 રૂપીયા થઈ જતા  માછીમારોને આર્થિક ફટકો પડયો હતો જોકે ફરી એકસ્પોર્ટ શરૂ થતા માછીમારોને આર્થિક રીતે  ફાયદો થશે.

શું કહે છે બોટ એસો.ના પ્રમુખ?

આ અંગે બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઈ  ગોહેલે  કહ્યું હતુકે, છેલ્લા 3 વર્ષથી માછીમારો અને બોટ માલીકો  અનેક સંઘર્ષ કરી રહ્યા છે. અને મોટો આર્થિક  ફટકો પડયા છે. 3 વષ પહેલા   ડીઝલના 62 રૂપીયા હતા જે હાલ 100 રૂપીયાની આસપાસ છે.

કુદરતી આફતોથી આર્થિક ફટકો પડયો

વાવાઝોડા તેમજ કોરોના મહામારી  સમયે લોકડાઉનના લીધે પણ માછીમારો દરિયો ખેડવા જઈ  શકયા ન હોતા. જેમના લીધે વ્યાપક  નુકશાન થયું છે. આ ઉપરાંત અનેક  પડતર પ્રશ્ર્નો  હોય સરકાર દ્વારા હલ  કરવામાં આવે  એવી માંગ  પણ ઉઠી છે.

20 દિવસનો ખર્ચ 5 લાખ

જાણવા મળતી વિગત મુજબ જો 1 બોટ 20 દિવસ  દરિયો ખેડવા જાય તો5 લાખની આસપાસ ખર્ચ થાય છે. જેમાં 4 હજાર લીટર ડીઝલ જેની કિંમત રૂ. 3.50 લાખ રૂપીયા આ ઉપરાંત કામ કરતા 10 લોકોને 1 લાખ પગાર, રાશન,  બરફ સહિતના ખર્ચનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.