રવિવારે પૂર્વ કેરેબિયન તરફ આગળ વધી રહેલું વાવાઝોડું મારિયા આજે મંગળવારે કેટેગરી-5માં ફેરવાઇ ગયું છે. સોમવારે મોડી રાત્રે ડોમિનિકા આઇલેન્ડ પર ત્રાટકેલું મારિયા કેરેબિયન આઇલેન્ડ તરફ આગળ વધી રહ્યું છે અને પ્યુર્ટો રિકો પહોંચશે. નેશનલ હરિકેન સેન્ટર તરફથી આવેલા નિવેદનમાં મારિયા સોમવારે રાત્રે 9.15 વાગ્યે ડોમિનિકા પર ત્રાટક્યું હતું. આ વાવાઝોડું એટલું શક્તિશાળી હતું કે, પોલિટિકલ લીડર્સના મકાનોની છતો પણ ઉડી ગઇ હતી.

એક પછી એક બે પાવરફૂલ વાવાઝોડાંના કારણે અહીંનું જનજીવન નષ્ટ થઇ જશે. છેલ્લાં સાત વર્ષમાં કેટેગરી-3થી વધુનું વાવાઝોડું આવ્યું હોય તેવું પ્રથમ વખત થયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.